• Gujarati News
  • National
  • 89.6% Of Young People Value Relationships Instead Of Money, Wanting To Be With Themselves; Priority To Health, Home And Food: Survey

ભાસ્કર વિશેષ:નાણાંના બદલે સંબંધોને મહત્ત્વ આપી રહ્યાં છે 89.6% યુવા, પોતાની સાથે રહેવા માગે છે; આરોગ્ય, ઘર અને ખાણીપીણીને પ્રાથમિકતાઃ સરવે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ્પિરેશન ઇન્ડેક્સ 2021: યુવાનો માટે પરિવારથી નજીકના અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી

રોગચાળાની અસર ભારતીય યુવાઓની આકાંક્ષા અને પ્રાથમિકતા પર પણ પડી છે. હવે તેઓ નાણાંના બદલે સંબંધો અને લાંબો સમય સુધી ચાલે તેવી દોસ્તીને મહત્ત્વ આપવા લાગ્યા છે. એક તાજા સરવે મુજબ 89.6% લોકોએ સંબંધોને મહત્ત્વ આપ્યું હતું. આરોગ્ય બીજા ક્રમે છે અને 88.5% લોકોએ તેને ટોચની પ્રાથમિકતા ગણાવી છે. બેન્ક બજાર ડોટ કોમના એસ્પિરેશન ઇન્ડેક્સ (આકાંક્ષા સૂચક આંક-2021ના પરિણામ પરથી આ માહિતી મળી છે. બેન્ક બજારે ભાસ્કર જૂથ સાથે આ પરિણામની ચર્ચા કરી હતી.

સરવે મુજબ સંબંધો અંગે અગ્રણી યુવાનોનું મુખ્ય લક્ષ્ય બાળકોના શિક્ષણ માટે પૈસા બચાવવા અને રોકાણ કરવાનું છે. પરિવારની નજીક પણ તેઓ રહેવા માગે છે. તો ઘર હવે ત્રીજું મહત્ત્વપૂર્ણ લક્ષ્ય (88.2%) બન્યું છે. ચોથા ક્રમે (82.9%) પ્રસિદ્ધિની ઇચ્છા અને પાંચમાં ક્રમે (80.5%) વ્યક્તિગત વૃદ્ધિ છે. દેશના 6 મેટ્રો તથા 20થી વધુ ટિયર-2 શહેરોમાં 22-45 વર્ષના 1700થી વધુ નોકરિયાત અને ડિજિટલ સમજતા પુરુષો અને મહિલાઓ પર કરાયેલા સરવે પરથી આ ઇન્ડેક્સ તૈયાર કરાયો છે.

તે મુજબ 82% નોકરિયાત પુરુષો અને મહિલાઓ પર રોગચાળાની નકારાત્મક અસર પડી છે. તેમાંથી બહાર આવવા તેમને છ મહિનાથી 2 વર્ષનો સમય લાગશે. મેટ્રોમાં રહેલા (81%)ની તુલનાએ નોન મેટ્રોવાળા (85%) વધુ પ્રભાવિત થયા છે. સારવાર પાછળ ખર્ચ (43%), બચત અને રોકાણમાં ઘટાડો (42%) અને પગાર કપાત (33%) તંગદિલીના મુખ્ય કારણ છે. યુવા હવે માનસિક આરોગ્યને પણ મહત્ત્વપૂર્ણ માને છે. 39%એ માન્યું કે તેઓ ટૂંકમાં જ કાઉન્સિલિંગ પાસે જશે.

સારી વાત એ છે કે રોગચાળાથી થયેલા નુકસાન છતાં આગામી વર્ષ અંગે તેઓ હકારાત્મક છે. તેઓ ઘર ખરીદવા માગે છે, ટ્રાવેલ અને પોતાના બિઝનેસ જેવાં લક્ષ્યો પૂરા કરવાની યોજના બનાવે છે. બેન્ક બજારના કોફાઉન્ડર અને સીઈઓ આદિલ શેટ્ટી કહે છે કે રોગચાળાની યુવાનો પર અસર થઈ છે.

યુવાનોની આકાંક્ષા માટે પુરુષો કરતા મહિલાઓ સારું કામ કરે છેઃ ઇન્ડેક્સ
એસ્પિરેશન ઇન્ડેક્સ મુજબ મહિલાઓ પોતાની આકાંક્ષા માટે પુરુષો કરતા સારું કામ કરે છે. જો કે તેમણે પુરુષોની તુલનામાં ઓચો કપરો સમય વિતાવ્યો છે. મહિલા આરોગ્ય અંગે પણ વધુ ચિંતિત દેખાય છે પરંતુ તેની સાથે જ પૈસાને પણ મહત્ત્વ આપે છે. આશ્ચર્યની વાત એ છે કે પોતાની જૂની પેઢી અને સમકક્ષ પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મહત્ત્વકાંક્ષી છે. પણ આરોગ્યપ્રદ ખાણીપીણી અને ફિટનેસ અંગે પુરુષો તથા મહિલાઓનું ધ્યાન સમાન છે. સામાજિક અને વ્યાવસાયિક સફળતાને પણ બંને બરાબર મહત્ત્વ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...