ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મળેલી હાર પછી ઝડપી બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવાયો. કેટલાક યુઝર્સે શમીના ધર્મ પર નિશાન સાધીને તેને ગદ્દાર કહી દીધો. એના પછી કપ્તાન વિરાટ કોહલી આવા ટ્રોલર્સ પર જોરદાર વરસી પડ્યો હતો અને તેણે કહ્યું હતું કે જે લોકોએ આવું કર્યું છે તેઓ કરોડરજ્જુ વિનાના હોય છે.
જોકે ટ્રોલર્સને વિરાટની નારાજગી યોગ્ય ન લાગી અને તેઓ તેની પુત્રીને લઈને ગાળો અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવા લાગ્યો, એટલે સુધી કે રેપની ધમકી પણ આપતા રહ્યા. રેપ અંગે સંકળાયેલી આ પોસ્ટ આંદ્રે બોર્ગેસે શેર કરી છે.
યુઝર્સે કહ્યું- સારું છે કે સોશિયલ મીડિયાથી દૂર રાખી
રેપની ધમકી મળ્યા પછી યુઝર્સે કોહલીને સપોર્ટ કર્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે જે રીતે કેટલાક હલકા લોકો અગાઉથી જ વામિકાને ટ્રોલ કરી રહ્યા છે તેઓ આપણા દેશનો સ્તર દર્શાવે છે, એ સારું છે કે વિરાટ-અનુષ્કાએ તેને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો.
એક અન્ય યુઝરે લખ્યું કે-પાકિસ્તાનમાં કોઈએ આપી છે ધમકી... હિન્દુ ક્યારેય પણ શારીરિક નુકસાનમાં વિશ્વાસ રાખતા નથી. આ ઈસાઈ અને મુસ્લિમ સંસ્કૃતિ એટલે કે અબ્રાહ્મિક સંસ્કૃતિનો હિસ્સો છે... પાકિસ્તાનનો ઝંડો લહેરાવનારા અને આપના દ્વારા સમર્થિત આ ટ્વીટના પ્રવર્તક વિશે નીચે પુરાવા છે.
ધોનીની પુત્રીને પણ મળી હતી ધમકી
આ પ્રથમ બનાવ નથી, જેમાં ટ્રોલર્સે ક્રિકેટર્સના પરિવારને નિશાન બનાવ્યો હોય. IPLમાં ફેલ થવા પર ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની 5 વર્ષની પુત્રી જીવા સાથે રેપની ધમકી આપી હતી. ત્યારે એક્ટ્રેસ નગમાએ આ વાતની નિંદા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે આ દેશમાં શું થઈ રહ્યું છે?
ધોનીની પુત્રી સાથે દુષ્કર્મ કરવાના મામલે કચ્છથી એક કિશોરની ધરપકડ કરાઈ હતી. આરોપી 16 વર્ષનો અને ધો.11નો સ્ટુડન્ટ હતો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પકડાયા પહેલાં જ આરોપીએ વિવાદાસ્પદ કોમેન્ટ સોશિયલ મીડિયા પરથી ડિલિટ કરી દીધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.