તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારમાં હોળી અગાઉ મોટી દુર્ઘટના:નાલંદામાં પૂરપાટ આવતી ટ્રક દુકાનોમાં ઘૂસી જતા કચડાઈ જવાથી 8 લોકોના મોત, ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અને વાહનોને નિશાન બનાવ્યા

નાલંદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું - Divya Bhaskar
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું

બિહારમાં નાલંદા જિલ્લાના તેલ્હાડામાં હોળીના એક દિવસ અગાઉ મોટી દુર્ઘટના સર્જાઈ છે. એકંગરસરાય પોલીસ સ્ટેશનના તાડપર વિસ્તારમાં ખૂબ ઝડપથી પસાર થતી ટ્રક માર્ગ પાસેની દુકાનમાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને આગ લગાડી દીધી હતી. ભીડે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં 5 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે.

માર્ગના કિનારે આવેલી નાની દુકાન પર ટ્રક ચડી ગઈ
જહાનાબાદ તરફથી ખૂબ ઝડપથી આવી રહેલી ટ્રક દુકાનમાં ઘુસતા પહેલા માર્ગના કિનારે ફળ-શાકભાજીના દુકાનદારોને કચડી નાંખ્યા હતા. દિવાલ સાથે અથડાઈને ટ્રક અટકી ત્યાં સુધીમાં તેણે મિઠાઈની એક દુકાનમાં રહેલા લોકોને પણ કચડી નાંખ્યા હતા. આ ઘટના બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો.

ટ્રકની ટક્કરને લીધે અનેક લોકોના જીવ ગયા છે
ટ્રકની ટક્કરને લીધે અનેક લોકોના જીવ ગયા છે

ગુસ્સાઈ ભીડે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી, 8 ગાડીને નિશાન બનાવી
ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા ટોળાએ ઘટના સ્થળથી 50 મીટર અંતરે તેલ્હાડા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. ત્યાં રહેલા 8 વાહનોને આગ પણ લગાડી હતી. લોકોએ ટ્રાફિક પણ ચક્કાજામ કરી દીધો હતો.

ગુસ્સે ભરાયેલા લોકોએ તોડફોડ અને આગચંપી કરી હતી
ગુસ્સે ભરાયેલા લોકોએ તોડફોડ અને આગચંપી કરી હતી

મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની
આ ઘટના બાદના દ્રશ્યો વિચલિત કરી દે તેવા હતા. માર્ગના કિનારે આવેલી દુકાનોની આગળ કચડાયેલી લાશો જોવા મળતી હતી. કેટલાક મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. લોકોએ મૃતદેહોના ટૂકડાને આજુબાજુમાં રહેલી બોરીઓના કંતાન અને છાદરા વડે ઢાક્યા હતા.

ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી
ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો