મા તારો રૂડો શણગાર:મુંબઈના આર્ટિસ્ટની 8 તસવીર, જુઓ કઈ રીતે આપણી વચ્ચે જ હાજરાહજૂર છે દેવીરૂપે વૉરિયર્સ

મુંબઈ11 દિવસ પહેલા

તસવીર પણ બોલે છે. મુંબઈના આર્ટિસ્ટ ઉદય મોહિતે કંઈક આવું જ કરી દેખાડ્યું છે. તેમણે દેવીઓનાં તમામ રૂપને પોતાની તસવીરોમાં રજૂ કર્યાં છે. આ તસવીરોમાં નવરાત્રિ દરમિયાન માતાજીના નવલા રૂપની ઝલક જોવા મળે છે.

કોરોનાકાળમાં આપણી વચ્ચે જુદી જુદી સેવામાં કાર્યરત મહિલાઓ દેવી બનીને સામે આવી. કોઈએ ડોકટર બનીને જીવ બચાવ્યો તો કોઈએ પોલીસકર્મચારીના રૂપમાં લોકોની મદદ કરી. કોઈ ઘરની આજુબાજુ સફાઈ કરીને કોરોના વૉરિયર બની તો કોઈએ મુશ્કેલ સમયમાં ખેતી કરીને અન્નની ઊણપ ન થવા દીધી. કોઈ મહિલાએ એમ્બ્યુલન્સ ચલાવીને દર્દીઓને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડ્યા. મહાકાળીનું રૂપ લઈને વિરાંગનાએ સરહદ પર રક્ષા કરતી જોવા મળી તો પોતાના સ્વજનના મૃત્યુ પર કોઈને મુખાગ્નિ પણ આપી.

અમે ઉદયની એ તસવીર તમારી સામે રજૂ કરી રહ્યા છીએ... જુઓ નવરાત્રિમાં જુદાં જુદાં કાર્યો કરતી આપણી શક્તિઓ....

ઉદય મોહિતેના આ ફોટોઝને 'ઓફિશિયલ સોશિયલ સમોસા'ના ઈન્સ્ટાગ્રામ પેજ પર નવરાત્રિના સમયે પોસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં રહેતા એક્ટર ઉદયે આ ફોટોઝ થોડા સમય પહેલાં મહિલા કોરોના વૉરિયર્સના સન્માનમાં તૈયાર કર્યા હતા. ઉદયના પેજ પર https://instagram.com/indian_illustrator?utm_medium=copy_link પરથી જઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...