તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 8 Killed, 25 Injured In Accident Between Bus And Truck On Highway In Moradabad; Accident Caused By Fog

UPમાં માર્ગ અકસ્માત:મુરાદાબાદમાં હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં રસ્તા પર પડ્યા કચડાયેલા મૃતદેહો; 10નાં મોત, ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત

મુરાદાબાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગાઢ ધુમ્મસને કારણે થયો હતો. - Divya Bhaskar
કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગાઢ ધુમ્મસને કારણે થયો હતો.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના નાનપુર વિસ્તારમાં શનિવારે સવારે મિની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં હજી મૃત્યુઆંક વધી શકે છે. પ્રારંભિક તપાસમાં જાણકારીમાં સામે આવી છે કે અકસ્માત ગાઢ ધુમ્મસને કારણે સર્જાયો હતો.

મિની બસ મુરાદાબાદથી બીલારી તરફ જઇ રહી હતી. ઓવરટેક કરતી વખતે એ પહેલા એક મેટાડોર સાથે ટકરાઈ, પછી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાતાં ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતની તસવીર વિચલિત કરી શકે છે.

અકસ્માતની તસવીર વિચલિત કરી શકે છે. બસમાંથી નીચે રસ્તા પર પડેલા મૃતદેહો. એના પરથી અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.
અકસ્માતની તસવીર વિચલિત કરી શકે છે. બસમાંથી નીચે રસ્તા પર પડેલા મૃતદેહો. એના પરથી અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

આ અકસ્માત મુરાદાબાદ-આગ્રા હાઇવે પર થયો હતો. પોલીસે સ્થળ પર સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કલેકટર અને એસપીને સ્થળ પર પહોંચવાની સૂચના આપી છે.

રસ્તા પરથી મિની બસ અને ટ્રકને ટ્રેકટર દ્વારા હટાવવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાંથી વાહનોની અવર-જવર શરૂ થઈ શકી હતી.
રસ્તા પરથી મિની બસ અને ટ્રકને ટ્રેકટર દ્વારા હટાવવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાંથી વાહનોની અવર-જવર શરૂ થઈ શકી હતી.
અકસ્માતમાં કચ્ચરઘાણ થઈ ગયેલી બસ અને ટ્રક.
અકસ્માતમાં કચ્ચરઘાણ થઈ ગયેલી બસ અને ટ્રક.
અન્ય સમાચારો પણ છે...