તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 81,398 New Patients Were Found In 24 Hours, The Highest In The Last 6 Months; More Than 450 Deaths For The Second Day In A Row

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં લોકડાઉનનો હાલ કોઈ વિચાર નથી, જો તેની જરૂર પડશે તો પહેલા લોકોની સલાહ લઈશું

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે
  • રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી આઇસોલેશનમાં, તમામ ચૂંટણી સભાઓ રદ કરવામાં આવી

કોરોના કેસ વધવા છતાં દિલ્હીમાં લોકડાઉન લગાવાશે નહીં. જો લોકડાઉન લગાવવાની સ્થિતિ ઊભી થશે તો પહેલા લોકોની સલાહ લેવામાં આવશે. આ વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કોવિડ-19ને લઈને બોલાવેલી બેઠકમાં કહી. તેઓએ કહ્યું કે દિલ્હીમાં કોરોના વાઈરસની ચોથી લહેર ચાલી રહી છે.

પુણેમાં કાલથી 7 દિવસનું મિની લોકડાઉન, લગ્ન અને અંતિમ સંસ્કારને બાદ કરતા તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રોક​​​​​​​
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘણી જ ઝડપથી વધી રહ્યાં છે. જેને પગલે સરકારે કડક પગલાંઓ ભરવાના શરૂ કરી દિધા છે. આ કડીમાં પુણેમાં આગામી 7 દિવસ સુધી લગ્ન અને અંતિમ સંસ્કારને બાદ કરતાં તમામ સાર્વજનિક કાર્યક્રમો પણ રોક લગાવી દેવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી હશે. આ આદેશ શનિવારથી પ્રભાવી બનશે.

પુણેમાં મિની લોકડાઉન દરમિયાન ગાઈડલાઈન

  • બાર, રેસ્ટોરન્ટ, હોટલ બંધ રહેશે, માત્ર હોમ ડિલીવરીને મંજૂરી.
  • PMPMLની બસ સેવા બંધ રહેશે.
  • સાંજે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
  • આગામી શુક્રવારે ફરી એક વખત સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

RTPCR ટેસ્ટમાં કોરોના પકડાતો નથી
રાજસ્થાનમાં કોરોના સુપર એક્ટિવ બની રહ્યો છે. 10 દિવસમાં સંક્રમણના કેસ ત્રણ ગણા વધી ગયા છે. પ્રદેશમાં ગુરૂવારે 1350 સંક્રમિત દર્દીઓ મળ્યા. 10 દિવસ પહેલાં એટલે કે 23 માર્ચે 480 કેસ મળ્યા હતા. આ બીજી લહેરમાં ચિંતાજનક વાત એ છે કે RTPCR ટેસ્ટમાં કોરોના વાયરસ પકડાતો નથી. RTPCR રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. જ્યારે તેમનો સીટી સ્કેન થાય છે ત્યારે લંગ્સમાં ઈન્ફેક્શન સામે આવે છે એટલે કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે.

રાજ્યમાં લગભગ 80 ટકા કેસ એ-સિમ્પ્ટોમેટિક છે, એટલે કે અનેક લોકોમાં સામાન્ય શરદી, ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન, હાથ-પગ અને શરીરમાં દુખાવાના લક્ષણ જોવા મળી રહ્યાં છે, પરંતુ જ્યારે તેઓ RTPCR ટેસ્ટ કરાવે છે તો તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે. એક્સપર્ટ કહે છે કે કોઈ એ-સિમ્પ્ટોમેટિક 20 લોકોના સંપર્કમાં આવે છે તો નિશ્ચિત છે કે તે 10 લોકોને સંક્રમિત કરે છે. તેનાથી સંક્રમણને ફેલાવવાનો ખતરો સૌથી વધુ છે.

હાલ 10 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, પ્રતિબંધો હજુ વધશે
રાજસ્થાન સરકારે 10 શહેરોમાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવી દિધો છે. આ શહેરોમાં જોધપુર, અજમેર, ભીલવાડા, આબુરોડ, ઉદયપુર, જયપુર, કોટા, ચિતૌડગઢ, સાગવાડા અને કુશલગઢ છે. 21 માર્ચ પહેલાં 8 શહેરોમાં રાત્રે 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લગાવાયો હતો, જે બાદ કેસ વધતા 10 શહેરોમાં તેને લાગુ કરાયું.

