તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ભગવાન જ છે:ગ્વાલિયરમાં કોવિડ સેન્ટરમાં આગ લાગી, 2 મહિલા ડોક્ટરે PPE કીટ પહેર્યા વગર તમામ 9 દર્દીને બચાવી લીધા

ગ્વાલિયર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડોક્ટર નીલિમા સિંહ (આગળ) અને ડો. નીલિમા ટંડને વિચાર્યું કે PPE પહેરીશું તો સમય લાગી જશે, આથી PPE વગરજ દોડી ગઈ અને દર્દીઓને બચાવી લીધા.

ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ કેર સેન્ટરના ICUમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. આ હોસ્પિટલમાં 9 દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બહાદૂરીથી તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. બપોરે 2 વાગ્યે આગની સૂચના મળતા જ બે મહિલા ડોક્ટર તાત્કાલિક વોર્ડમાં પહોંચી ગયા હતા.

PPE કીટ પહેરવાનો સમય ન મળતા, PPE વગરજ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. સાથે બીજા ડોક્ટરો અને સ્ટાફને પણ બોલાવાયા. ત્યાં દાખલ 9 દર્દી પૈકી 2 દર્દી નજીવા પ્રમાણમાં દાઝી ગયા હતા. તમામ દર્દીને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે આગ પર નિયંત્રણ મેળવી લીધો છે. આ બન્ને ડોક્ટરના નામ છે ડોક્ટર નીલિમા સિંહ અને ડો. નીલિમા ટંડન છે.

ચોથા માળ પર ICUમાં આગ લાગી હતી
શોર્ટ સર્કિટને લીધે હોસ્પિટલના ચોથા માળ પર સ્થિતિ ICUમાં આગ લાગી હતી. આ અંગે જાણ થતા જ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની નોડલ ઓફિસર નીલિમા ટંડન અને નીલિમા સિંહ તાત્કાલિક ચોથા માળે પહોંચી ગયા હતા. PPE કિટની પરવાહ કર્યા વગર જ ક્ષણનો સમય બગાડ્યા વગર જ અન્ય સ્ટાફ તથા ડોક્ટરોને બોલાવી લીધા હતા અને દર્દીના બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા.

દર્દીનો જીવ બચાવનાર ડોક્ટરે કહ્યું- બસ એક જ વાત વિચારતા હતા કે ક્યાંક વિલંબ ન થાયઃ
ડોક્ટર નીલિમા સિંહે કહ્યું કે અવાજ સંભળાતા જ અમે લોકો ચોથા માળે પહોંચી ગયા હતા. ચોતરફ ધૂમાડો હતો. અમે સૌને સાવચેત કરી દીધા હતા અને સૌથી પહેલા દર્દીઓને વોર્ડમાંથી બહાર કાઢ્યા હતા. અમે એક જ વાતનો વિચાર કર્યો હતો કે અમારાથી ક્યાંક વિલંબ ન થઈ જાય.

તમામ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે
આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે. આગ લાગવાને લીધે ICUમાં ધૂમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ICUમાં દાખલ તમામ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. દર્દીના પરિવાર સુરક્ષાને લઈ મુશ્કેલી ધરાવે છે.

દર્દીઓના જીવ બચાવનાર ડોક્ટરે કહ્યું કે અમે એજ વિચારતા હતા કે વાર ન લાગી જાય
ડોક્ટર નીલિમા સિંહે કહ્યું હતું કે બૂમો સાંભળીને અમે ચોથા માળે પહોંચ્યા હતા. બધી બાજુએ ધુમાડો હતો. અમે બધાને એલર્ટ કર્યા અને દર્દીઓને બહાર નિકાળવાના કામમાં લાગી ગયા. અમે એ વિચારતા હતા કે બચાવવામાં વાર ન લાગી જાય. અમે વિચાર્યું કે PPE પહેરીશું તો સમય લાગી જશે, આથી PPE વગરજ બચાવ કામગીરી કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો