તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 8% Of New Patients Worldwide Met From Maharashtra Alone; Find Out What Is Open, What Is Closed And Who Will Be Fined During The 15 day Curfew

મહારાષ્ટ્રમાં કોરોના LIVE:સમગ્ર દુનિયાના 8% નવા દર્દી માત્ર મહારાષ્ટ્રમાંથી મળ્યા; જાણો 15 દિવસના કફર્યૂમાં શું ખુલ્લું, શું બંધ અને કોના પર લાગશે દંડ

મુંબઈ2 મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં બીજી વખત 60 હજારથી વધુ નવા સંક્રમિત દર્દીઓ મળ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 60,122 નવા કેસ સામે આવ્યાં છે. આ પહેલાં 11 માર્ચે 63,294 દર્દી નોંધાયા હતા. નવા દર્દીઓના મામલે મહારાષ્ટ્ર દુનિયામાં ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્રથી વધુ બ્રાઝીલમાં 80,157 અને અમેરિકા 77,720 દર્દી મળ્યાં છે. સમગ્ર દુનિયામાં 8.1% નવા દર્દી માત્ર મહારાષ્ટ્રમાં મળ્યા છે. સતત વધતા દર્દીઓની વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવો કફર્યૂ આજે રાત્રે 8 વાગ્યાથી લાગુ પડશે. 1લી મે સવારે 7 વાગ્યા સુધી યથાવત રહેનારા આ મહાકફર્યૂને બ્રેક ધ ચેન નામ આપવામાં આવ્યું છે.

કફર્યૂ દરમિયાન જરૂરી કામ વગર ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ. મુંબઈમાં સંક્રમણના વધતા ખતરાને જોતાં લોકોનું પલાયન શરૂ.
કફર્યૂ દરમિયાન જરૂરી કામ વગર ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ. મુંબઈમાં સંક્રમણના વધતા ખતરાને જોતાં લોકોનું પલાયન શરૂ.

લોકડાઉનમાં કોને અને ક્યાં સુધી છૂટ મળશે?

  • હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર, ક્લિનિક, વેક્સિનેશન સેન્ટર, મેડિકલ સ્ટોરને છૂટ મળશે.
  • દવા કંપનીઓ, મેડિકલ-સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલાં ઉપકરણ બનાવનારાઓને પણ છૂટ મળશે.
  • પશુ ચિકિત્સા, જાનવરોની સારસંભાળ કરનારા અને ખાવા-પીવાની વસ્તુઓ વેચનારાઓને છૂટ.
  • અનાજ, બેકરી, ફળ-શાકભાજી, દૂધની દુકાનોને છૂટ. કોલ્ડ સ્ટોરેજ-વેરહાઉસ સેવાઓ પણ યથાવત રહેશે.
  • પબ્લિક ટ્રાંસપોર્ટ, હવાઈ જહાજ, ટેક્સી, ઓટો રિક્ષા અને બસ ચાલતી રહેશે.
  • મોનસૂન સાથે જોડાયેલાં કામો કરનારાઓ, વિદેશી દૂતાવાસથી જોડાયેલી ઓફોસો, સ્થાનિક નિકાસ સાથે જોડાયેલી ઓફિસોને છૂટ રહેશે.
  • RBI સાથે જોડાયેલી સેવાઓ, બેંક, સેબી દ્વારા અધિકૃત તમામ બજાર,સ્ટોક એક્સચેન્જ ખુલ્લાં રહેશે.
  • માલવાહક વાહન, કૃષિ સાથે જોડાયેલી પ્રવૃતિઓ બંધ નહીં થાય.
  • આયાત-નિકાસ સાથે જોડાયેલાં કામ યથાવત રહેશે. ઇ-કોમર્સની મદદથી માત્ર જરૂરી વસ્તુઓની ડિલીવરી થશે.
  • મીડિયાકર્મી, પેટ્રોલ પંપ અને પેટ્રોલિયમથી જોડાયે્લા પ્રોડેક્શન યુનિટ્સને છૂટ મળશે.
  • તમામ કાર્ગો સેવાઓ, ડેટા સેન્ટર, આઈટી સેવાઓ અને તેની સાથે જોડાયેલી અન્ય સર્વિસ યથાવત રહેશે.
  • સરકારી અને ખાનગી સુરક્ષા એજન્સીઓ, એટીએમ અને પોસ્ટલ સેવાઓ પણ ચાલુ રહેશે.
  • પોર્ટ અને તેની સાથે જોડાયેલી પ્રવૃતિઓ, કસ્ટમ હાઉસ એજન્ટ, વેક્સિન સહિતની વસ્તુઓ સાથે જોડાયેલી ટ્રાંસપોર્ટ સર્વિસ નહીં બંધ થાય.
  • જે લોકોને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવી છે તેઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી અવરજવર કરી શકે છે.
  • ઘરેલુ નોકર, ડ્રાઈવર અને સહાયકોને છૂટ દેવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસન લઈ શકે છે.
  • ગાઇડલાઈન્સ ફોલો નહીં કરનારાઓને 500 રૂપિયા અને દુકાનદાર પર એક હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. બીજી વખત ઉલ્લંઘન કરવા પર દુકાન બંધ કરવી પડશે.

ફેરી અને સ્ટ્રીટ ફુડવાળા મીટે આ નિયમ

  • દુકાનની સામે ઊભા રહીને ખાવા પર પ્રતિંબંધ
  • સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી જ પાર્સલ-હોમ ડિલીવરીની છૂટ.
  • સ્થાનિક પ્રશાસન CCTVથી નજર રાખશે.
મંગળવારે મુંબઈના LTT સ્ટેશન પર આવી ભીડ જોવા મળી હતી. પ્રતિબંધો વધવાની સાથે જ પ્રવાસીઓ દ્વારા ઘરવાપસીનો સિલસિલો વધી રહ્યો છે.
મંગળવારે મુંબઈના LTT સ્ટેશન પર આવી ભીડ જોવા મળી હતી. પ્રતિબંધો વધવાની સાથે જ પ્રવાસીઓ દ્વારા ઘરવાપસીનો સિલસિલો વધી રહ્યો છે.

આ વસ્તુઓ-સેવાઓ પર રહેશે પ્રતિબંધ

  • તમામ રેસ્ટોરાં-બાર બંધ રહેશે, પરંતુ હોમ ડિલીવરીની મંજૂરી છે.
  • ખાવાનો ઓર્ડર આપવા અને પાર્સલ લેવાની મંજૂરી નહીં. હોટલમાં રોકાયેલા ગ્રાહકો માટે રેસ્ટોરાં-બારની સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • હોટલમાં રોકાયેલા લોકો જરૂર જણાય તો જ બહાર જઈ શકશે.
  • મલ્ટીસ્ટોરી બિલ્ડિંગવાળા લોકો નીચે આવીને ડિલીવરી મેન પાસેથી ખાવાની વસ્તુઓ લેવી પડશે.
  • નિયમો તોડનારને 1000 રૂપિયાનો દંડ લાગશે. પ્રતિષ્ઠાનો પર આ દંડ 10 હજાર રૂપિયાનો હશે. ભૂલનું પુનરાવર્તન થયું તો લાયસન્સ રદ થઈ શકે છે.
ફોટો મુંબઈના એક કોવિડ સેન્ટરનો છે. સતત વધતાં દર્દીઓને ધ્યાનમાં રાખીને BMC કોરોના બેડ વધારવાની સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે.
ફોટો મુંબઈના એક કોવિડ સેન્ટરનો છે. સતત વધતાં દર્દીઓને ધ્યાનમાં રાખીને BMC કોરોના બેડ વધારવાની સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે.

આ પ્રતિબંધો પણ રહેશે

  • સિનેમાઘર, નાટક થિયેટર, મનોરંજન પાર્ક, વોટર પાર્ક, ક્લબ, સ્વીમિંગ પૂલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ રહેશે.
  • ફિલ્મ, સીરિયલ, વિજ્ઞાપન ફિલ્મોની શૂટિંગ પર રોક રહેશે.
  • જરૂરી વસ્તુઓ ઉપરાંત અન્ય સામાન વેચનારી દુકાનો, મોલ અને શોપિંગ સેન્ટર બંધ રહેશે. દરિયા કાંઠા, બગીચા, સાર્વજનિક જગ્યાઓ બંધ રહેશે.
  • ધાર્મિક સ્થળ બંધ રહેશે. સલૂન, બ્યૂટીપાર્લર, સ્પા બંધ રહેશે. સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસ બંધ રહેશે.
  • ​​​​​​​લગ્નમાં માત્ર 25 લોકો જ સામેલ થઈ શકશે.
  • મેરેજ હોલના તમામ કર્મચારીઓને કોરોના વેક્સિન લગાડવી જરૂરી રહેશે અથવા તેમની પાસે RTPCRનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.
  • અંતિમ સંસ્કારમાં 20 લોકો જ સામેલ થઈ શકશે.

સરકારે આ લોકોને આપી છે રાહત

  • ખાદ્ય સુરક્ષા યોજનાના લાભાર્થીઓને એક મહિના માટે પ્રતિ વ્યક્તિ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા નિઃશુલ્ક આપવામાં આવશે.
  • શિવ ભોજન યોજના અંતર્ગત એક મહિના સુધી શિવ ભોજન થાળી નિઃશુલ્ક આપવામાં આવશે. હાલ રાજ્યમાં પ્રતિદિવસ 2 લાખ શિવ ભોજન થાળી પાંચ રૂપિયામાં આપવામાં આવે છે.
  • રાજ્ય સરકારની સંજય ગાંધી યોજના, શ્રાવણ બાલ યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા નિવૃત્તિ વેતન અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ નિવૃત્તિ વેતન યોજનાના લાભાર્થીોને 2 મહિના માટે એક-એક હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.
  • નિર્માણ કાર્ય મજદૂર કલ્યાણ યોજના અંતર્ગત લગભગ 12 લાખ રજિસ્ટર્ડ મજૂરોને 1500-1500 રૂપિયા આપવામાં આવશે.

આ લોકોને લાગશે દંડ

  • પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર મુસાફરી કરનારને 500 રૂપિયાનો દંડ લાગશે.
  • ટ્રેનની જનરલ બોગીમાં સીટની ક્ષમતા જેટલાં મુસાફરો જ યાત્રા કરી શકશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા યાત્રીઓને 500 રૂપિયાનો દંડ લાગી શકે છે.
  • હાઉસિંગ સોસાયટીમાં પાંચથી વધુ કોરોના દર્દી મળે તો તેને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન માનવામાં આવશે. ત્યાં બોર્ડ લગાવવા પડશે. એવું નહીં કરવામાં આવે તો સોસાયટીનું લાયસન્સ રદ થઈ શકે છે.

મહારાષ્ટ્રથી રેલવે શરૂ કરશે 106 વિશેષ ટ્રેન
રેલવેએ એપ્રિલના અંત સુધીમાં મહારાષ્ટ્રથી 106 વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન મુંબઈ, પુણે અને સોલાપુરથી ઉત્તર ભારતના વિભિન્ન શહેરો માટે ચાલશે. રેલવેના જણાવ્યા મુજબ ટ્રેનમાં ભીડને રોકવા અને સુખરૂપ યાત્રા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને અફડાતફડી ફેલાવવાની જરૂર નથી. રેલવે તંત્ર દ્વારા વધુ ટ્રેન ઉમેરવામાં આવશે. પૂર્વ-મધ્ય રેલવે પણ બિહાર જતા યાત્રિકો માટે વિશેષ ટ્રેન ચલાવી રહ્યું છે.

મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનના સ્ટાફે જણાવ્યું કે છેલ્લાં કેટલાંક દિવસથી સ્ટેશન પર ભીડ વધી ગઈ છે. જો કે એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે સ્ટેશન પર ભીડ ગરમીની રજાઓમાં ઘર જનારા લોકોની છે. હાલ લગ્ન અને બીજા કારણોને લઈને પણ અનેક લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યાં છે.

રમજાનને લઈને પણ કડક નિયમો

  • ​​​​​​​ઘરમાં જ નમાઝ અદા કરવી પડશે, મસ્જિદમાં ભીડની મંજૂરી નહીં.
  • ધાર્મિક સ્થળ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે, તેથી વાઝ એટલે કે સામૂહિક નમાઝ ઓનલાઈન પ્લેટફોર્મ પર આયોજિત કરવામાં આવે.
  • ખરીદીને લઈને બજારમાં ભીડ ન કરે કે ભીડ થવા પણ ન દે.
  • અદવિદા જુમાની નમાઝ પણ ઘર પર જ અદા કરવામાં આવે, રસ્તાઓ પર ભીડ કરવાનું ટાળવામાં આવે.
  • આ રમજાનમાં કોઈ પણ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી ન આપી શકાય.
  • રમજાનમાં ગલીઓ અને રસ્તાઓ પર કોઈ અસ્થાયી સ્ટોલ નહીં લાગે. સ્થાનિક પ્રશાસનની જવાબદારી છે કે સહરી અને ઈફતારી સમયે ક્યાંય પણ ભીડ એકઠી ન થાય.
  • ધર્મગૂરૂઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ લોકોમાં કોરોના વાયરસની ગાઇડલાઈનને લઈને જાગરૂકતા ફેલાવે કે જેથી સંક્રમણની ચેન તોડી શકાય. ​​​​​​​
અન્ય સમાચારો પણ છે...