તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 8,689 New Cases Were Reported In The Last 24 Hours, The Second Lowest This Month; About 5 Thousand Positive Cases Fell

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં 8,689 નવા કેસ નોંધાયા, આ મહીનામાં આ બીજો સૌથી ઓછો આંક; લગભગ 5 હજાર પોઝિટિવ કેસ ઘટ્યા

નવી દિલ્હી17 દિવસ પહેલા

દેશમાં કોરોનાના આંકડાએ ફરી એકવાર મોટી રાહત આપી છે. સોમવારે, 8,689 નવા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 13,575 દર્દીઓ સાજા થયા હતા અને 77દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 4,973નો ઘટાડો થયો છે. આ મહિનામાં નવા દર્દીઓની સંખ્યામાં આ બીજો સૌથી ઓછો આંકડો છે. આ પહેલા 1 ફેબ્રુઆરીએ 8,579 નવા દર્દીઓ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 1.08 કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 1.03 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.55 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે1.41 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

 • વેક્સિનેશનની ગતિ લક્ષ્યાંકિત ન હોવા છતાં ભારત આ મામલે અન્ય દેશોથી આગળ નીકળી રહ્યું છે. દેશમાં 24 દિવસમાં 60 લાખ હેલ્થકેયર અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. અમેરિકને આ માટે 26 દિવસ અને બ્રિટનને 46 દિવસનો સમય લાગ્યો હતો. આરોગ્ય મંત્રાલય મુજબ 60.35 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 2.23 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
 • કેરળમાં સચિવાલયના 65 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે ગયા અઠવાડિયે કેન્ટિનની ચૂંટણીમાં 4200 કર્મચારીઓ દરબાર હોલમાં એકઠા થયા હતા.
 • દેશમાં કોરોનાથી થતાં મૃત્યુમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સતત ચોથા દિવસે 100 કરતા ઓછા લોકોના મૃત્યુ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 77 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રવિવારે 82, શનિવારે 71 અને શુક્રવારે 95 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

5 રાજયોની પરિસ્થિતી

1. દિલ્હી
અહીં સોમવારે 125 નવા દર્દીઓ નોંધાયા હતા. 138 દર્દીઓ સાજા થયા અને ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં 6.36 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.24 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,882 દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. 1096 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.

2. મધ્યપ્રદેશ
અહીં સોમવારે 193 નવા કેસ નોંધાયા છે. 190 દર્દીઓ સાજા થયા અને ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. અત્યાર સુધીમાં 2.56 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 2.50 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,823 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 2041 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
સોમવારે અહીં 232 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 450 દર્દીઓ સ્વસ્થ થયા અને એકનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં 2.63 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 2.57 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 4,396 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 2,160 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. રાજસ્થાન
સોમવારે અહીં 101 નવા કેસ નોંધાયા હતા. 93 દર્દીઓ સાજા થયા અને બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 3.18 લાખ લોકોને સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 3.14 લાખ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 2,774 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,470 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 2,216 નવા દર્દીઓ નોંધાયા હતા. 3424 દર્દીઓ સાજા થયા અને 15 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 20.46 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 19.58 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51325 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 34720 દર્દીઓ એવા જે જેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો