• Gujarati News
  • National
  • 8 year old Girl Dies In Mohali After Being Bitten By A Snake, See Shocking CCTV Footage

પંજાબ:મોહાલીમાં 8 વર્ષની બાળકીને સાપે ડંખ મારતાં ગણતરીની મિનિટોમાં જ મોત થયું, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

7 મહિનો પહેલા

પંજાબના મોહાલીની એક શૉકિંગ ઘટના સામે આવી છે. એક બાળકી ઘરમાંથી બહાર નીકળી સ્વિચ ચાલુ કરવા ગઈ અને સંતાઈને બેસેલા સાપે ડંખ મારી દીધો. અહીં કાંબલી ગામમાં સાપે પગમાં ડંખ મારી દીધો. આ શૉકિંગ CCTV ફૂટેજ પંજાબના મોહાલીના છે. આપ જોઈ શકો છો કે, કેટલી ઝડપથી સાપ બાળકીને ડંખ મારી દે છે. આ સાથે જ ડરી ગયેલી બાળકી દોડીને ઘરમાં જતી રહે છે. બાળકીના પરિજનોને જાણ નહોતી કે, દીકરીને સાંપે ડંખ માર્યો છે. જો કે ઘરની બહાર લાગેલાં CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં સાપે ડંખ માર્યાની જાણ થઈ હતી. જો કે ડંખ માર્યાની ગણતરીની મિનિટોમાં જ બાળકીનું શરીર લીલુ થતું ગયું અને અડધો કલાકમાં તો બાળકીનું મોત પણ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...