તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર્તા વરવર રાવ (81)ને જામીન આપ્યા છે. રાવને તેમની નાદુરસ્ત તબીયત હોવાના કારણે જમીન આપવામાં આવ્યા છે. સાથે ક કોર્ટે શરત રાખી છે કે આગામી 6 મહીના સુધી મુંબઈ માં જ રહેવું પડશે અને તપાસ મામલે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે. કોર્ટે તેમણે રૂ. 50000ના પર્સનલ બોન્ડ ભરવા માટે પણ જણાવ્યુ છે. ભીમા કોરેગાંવ હિંસા મામલે રાવની ઓગસ્ટ 2018માં પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી.
વરવર નવી મુંબઈની તલોજા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને મુંબઈની નાણાંવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તરફથી મેડિકલના કારણ પર જામીન અરજી કરવામાં આવી હતી.
જો કે, તબિયતમા સુધારા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તેમની આ અરજીને નામંજૂર કરવા બાબતે કોર્ટને કહ્યું હતુ. એજન્સીએ કહ્યું હતુબ કે તેમની (રાવ ની) હાલમાં સ્થિતિ સ્થિત છે. NIAની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને નાણાંવટી હોસ્પિટલમાંથી આ મહીનાના શરૂઆતમાં મળેલા રિપોર્ટ બાબતે યાદ કરાવ્યુ હતુ. રિપોર્ટ મુજબ, તેમની હાલત સ્થિર છે અને તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
રાવને લગતી 3 અરજી પર સુનાવણી
હાઇકોર્ટ રાવને લગતી ત્રણ અરજીઓની સુનાવણી કરી રહી હતી. એક અરજીમાં રાવને સંપૂર્ણ તબીબી રેકોર્ડ પ્રદાન કરવા વિનંતી કરવામાં આવી છે. બીજી રાવ દ્વારા તબીબી આધારો પર જામીન અરજી કરવામાં આવી હતી. ત્રીજે સ્થાને, રાવની પત્ની હેમલતાએ અરજી કરી હતી, જેમાં તબીબી સંભાળના અભાવને કારણે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.
રાવના વકીલે કોરોના સંક્રમણનો હવાલો આપ્યો હતો
વરવર રાવના વકીલ અને વરિષ્ઠ વક્તા આનંદ ગ્રોવરે દલીલ કરી હતી કે જેજે હોસ્પિટલ અથવા કોઈ અન્ય હોસ્પિટલમાં સંક્રમણની આશંકા છે અને બીમાર રાવને ત્યાં મોકલવા ન જોઈએ. ત્યાર બાદ હાઈકોર્ટે નાણાંવટી હોસ્પિટલને રાવના આરોગ્યની સ્થિતિને લઈને રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપ્યા હતા. રિપોર્ટ મળ્યા બાદ રાવને જમીન આપવામાં આવ્યા હતા.
આ મામલે થઈ છે રાવની ધરપકડ
મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેમાં થયેલ એલ્ગાર પરિષદના સમ્મેલનમાં કથિત ભડાકાઉ ભાષણ સાથે જોડાયેલો છે. પોલીસે દાવો કર્યો હતો કે બીજા જ દિવસે કોરેગાંવ યુદ્ધ સ્મારક નજીક હિંસા ભડકી હતી. પોલીસનો દાવો છે કે આ સમ્મેલન તે લોકો દ્વારા આયોજિત કરાયું હતુ, જેમનો કથિત રીતે નક્સલીઓ સાથે સંબંધ છે.
કોણ છે વરવર રાવ?
વરવર રાવ કવિ અને લેખક છે. ભીમા કોરેગાંવ હિંસા મામલામાં ઓગસ્ટ 2018માં પ્રથમ વખત તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાવ 1957થી કવિતાઓ લખી રહ્યા છે. તેમને ઈમરજન્સી દરમિયાન ઓકટોબર1973માં આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ (MISA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
1986માં રામનગર કાવતરાં કાંડ સહિત અનેક અલગ-અલગ મામલામાં તેમને એકઠી વધુ વખત ધરપકડ અને મુક્ત કરવામાં આવ્યા હતા. 2003માં તેમને કાવતરાં કાંડમાં મુક્ત કરવામાં આવ્યા અને 2005માં ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તેમને નક્સલીઓના સમર્થક માનવમાં આવે છે. રાવ પર નક્સલવાદમાં વધારો કરવાના આરોપ અનેક વખત લગાવવામાં આવી ચૂક્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.