તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 9 Lions Infected With Corona At Chennai Zoo, One Killed; The Current Number Of Savas In The Zoo Is 13

સાવજ પણ સંક્રમિત:ચેન્નાઈના ઝૂમાં 9 સિંહ કોરોનાથી સંક્રમિત, એકનું મોત; ઝૂમાં હાલ સાવજની સંખ્યા 13

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને કારણે એક નર સિંહનું મોત થયું છે. - Divya Bhaskar
કોરોનાને કારણે એક નર સિંહનું મોત થયું છે.
  • હૈદરાબાદ ઝૂના સિંહ પણ થોડો સમય પહેલાં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
  • ચેન્નાઈના ઝૂમાં હાલ સિંહની સંખ્યા 13 છે જેમાંથી છ નર જ્યારે સાત માદા છે.

કોરોનાની કાળમુખી લહેરને પગલે અનેક લોકોના સ્વજનોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે આ કોરોના પ્રાણીઓને પણ પોતાનો ભોગ બનાવી રહ્યો છે. ચેન્નાઈના વેન્ડાલુર ઝૂમાં એક સિંહનું કોરોના વાયરસથી મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે. તો ઝૂમાં રહેલા વધુ 9 જેટલાં સિંહના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

ઝૂમાં રાખવામાં આવેલા સિંહના સેમ્પલ કલેક્ટ કરી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસિઝને મોકલવામાં આવ્યા હતા. જેઓએ આ સિંહ કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે.

ઝૂમાં હાલ 13 સિંહ
તામિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક કર્મચારીએ જણાવ્યું કે, ઝૂમાં રાખવામાં આવેલા સિંહમાંથી એકની તબિયત બગડી હતી, જે બાદ ઝૂના મેનેજરે આ સિંહ કોરોનાથી સંક્રમિત થયો હશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. ઝૂના મેનેજરની શંકાના આધારે તાત્કાલિક તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ઈન્સ્ટીટ્યૂટને મોકલી અપાયા હતા. જ્યાં આ સિંહ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. કોરોનાને કારણે એક નર સિંહનું મોત થયું છે. ચેન્નાઈના ઝૂમાં હાલ સિંહની સંખ્યા 13 છે જેમાંથી છ નર જ્યારે સાત માદા છે. ઝુમાં હાલ એક પણ સિંહબાળ નથી.

ઝૂમાં રહેલા સિંહ કઈ રીતે સંક્રમિત થયા તે તપાસનો વિષય
કોરોનાના લક્ષણ સિંહમાં પણ જોવા મળતા તાત્કાલિક અસરના ધોરણે રાજ્ય સરકારે ઝૂને બંધ રાખવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ઝૂમાંથી વાયરસ અન્યત્ર ન ફેલાય તે માટે પણ વિશેષ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. ઝૂના અધિકારીઓનું કહેવું છે કે ઝૂમાં રહેલા સિંહ કઈ રીતે સંક્રમિત થયા છે તે એક તપાસનો વિષય છે.

હૈદરાબાદ ઝૂમાં પણ સિંહ કોરોનાગ્રસ્ત થયા હતા
વેન્ડાલુર ઝૂના અધિકારીઓએ કોરોનાગ્રસ્ત સિંહની સારવાર માટે હૈદરાબાદના ઝૂનો સંપર્ક સાધ્યો છે. હૈદરાબાદ ઝૂના સિંહ પણ થોડો સમય પહેલાં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત વધુ સિંહ મહામારીનો ભોગ ન બને અને તેઓ કોરોનામાંથી મુક્ત થાય તે માટે ઝૂના અધિકારીઓ દ્વારા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ સિક્યોરિટી એનિમલ ડિસિઝનું પણ માર્ગદર્શન મેળવી રહ્યાં છે.