કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણીનું મતદાન પૂર્ણ:ખડગે-થરૂરનું ભાવિ બેલેટ બોક્સમાં બંધ, 9500 પ્રતિનિધિઓએ મતદાન કર્યું; થરૂરે કહ્યું-ઇતિહાસ યાદ રાખશે કે અમે મૌન નહોતા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • રાહુલ, સોનિયા અને મનમોહન સહિતના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું
  • રાહુલની યાત્રામાં સામેલ 40 લોકો માટે વિશેષ બૂથ બનાવાયું

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દેશમાં એક સાથે મતદાન પૂર્ણ થઈ ગયું છે. અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું. કોંગ્રેસ હેડક્વાર્ટરમાં મતદાન કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે નવા અધ્યક્ષની રાહ લાંબા સમયથી હતી.

મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રભારી મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 9900માંથી 9500 પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. કોઈપણ રાજ્યમાંથી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. 18 ઓક્ટોબરે તમામ રાજ્યોમાંથી મતપેટીઓ આવશે. 19 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે.

થરૂરનું ટ્વીટ- ઈતિહાસ યાદ રાખશે, અમે મૌન નહોતા
વોટિંગ પહેલાં શશિ થરૂર માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે થરૂરને રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણાં રાજ્યોમાં પોલિંગ એજન્ટો મળ્યા નથી. માનવામાં આવે છે કે થરૂરને આ રાજ્યોમાં મત મળવા મુશ્કેલ પણ છે. આ પછી પાર્ટીએ એક કાર્યકરને પોલિંગ એજન્ટ બનાવવાની લીલી ઝંડી આપી દીધી છે. કોંગ્રેસના બંધારણ મુજબ મતદાન કરનાર ડેલિગેટ્સ જ પોલિંગ એજન્ટ હોય છે.

આ દરમિયાન શશિ થરૂરે એક ટ્વીટમાં લખ્યું છે કે કેટલીક લડાઈઓ અમે એટલા માટે લડીએ છીએ, જેથી ઈતિહાસ યાદ રાખે કે વર્તમાન મૌન નહોતો.

અગાઉ વર્ષ 1998માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદાન થયું હતું. કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ ડેલિગેટ્સ માટે એક કન્ટેનરમાં વિશેષ બૂથ બનાવવામાં આવ્યું છે.

મતદાન અપડેટ્સ...

પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પોતાનો મત આપ્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ પોતાનો મત આપ્યો હતો. મતદાન પહેલા શશિ થરુરે મલ્લિકાર્જુનને ફોન કરીને શુભકામના પાઠવી હતી, ખડગેએ પણ થરૂરને ગુડ લક કહ્યું હતું. કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ ડેલિગેટ્સ માટે એક કન્ટેનરમાં ખાસ બૂથ બનાવવામાં આવ્યું છે. અહીં તમામ પોતાનો મત આપશે. મનમોહન સિંહ સહિત 40 પ્રતિનિધિ કોંગ્રેસ મુખ્યાલય જઈને મતદાન કરશે. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થશે અને ડેલિગેટ્સ સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરી શકશે. ડેલિગેટ્સ PCC ઓફિસમાં જઈને બેલેટ પેપર પર તેમની પસંદગીના ઉમેદવાર સામે નિશાન લગાવશે અને એને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખશે.

તસવીરોમાં જુઓ મતદાન...

કેરળના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ-અધ્યક્ષપદના ઉમેદવાર શશિ થરુરે મતદાન કર્યું હતું.
કેરળના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ-અધ્યક્ષપદના ઉમેદવાર શશિ થરુરે મતદાન કર્યું હતું.
કર્ણાટકના બેલ્લારીમાં મત આપવા માટે ડેસિગેટ્સ સાથે રાહુલ ગાંધી લાઈનમાં ઊભા હતા.
કર્ણાટકના બેલ્લારીમાં મત આપવા માટે ડેસિગેટ્સ સાથે રાહુલ ગાંધી લાઈનમાં ઊભા હતા.
રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલ્લારીમાં પોતાનો મત આપ્યો હતો.
રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલ્લારીમાં પોતાનો મત આપ્યો હતો.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સોનિયા ગાંધીએ મતદાન કર્યું હતું.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સોનિયા ગાંધીએ મતદાન કર્યું હતું.
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પોતાનો મત આપ્યો હતો.
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પોતાનો મત આપ્યો હતો.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જયપુર કોંગ્રેસ કાર્યાલયમાં અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જયપુર કોંગ્રેસ કાર્યાલયમાં અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે ભોપાલના ઈન્દિરા ભવન ખાતે કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે ભોપાલના ઈન્દિરા ભવન ખાતે કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયે અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયે અધ્યક્ષપદ માટે પોતાનો મત આપ્યો હતો.
કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ ડેલિગેટ્સ માટે એક કન્ટેનરમાં વિશેષ બૂથ બનાવવામાં આવ્યું છે.
કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ ડેલિગેટ્સ માટે એક કન્ટેનરમાં વિશેષ બૂથ બનાવવામાં આવ્યું છે.

આ છે મતદાનનો કાર્યક્રમ
સોમવારે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થશે. ડેલિગેટ્સ સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરી શકશે. ડેલિગેટ્સ PCC ઓફિસમાં જઈને બેલેટ પેપર પર તેમની પસંદગીના ઉમેદવાર સામે નિશાન લગાવશે અને એને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખશે.

કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે નામાંકન ભરવાનો સમય 24થી 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ગાંધી પરિવારના નજીકના અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ-અધ્યક્ષ બનવાના છે, પરંતુ મુખ્યપ્રધાનપદ ન છોડવાના તેમના ઇરાદાને કારણે આ થઈ શક્યું નહીં. આ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નામ પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવી હતી. મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશનમાં કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી, જે એ બતાવવા માટે પૂરતું હતું કે ખડગે ગાંધી પરિવારના ઉમેદવાર છે. હવે આજે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે આવશે.

67 બૂથ પર મતદાન થશે
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી (CEA)એ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્ર, 67 બૂથ હશે. યુપીમાં મહત્તમ 6 બૂથ હશે. દરેક 200 પ્રતિનિધિ માટે એક બૂથ બનાવવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત 47 પ્રતિનિધિ કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે. અહીં યાત્રાના પડાવ પર અલગ બૂથ બનાવવામાં આવશે.

છેલ્લે, 1998માં મતદાન થયું હતું
કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે છેલ્લી વખત વર્ષ 1998માં મતદાન થયું હતું. ત્યારે સોનિયા ગાંધીની સામે જિતેન્દ્ર પ્રસાદ હતા. સોનિયા ગાંધીને લગભગ 7,448 વોટ મળ્યા, પરંતુ જિતેન્દ્ર પ્રસાદને માત્ર 94 વોટ મળ્યા હતા. સોનિયા ગાંધીનું અધ્યક્ષ બનવા પર ગાંધી પરિવારને ક્યારેય કોઈ પડકાર મળ્યો નહોતો.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે

કોંગ્રેસના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના મોટા ભાગના નેતાઓ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધીને પાર્ટી-અધ્યક્ષ બનાવવામાં આવે, પરંતુ રાહુલ આ માટે તૈયાર નહોતા. આ દિવસોમાં રાહુલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા શ્રીનગર સુધી જશે. આ દિવસોમાં આ યાત્રા કર્ણાટકમાં છે.

અન્ય સમાચારો પણ છે...