• Gujarati News
  • National
  • 90,651 Cases: The Highest Number Of 4,792 Cases In A Single Day, The Figure Crossed 30,000 In Maharashtra

કોરોના ઈન્ડિયા LIVE:મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 2347 સંક્રમિત નોંધાયા, મુંબઇમાં 20 હજાર કેસ, રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત દિલ્હી પોલીસના ACP પોઝિટિવ

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે નવી દિલ્હીમાં ડ્યૂટી પર જતા પહેલા પીપીઇ કિટ પહેરી રહેલા પોલીસ કર્મચારીઓ - Divya Bhaskar
રવિવારે નવી દિલ્હીમાં ડ્યૂટી પર જતા પહેલા પીપીઇ કિટ પહેરી રહેલા પોલીસ કર્મચારીઓ
  • જમ્મ-કાશ્મીરમાં એક દિવસમાં સૌથી વધારે 108 દર્દી મળ્યા, તેમાંથી 12 સગર્ભા મહિલાઓ
  • રેલવે પ્રધાને કહ્યું-કલેક્ટર શ્રમિકોની યાદી મોકલે, અમે જીલ્લામાં સ્પેશ્યલ ટ્રેન મોકલશું

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 હજાર 463 થઇ ગઇ છે. રવિવારે દિલ્હીમાં 422, રાજસ્થાનમાં 123, ઓરિસ્સામાં 91, કર્ણાટકમાં 54, આન્ધ્રપ્રદેશમાં 25, હરિયાણામાં 7, પંજાબમાં 18 અને અસમમાં 3 દર્દી નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 90 હજાર 927 સંક્રમિત છે.  53 હજાર 946નો ઇલાજ ચાલી રહ્યો છે. 34 હજાર 108 સ્વસ્થ થયા છે અને 2872ના મોત થયા છે. આ અગાઉ શનિવારે એક દિવસમાં સૌથી વધારે 4,792 દર્દી વધ્યા હતા તો 3,979 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ ગુજરાત અને તમિનાડુમાં 10 હજારને પાર થઈ ગયો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 90,927 સંક્રમિત છે. 53,946 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 34,108ને સારું થઈ ગયું છે. જ્યારે 2,872 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત દિલ્હી પોલીસના એક એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ રવિવારે તેની ખરાઇ કરી હતી. 58 વર્ષીય એસીપીને રાષ્ટ્રપતિ ભવનની પોલીસ લાઇન્સમાં તૈનાત કરવામાં આવ્યા હતા. એસીપીની ટેસ્ટ 13મેના પાંચ અન્ય પોલીસકર્મીઓ સાથે કરવામા આવી હતી. ત્યારબાદ દરેક પોલીસકર્મી ક્વોરેન્ટીન હતા. 

અપડેટ્સ---

  • મહારાષ્ટમાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકડાઉનને 31મે સુધી લંબાવવાની આજે જાહેરાત કરવામાં આવી છે.
  • શનિવારે મહારાષ્ટ્રમાં 1606, ગુજરાતમાં 1057, તમિલનાડુમાં 477, દિલ્હીમાં 438, રાજસ્થાનમાં 213, ઉત્તર પ્રદેશમાં 201, મધ્ય પ્રદેશમાં 195, પશ્ચિમ બંગાળમાં 115, બિહારમાં 112, જમ્મૂ-કાશ્મીરમાં 108 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
  • ગુજરાતમાં 700 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ મળ્યા છે. આરોગ્ય સેતુ એપથી એલર્ટ મળ્યા બાદ પ્રશાસને આ માટે અભિયાન ચલાવ્યું હતું. ફળ, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કારોબાર સાથે જોડાયેલા લોકોને સુપર સ્પેડર કહે છે. તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. તેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.
  • રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે અમે કોઈ પણ જિલ્લામાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મોકલવા માટે તૈયાર છીએ. કલેક્ટર તેમને ત્યાં ફસાયેલા શ્રમિકોની યાદી રેલવે નોડલ અધિકારીઓ સુધી પહોંચાડી શકે છે. રેલવે 15 મે સુધી 1074 સ્પેશ્યલ ટ્રેનોથી 14 લાખ લોકોને તેમના રાજ્યોમાં મોકલી આપી ચુક્યા છે.
  • પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે, પણ કર્ફ્યૂ 18 મેથી નહીં લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવા માટે સૂચન કર્યું છે. મિઝોરમે પણ પોતાને ત્યાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

5 દિવસ કે જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

 દિવસો

કેસ
16 મે4792
10 મે4311
14 મે3943
15 મે3736
13 મે3725
  • મધ્ય પ્રદેશ, સંક્રમિત-4790ઃ આવતીકાલથી લોકડાઉન-4 નો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રને ઝોનની પરિભાષા બદલવા એક દરખાસ્ત મોકલી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે કુલ કેસના 80 ટકા સંક્રમિત જેટલા જીલ્લામાં થઈ જાય તેને રેડ ઝોન માનવામાં આવે. એ પ્રમાણે ભોપાલ, ઉજ્જૈન રેડ ઝોનમાં આવશે. બાકીના જિલ્લામાં જ્યાં 20 ટકાથી વધારે કેસ છે તે ઓરેન્જ ઝોન અને 20 ટકાથી ઓછા કેસ ધરાવતા જીલ્લા ગ્રીન ઝોન માનવા માંગ કરવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર, સંક્રમિત-30706ઃ રાજ્યના કન્ટેનમેન્ટ એરિયામાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. સૌથી વધારે સંક્રમિત અસરગ્રસ્ત મુંબઈ અને પુણેમાં કેન્દ્રીય સુરક્ષા દળો ફરજ પર છે. પુણેના કેટલાક વિસ્તારોમાં સુરક્ષા દળોએ શનિવારે માર્ચ કરીહતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1135 લોકોના મોત થયા છે.
  • ઉત્તર પ્રદેશ, સંક્રમિત-4265ઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 203 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે એક દિવસમાં સંક્રમિતોનો સૌથી વધારે આંકડો છે. આ અગાઉ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં એક દિવસમાં 177 દર્દી મળ્યા હતા. શનિવારે 9 સંક્રમિતોના મોત થયા હતા.
  • રાજસ્થાન, સંક્રમિત-5083ઃ અહીં રવિવારે 123 સંક્રમિત લોકોના પોઝિટિવ કેસ આવ્યા છે. જયપુરમાં 37, ડુંગરપુરમાં 18, ઉદયપુરમાં 16, જોધપુરમાં 11, રાજસમંદમાં 10, સીકરમાં 7, પાલીમાં 6, બીકાનેરમાં 5, કોટા અને જુંજુનૂંમાં 2 કેસ આવ્યા છે.
  • દિલ્હી, સંક્રમિત-9333ઃ અહીં રવિવારે 425 દર્દીના કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 19 લોકોના મોત થયા હતા, જ્યારે 276 દર્દીને સારું થયુ હતું. કુલ સંક્રમિતોમાં 5405 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે.
  • બિહાર, સંક્રમિત-1178ઃ અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 146 દર્દીના કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 453 દર્દી સારું થયું છે, જ્યારે 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં 10 દિવસ અગાઉ રિકવરી રેટ 55 ટકા હતો, જે પ્રવાસી શ્રમિકો રાજ્યમાં પરત ફરતા ઘટીને 38 ટકા હતો.