તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનકારીનું મોત:ભીમા કોરેગાંવ કેસમાં 8 મહિનાથી મુંબઈની જેલમાં બંધ સ્ટેન સ્વામીનું નિધન, હાઈકોર્ટને જણાવ્યો હતો મોતનો ડર

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • સ્ટેન સ્વામીનો તમિલનાડુના ત્રિચીમાં જન્મ થયો હતો,પાદરી તરીકે કામ શરૂ કરી આદિવાસી અધિકારોની લડાઈ લડવા લાગ્યા
  • અલ્ગાર પરિષદમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં સ્ટેન સ્વામીની ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી

ભીમા કોરેગાવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ એક્સિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામી (84)નું સોમવારે અવસાન થયું હતું. તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે રવિવારે અવસાન થયું હતું. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી (NIA)એ આરોપ લગાવ્યો હતો કે સ્ટેન નક્સલવાદીઓ સાથે લીંક ધરાવે છે અને ખાસ કરીને તે પ્રતિબંધિત માઓવાદી સંગઠનના સંપર્કમાં છે.

હાઈકોર્ટ સમક્ષ સ્ટેને કહ્યું હતું- જેલમાં સ્વાસ્થ્ય સુવિધા ખરાબ
સ્ટેને મુંબઈની તલોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખરાબ સ્વાસ્થ્ય સુવિધાનો શિકાર બન્યા હતા. સ્વાસ્થ્ય વધુ બગડ્યાં બાદ 28 મેના રોજ મુંબઈ હાઈકોર્ટે તેમને હોસ્પિટલ મોકલી દેવા માટે આદેશ આપ્યો હતો. હોલી ફેમિલી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવતી હતી. શનિવારે સ્ટેનના વકીલે હાઈકોર્ટે જણાવ્યું હતું કે તેમની તબિયત સતત બગડી રહી છે. આ અગાઉ મે મહિનામાં સ્ટેને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે જેલમાં તેમનું આરોગ્ય સતત બગડી રહ્યું છે. તેમણે વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

સ્ટેન ઉપરાંત તેમના અન્ય સાથીઓએ પણ કહ્યું હતું કે જેલમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ નથી. તેમણે કહ્યું હતું કે જેલ અધિકારી સતત સ્વાસ્થ્ય સુવિધાઓ, ટેસ્ટ, સફાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને નજર અંદાજ કરી રહ્યા છે.

NIAએ કર્યો હતો સ્ટેનના જામીનનો વિરોધ
ગયા મહિને NIAએ સ્ટેન સ્વામીના જામીનનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે તેમની તબિયત ખરાઈ થયાના કોઈ નક્કર પુરાવા નથી. તેઓ એક માઓવાદી છે અને તેમણે દેશમાં અસ્થિરતા માટે ષડયંત્ર રચ્યું હતુ. 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેની નજીક ભીમા કોરેગાંવમાં હિંસાની ઘટનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ હિંસામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. NIAએ કહ્યું હતું કે આ હિંસા અગાઉ અલગાર પરિષદની સભા યોજાઈ હતી. તે સમયે સ્ટેનની ધરપકડ કરવામાં આવી હતી.

5 દાયકા સુધી આદિવાસીઓ માટે કામ કર્યું
આદિવાસી અધિકારીઓ માટે લડનારા સ્ટેને આશરે 5 દાયકા સુધી ઝારખંડમાં કામ કર્યું હતું. તેમણે વિસ્થાપન, ભૂમિ અધિગ્રહણ જેવા મુદ્દાને લઈ સંઘર્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે નક્સલવાદીઓના નામથી 3000 લોકો જેલમાં મોકલવામાં આવ્યા. તેમના કેસ પેન્ડિંગ છે. સ્ટેન તેમના માટે હાઈકોર્ટમાં લડાઈ લડી રહ્યા હતા.

જન્મ તમિલનાડુમાં, કામ ઝારખંડમાં કર્યું
સ્ટેન સ્વામીનો 26 એપ્રિસ1937ના રોજ તમિલનાડુના ત્રિચીમાં જન્મ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા અને તેમા ગૃહિણી હતા. સોશિયોલોજીમાં MAના કર્યાં બાદ તેમને બેંગ્લુરુ સ્થિત ઈન્ડિયન સોશિયલ ઈન્સ્ટિટ્યુટમાં કામ કર્યું. ત્યારબાદ ઝારખંડ આવ્યા અને અહીં આદિવાસીઓ તથા વંચિતો માટે કામ શરૂ કર્યું. શરૂઆતી દિવસોમાં પાદરી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ આદિવાસી અધિકારોની લડાઈ લડવા લાગ્યા.

ભીમા કોરેગાંવમાં શું ઘટના બની હતી?
મહારાષ્ટ્રના પુણેના ભીમા કોરેગાંવમાં 1લી જાન્યુઆરી,2018ના રોજ દલીત સમુદાયના લોકોનો એક કાર્યક્રમ યોજાયો હતો. અલ્ગાર પરિષદે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે સમયે હિંસા થઈ હતી. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. દુકાનો-મકાનોમાં મોટાપાયે તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અલ્ગાર પરિષદના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં સ્ટેન સ્વામીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં NIAએ ધરપકડ કરવામાં આવી હતી.