તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો હૃદયદ્રાવક કહેર:લખનઉમાં 4 સગાભાઈ સહિત પરિવારના 8 સભ્ય 24 દિવસમાં જ મૃત્યુ પામ્યા, એકસાથે 5 સભ્યની તેરમાની વિધિ થઈ

લખનઉ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25થી 28 મે વચ્ચે દરરોજ પરિવારના એક સભ્યનું મોત થતું હતું

કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.

સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની વિધિ કરવામાં આવી. આ પૈકી ચાર સગા ભાઈ હતા. પરિવારની ચાર મહિલાના સુહાગ એકસાથે ગુજરી ગયા છે. લખનઉ નજીક આવેલા ઈમલિયા પૂર્વા ગામમાં રહેતા ઓમકાર યાદવના પરિવાર પર કોરોનાની સૌથી મોટી ગોઝારી ઘટના સર્જાઈ છે. ઓમકાર કહે છે કે 22 એપ્રિલથી 15 મે સુધી તેમના પરિવારના 8 સભ્યોનાં મોત નીપજ્યાં છે. કોરોનાએ તેમના સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો છે.

4 દિવસ સુધી સતત મોત નીપજ્યાં
ઓમકાર યાદવ કહે છે, 24 કલાકની અંદર તેમની દાદી રૂપરાણી, માતા કમલા દેવી, ભાઈ વિજય, વિનોદ, નિરંકાર અને સત્યપ્રકાશ ઉપરાંત બહેન શૈલકુમારી, મિથલેશ કુમારીનાં મોત નીપડ્યાં છે. 25થી 28 મે વચ્ચે દરરોજ પરિવારના એક સભ્યનું મોત થતું હતું. દાદી રૂપરાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

પરિવારના આ સભ્યોના જીવ ગયા

નામઉંમરમૃત્યુ તારીખ
મિથલેશ કુમાર5022 એપ્રિલ
નિરંકાર સિંહ યાદવ4025 એપ્રિલ
કમલા દેવી8026 એપ્રિલ
શૈલ કુમારી4727 એપ્રિલ
વિનોદ કુમાર6028 એપ્રિલ
વિજય કુમાર6201 એપ્રિલ
રુપરાણી8211 મે
સત્ય પ્રકાશ3515 મે
પરિવારના સભ્ય ઓમકારે જણાવ્યું હતું કે 22 એપ્રિલથી 15 મે સુધી 8 લોકોના જીવ ગયા છે. કોરોનાએ સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો.
પરિવારના સભ્ય ઓમકારે જણાવ્યું હતું કે 22 એપ્રિલથી 15 મે સુધી 8 લોકોના જીવ ગયા છે. કોરોનાએ સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો.

કોઈએ કાળજી ન લીધી, તપાસ પણ ન થઈ
ઓમકાર યાદવનું કહેવું છે કે જ્યારે મોટા ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારથી અને આઠ સભ્યોએ જીવ ગુમાવ્યો ત્યાં સુધી સરકારી વિભાગમાંથી કોઈ જ ન આવ્યું. કોઈ જ પ્રકારનો કોરોનાનો ટેસ્ટ ન થયો. અમે પરિવારના સભ્યોને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ત્યાર બાદ પણ તેઓ બચી શક્યા નહીં. ગામના સરપંચ મેવારામનું કહેવું છે કે આ ભયાનક ઘટના વચ્ચે સરકાર તરફથી ન તો કોઈ સેનિટાઈઝેશનની વ્યવસ્થા થઈ અને ન તો કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી. ગામમાં 50 લોકો સંક્રમિત થયા હતા. SDM BKT (લખનઉ) વિકાસ સિંહનું કહેવું છે કે જાણકારી મળ્યા બાદ SDM અને તાલુકા ટીમ ઘટનાસ્થળે ગઈ હતી, સંબંધિત પરિવારમાં કોરોનાથી જે પણ મૃત્યુ થયાં અ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, વહીવટી તંત્ર તરફથી જે પણ મદદ થઈ શકે એ કોવિડ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવશે.