તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 89,000 Cases Came Up In The Last 24 Hours, 9,000 Less Than The First Peak; 713 Deaths In A Single Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં 92 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા, આ પૈકી મહારાષ્ટ્રમાંથી 49,447 કેસ આવ્યા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.24 કરોડથી વધારે લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા
  • તમામ રાજ્યોને કોરોનાની ગાઇડલાઇન્સનું કડક પાલન કરવા સૂચના

દેશમાં કોરોના સંક્રમણથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં, 90 હજારથી વધારે નવા દર્દી મળ્યા છે અને મૃત્યુ આંક 500થી વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 92,943 નવા દર્દી મળ્યા છે.. એની તુલનામાં ફક્ત 60,044 દર્દી સાજા થયા છે, જ્યારે આ મહામારીને કારણે 514 લોકો મૃત્યુ પામ્યા છે.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 6.55 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 49 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં અત્યારસુધી સૌથી વધુ 49,447 પોઝિટિવ મળી આવ્યા હતા. કોરોનાનાં વધતાં જોખમને ધ્યાનમાં લેતાં પુણેમાં આજથી એક સપ્તાહનું મિની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. શોપિંગ મોલ, સિનેમા હૉલ, રેસ્ટોરાં, ખાણી-પીણીની દુકાનો વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલિવરીની જ મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલ-કોલેજને 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.

MPમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં પરિસ્થિતી વધુ ખરાબ
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણની ગતિ 10.5% પહોંચી ગઈ છે. MPના ચાર મોટા શહેરો ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની પરિસ્થિતી વધુ ખરાબ છે. અહીં સન્ડે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઈન્દોરમાં સૌથી વધુ 708 અને ભોપાલમાં 520 કેસ સામે આવ્યા હતા. CM શિવરાજસિંહ ચૌણાહે પોતાના તમામ કાર્યક્ર્મ રદ્દ કરીને ઈમરજન્સી બેઠક બોલાવી છે. સાંજ સુધીમાં વધુ કડક નિર્ણય લેવામાં આવી શકે છે. શુક્રવારે જબલપુરમાં પણ 200થી વધુ દર્દી મળ્યા હતા, જે 18 સપ્ટેમ્બર 2020 બાદ સૌથી વધુ છે. તો આ તરફ ગ્વાલિયરમાં પણ 120 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા.

રાજસ્થાનમાં કુલ કેસના 70% એક્ટિવ કેસ 8 શહેરોમાં
રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. રાજયમાં છેલ્લા એક મહીનામાં એક્ટિવ કેસ વધીને 10 ગણાં થઈ ગયા છે. 1 માર્ચે અહીં 1,304 દર્દીની સારવાર ચાલી રહી હતી. 2 એપ્રિલે આ આંક વધીને 10,484 થઈ ગયો હતો. તેનાથી પણ ગંભીર વાત તે છે કે છેલ્લા 30 દિવસમાં કોરોના સંક્રમણની ઝડપ 14 ગણી થઈ છે. 2 માર્ચે 102 કેસ નોંધાયા હતા, જ્યારે 2 એપ્રિલે આ આંકડો 1400ને પાર થઈ ગયો. જયપુર, જોધપુર, કોટા, ડુંગરપુર અને ઉદયપુરમાં દરરોજ 100થી વધુ લોકો પોઝિટિવ સામે આવી રહ્યા છે. જયપુર, જોધપુર, અજમેર, કોટા, ઉદયપુર, ડુંગરપુર અને ભિલવાડામાં એક્ટિવ કેસ ઝડપી વધી રહ્યા છે. સમગ્ર રાજયમાં કુલ કેસના 70% એક્ટિવ કેસ આ જ 8 શહેરોમાં છે.

છત્તીસગઢના રાજનાંદગામમાં રવિવારથી લોકડાઉનની જાહેરાત
છત્તીસગઢમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપી બની રહ્યું છે. શુક્રવારે અહીં 4,174 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે 33 લોકોના મૃત્યુ થયાની જાણકારી આપી હતી. તેમાંથી 18 લોકોના મોત 1 એપ્રિલે થયા હતા. રાજયમાં હજી પણ 31,858 દર્દીઓ સારવાર હેઠળ છે. રવિવારથી રાજનાંદગામમાં આગામી આદેશ સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાં અપડેટ્સ ...

  • વધતા કોરોના કેસ બાદ પણ હાલમાં દિલ્હીમાં લોકડાઉન લાગુ નહીં કરવામાં આવે. જો આવી સ્થિતિ ઊભી થાય તો પહેલા દિલ્હીની જનતાની સલાહ લેવામાં આવશે. આ વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કોવિડ-19 પર બોલાવાયેલી બેઠકમાં જણાવી હતી. તેમણે માહિતી આપી કે દિલ્હીમાં કોરોનાવાયરસની ચોથી લહેર ચાલી રહી છે.
  • CM કેજરીવાલે કહ્યું હતું કે હાલમાં કોરોનાવાયરસ પહેલાં કરતાં વધારે જોખમી નથી. દિલ્હીમાં મૃત્યુઆંક અને આઈસીયુમાં આવતા દર્દીઓની સંખ્યા પહેલાં કરતાં ઓછી થઈ છે.
  • શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી પ્રિયંકાએ તેમનો આસામ પ્રવાસ રદ કરી દીધો હતો અને સુરક્ષાની દૃષ્ટિએ પોતે હોમ આઇસોલેટ થઇ ગયાં છે.
  • શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. એમાં તમામ રાજ્યોના આરોગ્ય સચિવો અને DGPએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ખાસ કરીને 11 રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જ્યાં કોરોનાના કેસો સૌથી વધુ આવી રહ્યા છે. કેબિનેટ સચિવે તમામ રાજ્યોને કોરોનાની ગાઈડલાઇન્સનું કડક પાલન કરવા સૂચના આપી છે.

6 મુખ્ય રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
શુક્રવારે અહીં 47,913 નવા દર્દીઓ મળ્યા હતા. 24,126 દર્દી સાજા થયા અને 481 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 29.04 લાખ લોકોને સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. એમાંથી 24.57 લાખ લોકો સાજા થયા, જ્યારે 55,379 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 90.લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ
શુક્રવારે અહીં 2,873 નવા દર્દી મળ્યા હતા. 2,002 સાજા થયા હતા, જ્યારે 57 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.45 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.13 લાખ સાજા થયા છે, જ્યારે 6,983 લોકોનાં મોત થયાં છે. હાલમાં 25,458 લોકો સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
શુક્રવારે અહીં 3,594 નવા કેસ આવ્યા હતા. 2,084 દર્દી સાજા થયા અને 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં આ મહામારીથી 6.68 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, 6.45 લાખ લોકો સાજા થયા અને 11,050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 11,994 લોકોની સારવાર ચાલી રહી છે.

4. મધ્યપ્રદેશ
શુક્રવારે, 2,777 નવા દર્દી મળી આવ્યા. 1,482 લોકો સાજા થયા, જ્યારે 16 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, એમાંથી 2.77 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,014 લોકોનાં મૃત્યુ થયાં છે હાલમાં 19,336 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
શુક્રવારે અહીં 2,640 નવા કોરોના દર્દીઓ મળ્યા હતા. 2,066 દર્દી સાજા થયા, જ્યારે 11 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.12 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.94 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,539 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 13,559 લોકો સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
શુક્રવારે અહીં 1,422 નવા કેસ નોંધાયા હતા. 499 દર્દી સાજા થયા અને 2 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.36 લાખ દર્દી સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3.22 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 2,824 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 10,484 દર્દી સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો