‘આત્મનિર્ભર’ ભારત:આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા 9 દેશ ઇચ્છુક, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
રાજનાથ સિંહની તસવીર - Divya Bhaskar
રાજનાથ સિંહની તસવીર

ભારત હવે તેની આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરશે. કેન્દ્રીય કેબિનેટે તે અંગેના પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ડીઆરડીઓએ વિકસાવી છે. કેબિનેટનો આ નિર્ણય આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે, કેમ કે આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પૂર્વ એશિયા અને આફ્રિકાના 9 દેશે ઇચ્છા વ્યક્ત કરી છે.

આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરવાનો નિર્ણય
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતાં કહ્યું કે આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત દેશ સંરક્ષણ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી રહ્યો છે, મિસાઇલ બનાવવાની ક્ષમતા પણ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરવાનો નિર્ણય લેવાયો. આકાશ મિસાઇલના જે વર્ઝનની નિકાસ કરાશે તે ભારતીય સૈન્યના કાફલામાં સામેલ મિસાઇલથી અલગ હશે. સરકારે વર્ષ 2025 સુધીમાં 35 હજાર કરોડ રૂ.ના સંરક્ષણ ઉપકરણોની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...