તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 8 year old Girl From Bhopal Made A Sketch Before Her Death She Was Physically Abused; Questions Were Raised Against The Investigation.

MP પોલિસની નિષ્ફળતા:ભોપાલની 8 વર્ષની બાળકીએ મોત અગાઉ સ્કેચ તૈયાર કર્યો હતો- તેનું શારીરિક શોષણ થયેલુ;તપાસ સામે પ્રશ્નો સર્જાયા

ભોપાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાન્યુઆરી 2019માં ભોપાલની DPS સ્કૂલની એક બાળકીના મોતની ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી એઈમ્સે તેના અહેવાલમાં બાળકી સાથે શારીરિક શોષણ થયું હોવાની વાત કહી હતી. એઈમ્સે બાળકી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક સ્કેચનું એનાલિસિસ કર્યું છે અને તેના આધાર પર પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ એક અલગ પ્રકારની ઘટના છે. છેવટે શું થયું હતું....જાણો બાળકીના પિતાએ કહેલી આ સંપૂર્ણ વાતને-

મારી દિકરી આઠ વર્ષની હતી. તે DPSમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. 4 જાન્યુઆરી,2019ના રોજ બપોરે તે સ્કૂલ બસમાં પરત ફરી હતી. અવધપૂરી પાસે તે માતા સાથે સ્કૂટી પર બેસીને ઘરે આવી રહી હતી, ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પણ તેને બચાવી શકી ન હતી.ય હમીદિયામાં તેનું પોસ્ટમોર્ટમ થયું. મોત પાછળનું કારણ ઝેરીલો પદાર્થ ખાવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે વિશ્વાસ થતો ન હતો કે તેણે કોઈ ઝેરીલો પદાર્થ ખાધો હશે. મે પોલીસથી લઈ મુખ્યમંત્રી સુધી ન્યાય માટે વિનંતી કરી. પોલીસે કોઈ જ સહયોગ કર્યો નહીં. ત્યારબાદ રાષ્ટ્રીય બાળ આયોગમાં ફરિયાદ કરી. આયોગે પોલીસને અનેક મુદ્દા અંગે તપાસ કરવા માટે કહ્યું, પણ પોલીસે બે વર્ષ બાદ પણ કોઈ રિપોર્ટ આપ્યો નથી. આ સંજોગોમાં દિકરી દ્વારા તૈયાર કરવામાં આવેલી એક સ્કેચ પેઈન્ટીંગ મળી આવ્યું છે. આ કંઈક વિચિત્ર પ્રકારનું લાગતુ હતું. મે તેને બાળ આયોગને સોંપ્યું હતું. આયોગે તેને ગંભીરતાથી લીધું છે અને દિલ્હી AIIMSને સ્કેચનું વિશ્લેષણ કર્યું તો મોટો ખુલાસો થયો છે. આ સાથે જાણ થઈ કે મારી દિકરીનું શારીરિક શોષણ થયું છે. મે હવે હાઈકોર્ટમાં અરજી કરી સમગ્ર ઘટનાની CBI તપાસ કરવાની માગ કરી છે. (પીડિત બાળકીના પિતાએ ભાસ્કરને આપેલી માહિતી પ્રમાણે)

સ્કેચમાં શું છે?
સ્કેચમાં એક નાની બાળકી એક રૂમમાં પલંગ પર ઉંઘી રહી છે અને એક પરી આકાશમાં ઉડી રહી છે. રૂમની બારીમાંથી બે હાથ અંદર આવી રહ્યા છે અને રૂમમાં પાણીની બોટલ ખાલી રાખેલી છે. આ બોટલમાં આ હાથ કંઈક મિશ્રિત કરી રહ્યા છે. આ માટે પેઈટિંગમાં ડ્રોપ-ડ્રોપ દેખાય છે.​​​​​​​

પોલીસે સ્કૂલના ફૂટેજ અને ઝેર અંગેનો રિપોર્ટ મોકલ્યો નથી
રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનએ કહ્યું કે અમે સ્કેચની તપાસ માટે દિલ્હી AIIMS મોકલી હતી. જ્યાં સ્પષ્ટ થયું કે બાળકી સાથે યૌન શોષણની ઘટના બની છે. ઘટનામાં પોલીસની આ પ્રકારની બેદરકારી જાહેર થઈ છે.

આ બેદરકારી જાહેર થઈ છે

  • જેમની સામે ફરિયાદ થઈ હતી તેને જ તપાસ અધિકારી બનાવી દેવામાં આવ્યા. બે વર્ષ બાદ પણ પોલીસે રિપોર્ટ આયોગને સોપ્યો નથી.
  • PMમાં ઝેરી પૃષ્ટી થઈ તો પોલીસે તેને જૈવિક ઝેરનું નામ આપી દીધું
  • પોલીસે ઘરની તપાસ તો કરી, પણ શાળાના CCTV ફૂટેજ અને પેટમાં મળેલા ઝેર અંગેનો તપાસ રિપોર્ટ મોકલ્યો ન હતો.
  • તપાસના મુદ્દા કયા રહ્યા તે હજુ સુધી પોલીસ જણાવી શકી નથી. દિલ્હી એઈમ્સના એનાલિસિસને પણ તપાસમાં હજુ સુધી સામેલ કરવામાં આવી નથી.

પોસ્ટમોર્ટમનો વીડિયો માગ્યો તો ખાલી સીડી આપી
​​​​​​​
બાળકીના પિતાએ જણાવ્યું કે તેમને RTIથી પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમનું વીડિયોગ્રાફી માગ્યું તો ખાલી સીડી આપી દીધી. ફરી વખત વીડિયો માગવામાં આવ્યો તો પેનડ્રાઈવમાં વીડિયો આપ્યો, પણ તે અધૂરો હતો, ફક્ત પોસ્ટમોર્ટમ હાઉસના ગેટ સુધી લઈ જવામાં પૂરતો હતો.