તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 829 Candidates Selected In 2019 Exams, Pradipsinh Remains Top, Appointments Will Be Made In 4 Services Including IAS And IPS

UPSCનું પરિણામ જાહેર:2019ની પરીક્ષામાં 829 ઉમેદવારોની પસંદગી, પ્રદીપસિંહ ટોપ રહ્યા, IAS અને IPS સહીત 4 સર્વિસમાં એપોઇન્ટમેન્ટ થશે

2 મહિનો પહેલા
સિવિલ સર્વિસ માટે ગત વર્ષે લેખિત પરીક્ષા લેવાઈ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇન્ટરવ્યૂ શરુ થયા હતા. (ફાઈલ ફોટો)
  • જતિન કિશોર બીજા નંબરે અને પ્રતિભા વર્મા ત્રીજા નંબરે રહ્યા
  • જનરલના 304, ઇડબલ્યુએસના 78 ઉમેદવારોની પણ પસંદગી

યુપીએસસીએ સિવિલ પરીક્ષા 2019નાં પરિણામ જાહેર કરી દીધાં છે. હરિયાણાના પ્રદીપસિંહે સમગ્ર દેશમાં ટોપ કર્યુ હતું. બીજા સ્થાને જતિન કિશોર રહ્યો હતો. જોકે પ્રતિભા વર્મા ત્રીજા ક્રમે રહી હતી. આ રીતે યુપીના સુલતાનપુરની પ્રતિભા મહિલા ઉમેદવારોમાં ટોચના ક્રમે રહી હતી. યુપીએસસીમાં આ વખતે 829 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી.

તેમાં જનરલના 304, ઈકોનોમિકલી વીકર સેક્શન(ઈડબ્લ્યૂએસ)ના 78, ઓબીસીના 251, એસસીના 129 અને એસટીના 67 ઉમેદવારો સામેલ છે. ઈડબ્લ્યૂએસ ક્વૉટાને 2019ની પરીક્ષામાં પ્રથમ વખત સમાવાયો હતો. કુલ 829 સફળ ઉમેદવારોમાં 150 મહિલાઓ છે. ટોપ-10માં પ્રતિભા વર્મા ઉપરાંત વધુ બે મહિલા ઉમેદવાર વિશાખા યાદવ(6) અને સંજિતા મોહાપાત્રા(10) સામેલ છે. ટોપ-25ના લિસ્ટમાં 11 છોકરીઓ સામેલ છે.

2018ની પરીક્ષાની તુલનાએ 2019માં વધુ ઉમેદવારોની પસંદગી કરાઈ છે. ગત વર્ષે કુલ 759 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, તો ચાલુ વર્ષે 829 ઉમેદવારોની પસંદગી કરાઈ છે. છેલ્લાં 5 વર્ષની વાત કરીએ તો ગત 3 વર્ષમાં સતત પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 1000થી ઓછી રહી છે.

11 ઉમેદવારોનું રિઝલ્ટ અટકાવી દેવાયું
યુપીએસસીએ સિવિલ સર્વિસિઝ માટે સપ્ટેમ્બર 2019માં લેખિત પરીક્ષા યોજી હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે યોજાયેલા પર્સનલ ઈન્ટરવ્યૂ બાદ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરાયાં. 66 ઉમેદવારોની પ્રોવિઝનલી પસંદગી કરાઈ છે. જોકે 11નાં રિઝલ્ટ અટકાવાયાં હતાં. યુપીએસસી પરિસરમાં બનેલાં સુવિધા કાઉન્ટર પરથી ઉમેદવાર કોઈ પણ સૂચના/સ્પષ્ટીકરણ માટે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ત્યાં જઈને કે પછી 011- 23385271/23381125/ 23098543 પર સંપર્ક કરી શકે છે. પરિણામ યુપીએસસીની વેબસાઈટ www.upsc.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે.

રાહુલ મોદી પણ UPSCમાં પાસ, રેન્ક 420
યુપીએસસી-2019ની પરીક્ષામાં સફળતા મેળવનારા ઉમેદવારોમાં રાહુલ મોદી પણ સામેલ છે. અચરજ ન પામશો. ઉમેદવારનું નામ રાહુલ મોદી છે. તેને 420મો રેન્ક મળ્યો છે. નામ અને રેન્કને લીધે રાહુલ મોદી દિવસભર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા હતા.

પેટ્રોલપંપ પર કામ કરનારાના દીકરાએ સતત બીજી વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી
યુપીએસસીના મેરિટ લિસ્ટમાં 26મો રેન્ક મેળવનારા ઉમેદવારનું નામ પણ પ્રદીપસિંહ જ છે. તે ઈન્દોરના વતની છે. પ્રદીપ 2018માં પણ યુપીએસસીમાં સફળ થયા હતા પણ રેન્ક(93) ઓછો હોવાને લીધે તે આઈએએસ બની શક્યા નહોતા. 92મા રેન્ક સુધીનાને જ આઈએએસ મળ્યું હતું. તેની નિમણૂક ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ(આઈઆરએસ)માં થઈ હતી. તે હાલમાં આઈટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર પદે કામ કરતા હતા. રજા લઈને તેમણે ફરી તૈયારી કરી અને 2019માં ફરી પરીક્ષા આપીને 26મો રેન્ક મેળવી આઇએએસ બનવાનું સપનું પૂરું કર્યુ. મૂળ બિહારના વતની પ્રદીપના પિતા પેટ્રોલપંપ પર કામ કરે છે.

આ ચાર સર્વિસમાં પસંદગી

1.ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)

2.ઇન્ડિયન ફોરેન સર્વિસ(IFS )

3. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)

4. સેન્ટ્રલ સર્વિસીસ, ગ્રુપ એ અને બી

યુપીએસસીએ સિવિલ સર્વિસ માટે સપ્ટેમ્બર 2019માં લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે પર્સનલ ઇન્ટરવ્યૂ પછી ફાઇનલ પરિણામ જાહેર કર્યું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો