તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંકટ:લગ્નમાં હવે 200ની જગ્યાએ માત્ર 50 મહેમાનોને મંજૂરી;દિલ્હીમાં 90% ICU બેડ ફુલ, સિસોદિયાએ કહ્યું- નહીં લાગે લોકડાઉન

5 મહિનો પહેલા

દિલ્હીમાં ફરીથી લોકડાઉન નહીં કરવામાં આવે. એક દિવસ પહેલાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગેના સંકેત આપ્યા હતા. કોરોનાની વેક્સિન ટૂંક સમયમાં આવે એવી અપેક્ષા છે, પરંતુ એના કરતાં ખૂબ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના એટલી બધી હદે ફેલાઈ ગયો છે કે તંત્રના હાથ-પગ ફૂલી જવા લાગ્યા છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કહી રહ્યા છે કે દિલ્હીમાં 90 ટકા આઇસીયુ બેડ ફુલ થઈ ગયાં છે.

તો આ તરફ ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીમાં થતા લગ્નમાં મહેમાનોની સંખ્યામાં 200ની જગ્યાએ માત્ર 50 રાખવાના કેજરીવાલ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રતિબંધ કેટલા દિવસ માટે હશે, એ હજુ સ્પષ્ટ નથી. જોકે આનાથી દિલ્હીના વેડિંગ માર્કેટ પર અસર પડી શકે છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નનાં 7 મોટાં મુહૂર્ત છે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશીના દિવસે લગ્નની સીઝન શરૂ થશે.

દિલ્હીને કેન્દ્ર તરફથી વધુ 750 આઈસીયુ બેડ મળશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે 250 આઇસીયુ બેડની પહેલી બેચ ટૂંક સમયમાં જ કેન્દ્ર પાસેથી પ્રાપ્ત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીને કેન્દ્રમાંથી 750 આઈસીયુ બેડ મળશે. હાલમાં દિલ્હીમાં 26 હજાર કોરોનાથી સંક્રમિત હોમ આઇસોલેટ છે. કોરોના માટેનાં દિલ્હીમાં 16 હજાર બેડ છે. ભીડમાં જવાથી સંક્રમણનો ભય છે.

સિસોદિયાએ કહ્યું, દિલ્હી સરકારનો લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથી
જ્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હી સરકારનો લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથી. લોકડાઉન એ કોરોના સામે લડવાનો માર્ગ નથી. તેનો લડવાનો એકમાત્ર રસ્તો મેડિકલ વ્યવસ્થાપન છે. હાલમાં દિલ્હીમાં 26000 લોકો હોમ આઇસોલેશનમાં છે. અમારી પાસે 16,000 બેડ છે.

ડેપ્યુટી સીએમ સિસોદિયાએ બુધવારે કહ્યું હતું કે હું દુકાનદારોને એટલો વિશ્વાસ અપાવવા માગું છું કે તેમને ગભરાવાની જરૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે તમારી દુકાનો ખુલ્લી રહે. જો જરૂર પડશે તો અમુક બજાર માટે નિયમ બદલીશું. અમે કેન્દ્રને એ જ અપીલ કરી છે, પણ કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લાગે.

એક દિવસ પહેલાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે જો બજારમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો એ જગ્યા કોરોના હોટ સ્પોટ બની શકે છે તો આવાં બજારોને થોડાક દિવસ માટે બંધ કરવાની મંજૂરી મળવી જોઈએ. કેન્દ્રને આવો પ્રસ્તાવ મોકલવામાં આવી રહ્યો છે, જેનો અર્થ એ કાઢવામાં આવ્યો કે દિલ્હીમાં બજાર માટે લોકડાઉન લાગી શકે છે.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે જ્યારે આઈસીયુ 90% બેડ ભરેલાં છે ત્યારે અમે આ અંગે ચિંતિત છીએ. અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકારે અમને 750 બેડ આપવાની વાત કરી હતી. આ આઈસીયુ બેડ આવતાંની સાથે જ પછી આપણે આઈસીયુ બેડની ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી સરકાર કોરોનાને રોકવા માટે તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરી રહી છે.

લગ્નમાં હવે મહેમાન ઓછા હશે, વેડિંગ માર્કેટ પર અસર પડશે
જ્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી તો દિલ્હીમાં લગ્નમાં 50ની જગ્યાએ 200 લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી હતી, પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એવા લગ્નમાં સામેલ થતા લોકોની સંખ્યા 50 સુધી સીમિત રાખવાનો પ્રસ્તાવ ઉપ-રાજ્યપાલને મોકલ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે.

દિલ્હીમાં 4 હજાર લગ્ન, 5 હજાર કરોડ રૂપિયાનું માર્કેટ
આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નનાં 7 મોટાં મુહૂર્ત છે. આ દરમિયાન દિલ્હીમાં લગભગ 4 હજાર લગ્ન થવાનાં છે. ઘણા લોકો જે લોકડાઉન દરમિયાન લગ્ન નથી કરાવી શક્યા તેમને નવેમ્બર-ડિસેમ્બરમાં તેનું પ્લાનિંગ કરી રાખ્યું છે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશીના દિવસે લગ્નની સીઝન શરૂ થશે. જે ઘરમાં નવેમ્બરમાં લગ્ન છે, તે મહેમાનોને બોલાવવાની 200 લોકોની લિમિટને ધ્યાનમાં રાખીને ઈન્વિટેશન કાર્ડ છપાવીને વહેંચવાનું શરૂ કરી ચૂક્યા છે.

વેડિંગ પ્લાનર સાઈટ weddingz.inમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે, દિલ્હીમાં લગ્નની આ સીઝન ચાર હજાર કરોડથી પાંચ હજાર કરોડ રૂપિયાની છે. જો બજાર બંધ થાય અને લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટી જાય તો તેની પર અસર થશે. આ જ કારણ છે કે કપડાં માર્કેટ, વેડિંગ પ્લાનર, કેટરિંગ, હોટલ, બેક્વેટ હોલ જેવા વેપારી લગ્નની સીઝન સાથે જોડાયેલા છે.

દિલ્હીના તમામ વેન્યુ બુક
નવેમ્બર-ડિસેમ્બર માટે દિલ્હીનાં તમામ ગેસ્ટ હાઉસ, વેડિંગ વેન્યુ બુક થઈ ચૂક્યા છે. દિલ્હી વેડિંગ પ્લાનર લલિતા રાઘવે જણાવ્યું છે કે સૌથી વધુ બુકિંગ 25 નવેમ્બર માટે થયું છે. આ દિવસે તુલસી વિવાહ છે. આ દિવસે લગ્ન કરવા માટે લોકો સૌથી વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો