• Gujarati News
  • National
  • 8 Months Later New Cases Crossed 3 Lakh; More Than 2 Lakh Patients Also Recovered For The First Time, 484 Deaths

કોરોના દેશમાં LIVE:દિલ્હીમાં 24 કલાકમાં 43 મોત, બીજી લહેર પછી સૌથી વધુ મૃત્યુ; દેશમાં નવા કેસ 3 લાખને પાર

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • મહારાષ્ટ્રમાં સોમવારથી બાલમંદિરથી લઈ બધી સ્કૂલ ખૂલશે
  • દેશમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ થયેલા લોકોની સંખ્યા 66 કરોડ, જે કુલ વસ્તીના 48 ટકા છે

દિલ્હીમાં ગુરૂવારે કોરોનાને કારણે 43 લોકોના મોત થયા છે. આ આંકડો બીજી લહેર એટલે કે 10 જૂન પછી સૌથી વધુ છે. ગત વર્ષે 10 જૂને દિલ્હીમાં 44 લોકોના મોત થયા હતા. જો કે દરરોજ આવતા કેસમાં 11%નો ઘટાડો નોંધાયો છે. બુધવારે અહીં 13,785 કેસ સામે આવ્યા હતા અને ગુરુવારે આ આંકડો 12,036 રહ્યો હતો.

દેશમાં બુધવારે 3.17 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2.23 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 491 લોકોના મોત નિપજ્યા છે. તો ગત દિવસોની તુલનાએ નવા સંક્રમિતમાં 34,562 લોકોનો વધારો થયો છે. આ પહેલા 18 જાન્યુઆરીએ 2.82 લાખ લોકો સંક્રમિત થયા હતા.

દેશમાં 8 મહિના પછી નવા સંક્રમિતનો આંકડો 3 લાખને પાર પહોંચ્યો છે. બીજી લહેરમાં કેસ ઓછા થયા હતા તે દરમિયાન 15 મેનાં રોજ 3.11 લાખ કેસ મળ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 91 હજાર 519નો વધારો થયો છે. હાલ દેશમાં 19.24 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં પહેલી વખત 2 લાખથી વધુ દર્દી (2,23,990) સ્વસ્થ પણ થયા છે.

UP-મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં એક્ટિવ કેસ સૌથી વધુ
સરકારે કહ્યું છે કે ત્રીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ બીજી લહેરની તુલનામાં ઘણું ઓછું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે UP,મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, બંગાળ, ગુજરાત, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનમાં એક્ટિવ કેસ સૌથી વધારે છે. ICMRના DG ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે વેક્સિનેશન ભારત માટે લાભદાયક સાબિત થયું છે. વેક્સિનેશનને લીધે ત્રીજી લહેરમાં મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઓછું રહ્યું છે. વેક્સિનેશન વધારે પ્રમાણમાં થવાને લીધે જ આપણે ગંભીર સંક્રમણ અને ઘણા પ્રમાણમાં મૃત્યું જોઈ રહ્યા નથી.

દેશમાં 160 કરોડ વેક્સિનનો આંકડો પાર થયો
દેશમાં વેક્સિનના 10 ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. આ સાથે જ દેશમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ થયેલા લોકોની સંખ્યા 66 કરોડ થઈ ગઈ છે. તે કુલ વસ્તીના 48 ટકા છે.

મહારાષ્ટ્રમાં સોમવારથી શાળાઓ ખુલશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્કૂલ ખોલવાના શિક્ષણ વિભાગના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સોમવારથી પ્રી-પ્રાઈમરીથી લઈ ધોરણ 12 સુધીના વર્ગો ઓફલાઈન શરૂ થશે. બુધવારે મહારાષ્ટ્રમાં 43 હજાર 697 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી રાજેશ તોપેએ કહ્યું હતું કે રાજ્યભરમાંથી સ્કૂલોને ખોલવાની માગ થઈ રહી હતી. બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હતી, આથી કોવિડ પ્રોટોકોલ સાથે અમે 24 જાન્યુઆરીથી તમામ સ્કૂલો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પહેલાં ઓમિક્રોનના કેસ વધતાં મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરાઈ હતી.

8 મહિના બાદ નવા કેસ 3 લાખને પાર થયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.17 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 2.23 લાખ લોકો સાજા પણ થયા છે, જ્યારે 484 લોકોનાં મોત થયાં છે. પાછલા દિવસની તુલનામાં નવા કેસમાં 32,145 વધારો જોવા મળ્યો છે. અગાઉ 18 જાન્યુઆરીએ 2.82 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ 9,287 કેસ નોંધાયા છે.

8 મહિના પછી દેશમાં નવા કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. બીજી લહેરમાં કેસમાં ઘટાડા દરમિયાન 15 મેના રોજ 3.11 લાખ કેસ જોવા મળ્યા હતા. એક્ટિવ કેસ એટલે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 91 હજાર 519નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 19.16 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં પ્રથમ વખત 2 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.15 લાખ નવા કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.15 લાખ નવા કેસ સામે આવ્યા છે.

દેશમાં કોરોના પર એક નજર

  • કુલ કેસ: 3,82,16,371
  • કુલ સાજા થયા: 3,57,96,468
  • કુલ મૃત્યુઃ 48,76,86

પ્રકાશ સિંહ બાદલને કોરોના થયો, PM મોદીએ ફોન કરી ખબર-અંતર પૂછ્યા
પંજાબ પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલને કોરોના થયો છે. તેમને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને બાદલના ખબર-અંતર પૂછ્યા હતા. હાલ બાદલની હાલત સ્થિર છે. 94 વર્ષની ઉંમર હોવા છતાં બાદલ સક્રિય છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે તેઓ પ્રચાર કરી રહ્યા હતા.

પ્રકાશ સિંહ બાદલ. ફાઈલ તસવીર.
પ્રકાશ સિંહ બાદલ. ફાઈલ તસવીર.

કોરોના અપડેટ્સ...

તામિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26981 નવા કેસ નોંધાયા અને 35 લોકોનાં મોત થયાં છે

કેન્દ્ર સરકારની નિષ્ણાત પેનલે બુધવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનને ખુલ્લા બજારમાં વેચાણની ભલામણ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે કોવિડ મુદ્દે રચાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ બુધવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની અરજીઓની ફરી સમીક્ષા કરી હતી. પછી કેટલીક શરતો સાથે કોવેક્સિન અને કોવિશીલ્ડને નિયમિત બજાર મંજૂરી આપવા ભલામણ કરી હતી.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ત્રીજી લહેર વરિષ્ઠ નાગરિકો અને ગંભીર રોગોથી પીડિત લોકોને વધુ અસર કરી શકે છે. પ્રથમ અને બીજી લહેરમાં આપણે તેમને બચાવ્યા હતા, પરંતુ આ વખતે સ્થિતિ વધુ બગડી શકે છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને બે દિવસથી શરદી અને ફ્લૂની ફરિયાદ હતી. રેપિડ ટેસ્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. તેમને દયાનંદ મેડિકલ કોલેજમાં લુધિયાણામાં દાખલ કરવામાં આવ્યા છે.

ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને મુલતવી રાખવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બિહારના બલિયામાં વેક્સિનના ડરથી વ્યક્તિ વૃક્ષ પર ચડી ગઈ હતો

બિહારમાં વેક્સિન આપવા ગયેલી ટીમ પર હુમલો પણ કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...