• Gujarati News
  • National
  • 8 Died On The Spot... The Dead Included 6 Children, All Were Worshiping Under A Tree

બિહારમાં નશામાં ધૂત ટ્રક-ડ્રાઇવરે 30ને કચડ્યા:8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં

પટના/વૈશાલી15 દિવસ પહેલા
  • જો વૃક્ષ ન હોત તો ટ્રક અડફેટે 50 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોત

દારૂબંધીવાળા બિહારમાં રવિવારે નશામાં એક ડ્રાઈવરે 30 લોકોને કચડી નાખ્યા હતા. એમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં 6 બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પીપળાના ઝાડ નીચે ઊભા રહીને પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન 120ની પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તમામને કચડી નાખ્યા હતા.

આ અકસ્માત રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ સુલતાનપુર ગામ પાસે થયો હતો. મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ગેસ કટર વડે ટ્રકને કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટા ભાગનાં બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે ફસાઈ ગયાં હતાં. ગ્રામીણ મનોજ રાયે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે રસ્તાની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યાં 50-60 વર્ષથી પૂજા થાય છે. દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ફોટો અકસ્માત પછીનો છે. રસ્તા પર મૃતદેહો વેર-વિખરાયેલા પડ્યા હતા.
આ ફોટો અકસ્માત પછીનો છે. રસ્તા પર મૃતદેહો વેર-વિખરાયેલા પડ્યા હતા.

તમામ મૃતકો 20 વર્ષથી ઓછી ઉંમરના છે
મૃત્યુ પામેલા લોકોની ઉંમર 8થી 20 વર્ષની વચ્ચે છે. વર્ષા કુમારી (8), સુરુચિ (12), અનુષ્કા (8), શિવાની (8), ખુશી (10), ચંદન (20), કોમલ (10) અને સતીશ (17) છે.

અકસ્માતને પગલે ગ્રામજનોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં. લોકો મદદ માટે આગળ આવ્યા હતા.
અકસ્માતને પગલે ગ્રામજનોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં. લોકો મદદ માટે આગળ આવ્યા હતા.
અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કેટલાકે પોતાનો પુત્ર ગુમાવ્યો તો કેટલાકે પૌત્ર ગુમાવ્યો.
અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કેટલાકે પોતાનો પુત્ર ગુમાવ્યો તો કેટલાકે પૌત્ર ગુમાવ્યો.

જો વૃક્ષ ન હોત તો 50થી વધુ લોકોનાં મોત થયાં હોત
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અનુજ કુમાર રાય જણાવે છે, પૂજા લગભગ પૂરી થઈ ગઈ હતી. દરેક જણ પોતપોતાના ઘરે પાછા ફરવાના હતા, એટલે હાજીપુરથી મહનાર તરફ જઈ રહેલી બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા. આ પછી એ પીપળના ઝાડ સાથે અથડાઈ ગઈ. અનુજના કહેવા મુજબ જો ટ્રક ઝાડ સાથે અથડાઈ ન હોત તો ઓછામાં ઓછા 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોત.

અકસ્માત બાદ ચાલકની હાલત નાજુક છે. તેના માથા અને મોઢા પર ઈજાઓ થઈ છે.
અકસ્માત બાદ ચાલકની હાલત નાજુક છે. તેના માથા અને મોઢા પર ઈજાઓ થઈ છે.

આ અકસ્માતમાં 8 વર્ષની અનુષ્કાનું પણ મોત થયું હતું. અનુષ્કાના દાદા રાજકુમારે જણાવ્યું હતું કે બાબા ભુઈયાની પૂજા પહેલાં નેઉતનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગામના લોકો રસ્તાની બાજુમાં પીપળના ઝાડ પાસે ઊભા હતા, જેમાં બાળકો, વડીલો, મહિલાઓ બધાં જોડાયાં હતાં. પૂજા 5.30 વાગ્યે શરૂ થઈ. 9 વાગે લગભગ પૂરી થવાની હતી. ત્યારે ટ્રકે આવીને અહીં ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા. મારી નજર સામે પૌત્રી મોતને ભેટી હતી.

વડાપ્રધાને પણ શોક વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તેમજ ઘાયલો માટે સારવારની સૂચનાઓ આપી.

શું છે ભુઈયા બાબાની પૂજા અને નેવતન
ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીં વર્ષોથી ભુઈયા બાબાની પૂજા કરવામાં આવે છે. ભુઈયા બાબાની પૂજામાં ધરતીનું પૂજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર, ધરતીએ પોતે લોકોને જીવન આપ્યું, ધરતી જ લોકોનું જીવન ટકાવી રાખે છે. ધરતી પર જ વાવવામાં આવતાં પાક, ફળો અને ફૂલો ખાઈને લોકો જીવે છે. મૃત્યુ પછી પણ લોકો સાંજે ધરતી એટલે કે માટીમાં જ સમાઈ જાય છે. એકંદરે, માણસ જીવનથી મૃત્યુ સુધી ધરતી સાથે જોડાયેલો રહે છે. આ ગામના લોકો ધરતી, એટલે કે ભુઈયા બાબાની પૂજા કરે છે.

નેવતન એટલે આમંત્રણ. ભુઈયા બાબાની પૂજાની આગલી સાંજે ધરતીને આમંત્રણ આપવાનો રિવાજ છે. આ પ્રથા મુજબ રાજ્ય ધોરી માર્ગની બાજુમાં લોકો પીપળાના ઝાડની બાજુમાં આ પૂજા કરવામાં આવી રહી હતી. ગામના લોકોની સાથે ગામનાં બાળકો પણ આ પૂજા નિહાળી રહ્યાં હતાં. બાળકો રસ્તાની બાજુમાં ઊભાં હતાં. પછી પૂરપાટ ઝડપે આવેલી ટ્રક બેકાબૂ થઈ ગઈ અને આ અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...