તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર:85 વર્ષના વૃદ્ધની નિર્દયતા, પત્નીને ઢોરની જેમ માર મારતાં પૌત્રએ વીડિયો બનાવી વાઇરલ કર્યો

5 દિવસ પહેલા

વૃદ્ધાને માર મારતો આ વીડિયો મહારાષ્ટ્રના થાણેનો છે. અહીં કલ્યાણ વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધ ગજાનને તેની પત્નીને ઢોરની જેમ માર માર્યો હતો. વૃદ્ધા રડતાં-રડતાં આજીજી કરતાં હતાં, છતાં ગજાનન તેમને લાફા અને પાણીની ડોલ મારતાં હતાં. ઘરમાં હાજર બે મહિલાઓ પણ ગજાનનને રોકતી નહોતી. આ વીડિયો ખુદ ગજાનનના પૌત્રએ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસે વૃદ્ધના પરિવારને વોર્નિંગ આપી છે. મહત્ત્વનું છે કે, ગજાનને તેમની પત્નીને પાણીની બાબતે માર માર્યો હતો. ગજાનનને બે પત્ની છે. જેમાંથી એક પત્નીની ઉંમર વધારે છે, જેને લીધે તેઓ વધારે કામ કરી શકતાં નથી.

અન્ય સમાચારો પણ છે...