• Gujarati News
  • National
  • 84 Years Old Brahmdev Mandal Vaccination 11 Times In Madhepura; Bihar Bhaskar Latest News

84 વર્ષના વૃદ્ધે 12 વખત વેક્સિન લીધી!:બિહારના વૃદ્ધે કહ્યું- વેક્સિનથી શરીરમાંથી ઘણાબધા રોગો ગાયબ થઈ ગયા; નંબર બદલી રજિસ્ટ્રેશન કરાવતા

16 દિવસ પહેલા
  • મુખ્ય સચિવે તપાસના આદેશ આપ્યા

દેશમાં ઘણી જગ્યા પર લોકોએ હજી વેક્સિન નથી લીધી. સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો છતાં અમુક લોકો હજી વેક્સિન લેતા ડરી રહ્યા છે, ત્યારે બિહારના મધેપુરામાં એક અનોખો તથા તપાસજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 84 વર્ષના વૃદ્ધ બ્રહ્મદેવ મંડળે 12 વખત કોરોના વેક્સિન લીધી હોવાનું સામે આવ્યું છે. તે વૃદ્ધનું કહેવું છે કે તેમને એનાથી ઘણો ફાયદો પણ થયો છે. શરીરમાં ઘણા-બધા રોગો હતા, જે વેક્સિન પછી ગાયબ થઈ ગયા છે. આવો કિસ્સો સામે આવતાં સિવિલ સર્જને કહ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. આ વૃદ્ધ વારંવાર વેક્સિન કેવી રીતે લઈ શકે છે એ તપાસનો વિષય છે.

12મી વખત પણ PHCમાં ડોઝ લેવા પહોંચ્યા હતા
વૃદ્ધે કહ્યું હતું કે 12મો ડોઝ મંગળવારે ચૌસા PHC (પબ્લિક હેલ્થ સેન્ટર)માં લીધો. તેમની વાત માનીએ તો 13 ફેબ્રુઆરી 2021થી અત્યારસુધી તેમણે 12 ડોઝ લીધા છે. 13 ફેબ્રુઆરીએ તેમણે પહેલો ડોઝ પુરૈની PHCમાં લગાવડાયો હતો, બીજો ડોઝ પણ 13 માર્ચે પુરૈની PHCમાં જ લીધો હતો. ત્રીજો ડોઝ 19 મેએ ઔરાય સ્વાસ્થ્ય કેન્દ્રમાં લીધો હતો.

મોટા ભાગના ડોઝ વેક્સિનેશન કેમ્પમાં જઈને લીધા
ચોથો ડોઝ 16 જૂને ભૂપેન્દ્ર ભગતના કોટા ખાતેના કેમ્પમાં લગાવવામાં આવ્યો હતો. 24મી જુલાઇના પુરૈની મોટી હોટ સ્કૂલ ખાતે કેમ્પમાં પાંચમો ડોઝ લીધો હતો. 31મી ઓગસ્ટે નાથબાબા સ્થાનક શિબિરમાં છઠ્ઠો, મોટી હાટ શાળામાં 11મી સપ્ટેમ્બરે સાતમો, મોટી હાટ શાળામાં 22મી સપ્ટેમ્બરે આઠમી વખત. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરે હેલ્થ સબ સેન્ટર કલાસણમાં જઈને નવમો ડોઝ લેવામાં આવ્યો હતો.

મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો
ખાગરિયા જિલ્લાના પરબત્તા ખાતે 10મો ડોઝ લીધો હતો. એ જ સમયે ભાગલપુરના કહલગાંવમાં બ્રહ્મદેવ મંડળ દ્વારા 11મી વખત વેક્સિન લેવામાં આવી હતી. અહીં તેમણે બીજો મોબાઈલ નંબર આપ્યો છે. નામ ન આપવાની શરતે, આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓએ જણાવ્યું હતું કે ઑફલાઇન કેમ્પમાં લોકો આવું કરી શકે છે, કારણ કે કેમ્પમાં તેમનો આધાર નંબર અને મોબાઈલ નંબર લેવામાં આવે છે. બાદમાં એને કમ્પ્યુટરમાં ફીડ કરે છે. મેચ ન થવા પર રિજેક્ટ પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલીકવાર વેક્સિનેશન સેન્ટરમાં ફીડ, ડેટા અને રજિસ્ટરમાં ડેટાની વિસંગતતાઓ જોવા મળે છે.

ડાયરીમાં નોટ કરવામાં આવી છે તારીખો
મોબાઈલ નંબર બદલવાથી વ્યક્તિ ઘણી વખત વેક્સિન લઈ શકે છે. સીએસ ડો.અમરેન્દ્ર પ્રતાપ શાહીએ આ ઘટનાને અનોખી ગણાવી અને આ મામલાની તપાસ કરવા જણાવ્યું. તપાસ કરતાં બ્રહ્મદેવ મંડળનું સર્ટિફિકેટ 24/7/21ના રોજ જનરેટ થયું છે, જેમાં પ્રથમ તારીખ 13/4/21 લખેલી છે, જ્યારે તેમની યાદીમાં તારીખ 13/4નો કોઈ ઉલ્લેખ નથી. બ્રહ્મદેવ મંડળે યાદ રાખવા માટે તેમના દરેક ડોઝનાં સ્થળ, તારીખ અને સમય પણ નોંધીને રાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...