રોબર્ટ વાડ્રાને કોરોના પોઝિટિવ ​​​​
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ થયા છે. આ કારણે પ્રિયંકા ગાંધીએ પોતાનો આસામ પ્રવાસ રદ કર્યો છે. આ બાબતે પ્રિયંકાએ જણાવ્યું હતું કે 'હાલમાં જ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા બાદ મારે મારો આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ વધુમાં જણાવ્યુ છે કે 'ડોકટરોની સલાહ પર હું આગામી કેટલાક દિવસ સુધી આઇસોલેશનમાં રહીશ. આ માટે હું આપ સૌની માફી માગું છું, હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી-વાડ્રા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જવાનાં હતાં.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં
દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દી સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.

ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી. ત્યારે 81,785 કેસ આવ્યા હતા. મૃત્યુઆંક પણ 450ને પાર કરી ગયો. આના એક દિવસ પહેલાં 458 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.63 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે એક્ટિવ કેસ વધીને 6.10 લાખ થઈ ગયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક-વીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે વધુ સમય રાહ જોવી પડશે. ગુરુવારે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠકમાં ડોકટર રેડ્ડી પાસે વધુ ડેટાની માગ કરવામાં આવી હતી. ડો.રેડ્ડીઝે ભારતમાં તેની બે તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી ચૂક્યું છે. કંપની હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પર કામ કરી રહી છે.
  • અભિનેતા રણબીર કપૂર બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થઈ છે. માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, વિક્રાંત મેસી, મનોજ બાજપેયી, બપ્પી લહરી, તારા સુતરિયા બાદ બિગ બોસ ફેમ એક્ટ્રેસ મોનાલિસાનાં નામ કોરોના સંક્રમિત સેલિબ્રિટીમાં સામેલ થઈ ગયાં છે.
  • કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતાં રેલવેએ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને 2 એપ્રિલથી 2 મે સુધી રદ કરી દીધી છે.
  • દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે એપ્રિલમાં દરરોજ વેક્સિનેશન કરવા માટે સૂચના આપી છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે સરકારી રજાના દિવસે પણ સરકારી અને ખાનગી કેન્દ્રો પર લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

6 મુખ્ય રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર: નવા કેસનો આંક 40,000ને પાર
ગુરુવારે, 43,183 નવા દર્દી મળી આવ્યા. 32,641 દર્દી સાજા થયા અને 249 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 28.56 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 24.33 લાખ લોકો સાજા થયા, જ્યારે 54,898 લોકો મૃત્યુ પામ્યા. હાલમાં અહીં 3.66 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ : 6 દિવસ બાદ નવા કેસ 3000ને પાર
અહીં ગુરુવારે 3,161 નવા દર્દી મળી આવ્યા. 2,291 સાજા થયા, જ્યારે 58 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.42 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે, તેમાંથી 2.11 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,926 લોકોનાં મૃત્યુ થયાં છે, હાલમાં 24,644 લોકો સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત : એક્ટિવ કેસનો આંક 13,000ની નજીક
ગુરુવારે, 2,410 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા, 2,015 દર્દીઓ સાજા થયા, જ્યારે 9 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.88 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.92 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,528 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 12,996 લોકો સારવાર લઈ રહ્યા છે.

4. મધ્યપ્રદેશ: એક્ટિવ કેસ 18 હજારને પાર
ગુરુવારે અહીં 2,546 નવા દર્દી મળી આવ્યા હતા, 1,573 લોકો સાજા થયા, જ્યારે 12 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.98 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.76 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,998 મૃત્યુ પામ્યા છે. હાલમાં 18,057 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી: નવા કેસ 3,000ની નજીક છે
ગુરુવારે અહીં 2,790 નવા કેસ આવ્યા હતા. 1,121 દર્દી સાજા થયા અને 9 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6.65 લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.43 લાખ લોકો સાજા થયા છે અને 11,036 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 10,498 લોકોની સારવાર ચાલી રહી છે.

6. રાજસ્થાન: એક્ટિવ કેસના આંકડો 9,000ને પાર
ગુરુવારે અહીં 1,350 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, 446 દર્દી સાજા થયા અને 4 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.34 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3.22 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,822 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 9,563 દર્દી સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો