તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 82 Year Old Mulayam Singh Yadav Got The Corona Vaccine Administered At Medanta Hospital; Son Akhilesh Had Said – Cannot Trust BJP's Vaccine

નેતાજીનું વેક્સિનેશન:દિકરા વિરોધ છતાં 82 વર્ષના મુલાયમ સિંહે લીધી કોરોના વેક્સિન, સરકારે કહ્યું- હવે અખિલેશ માફી માંગે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુલાયમ સિંહ યાદવ ઘણાં સમયથી બીમાર છે - Divya Bhaskar
મુલાયમ સિંહ યાદવ ઘણાં સમયથી બીમાર છે
  • મુલાયમ સિંહ યાદવે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને સાંસદ મુલાયમ સિંહ યાદવે 82 વર્ષની ઉંમરે સોમવારે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં આજે કોરોના વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે. તેમનો ફોટો સોશિયલ મીડિયા પર આવતાં જ તેમના દિકરા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ટ્રોલ થવા લાગ્યા છે. અખિલેશ યાદવે 2 જાન્યુઆરીએ જ્યારે ભારતમાં વેક્સિનેશન શરૂ થવાની જાહેરાત થઈ હતી ત્યારે તે વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બીજેપીની વેક્સિન છે. તેના પર વિશ્વાસ ના કરી શકાય. તેથી હું અત્યારે વેક્સિન નહીં લઉ. અમારી સરકાર બનશે તો દરેકને ફ્રીમાં વેક્સિન મળશે.

ઘણાં સમયથી બીમાર છે મુલાયમ સિંહ
મુલાયમ સિંહ ઘણાં સમયથી બીમાર છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમની તબિયત ખરાબ થતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં તેમને યુરિન ઈન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછીથી ડોક્ટર્સ સતત તેમની તબિયત ઉપર નજર રાખી રહ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, અત્યારે તેમની તબિયતમાં સુધારો છે.

યુપીના ડેપ્યૂટી સીએમએ અખિલેશ પર કર્યા પ્રહાર
મુલાયમ સિંહ યાદવે વેક્સિન લેતા યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ વેક્સિન લેતા સમયની તસવીર ટ્વિટ કરીને અખિલેશ યાદવ સામે પ્રહાર કર્યા છે. કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કરીને સ્વદેશી વેક્સિન લેવા માટે મુલાયમ સિંહનો આભાર માન્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, તમે વેક્સિન લીધી તે એ વાતની ગેરંટી છે કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ તરફથી વેક્સિન વિશે અફવા ફેલાવામાં આવી હતી. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, આ માટે અખિલેશે માફી માંગવી જોઈએ.

બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પણ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, મુલાયમ સિંહે વેક્સિન લઈને એક સારો મેસેજ આપ્યો છે. સ્વતંત્રદેવ સિંહે આશા વ્યક્ત કરી છે કે, સમાજવાદીપાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કાર્યકર્તાએ પણ પોતાના સંરક્ષક પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા અખિલેશ
નેતાજીની વેક્સિન લેતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અખિલેશ યાદવ ટ્રોલ થવા લાગ્યા છે. યુઝર્સે અખિલેશ યાદવનો ફોટો ટેગ કરીને પૂછ્યું છે કે, શું તમારી સરકાર બની ગઈ છે? નેતાજીને સપા વાળી વેક્સિન આપવામાં આવી છે? એક અન્ય યુઝરે અખિલેશ યાદવને ટેગ કરીને લખ્યું છે કે, પિતાજી પણ તમારા પર વિશ્વાસ નથી કરતાં. તેથી તેમણે મોદી સરકારની વેક્સિન લઈ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...