• Gujarati News
  • National
  • 8 Dead Bodies Reach Fatehpur Border, Death Toll Rises To 11, 4 Still Being Searched For

UP હોડી દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવતા મળ્યા:8 મૃતદેહ તણાઈને ફતેહપુર બોર્ડર પાસેથી મળ્યા, મૃતકનો આંક 11 થયો, હજુ 4ની શોધખોળ

બાંદા2 મહિનો પહેલા

રક્ષાબંધનના દિવસે ઉત્તરપ્રદેશના બાંદામાં યમુના નદીમાં હોડી ડૂબી જવાની ઘટનામાં 8 લોકોના મૃતદેહ શનિવારે મળ્યા છે. આ મૃતદેહ પાણીના વહેણમાં તણાઈને ફતેહપુર બોર્ડર સુધી પહોંચી ગયા હતા. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 11એ પહોંચી છે. આ દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવતા મળ્યા છે. જે વાતની પુષ્ટિ પોલીસ વેરિફિકેશનમાં થઈ છે. હોડીમાં 35 લોકો સવાર હતા, હજુ 4 લોકો લાપતા છે.

એક મૃતકની ઓળખ સંબંધીએ કરી
ASP અભિનંદને જણાવ્યું કે 8માંથી બે મૃતદેહ ફેતહપુરના અસોથરની પાસેથી મળ્યા. ગુમ થયેલા લોકોના પરિવારને બોલાવીને ઓળખ કરાવવામાં આવી. મરકામાં રહેતા છુટકાએ જણાવ્યું કે તેના કાકીનો મૃતદેહ કિશનપુરના નરૌલી ઘાટ પાસેથી મળ્યો, જ્યાં રહેતા સંબંધીઓએ ઓળખ કરી છે.

મરકા ઘાટ પર NDRF, SDRF અને PACના 78 જવાનોએ 8 હોડીમાં બેસીને શુક્રવાર સુધી કુલ 14 કલાક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું. 12 કિમી દૂર સુધી દરેક ખૂણે તપાસ કરવામાં આવી. ગુરુવારે રાત્રે 11.10 વાગ્યે ઓપરેશન જિંદગી નામથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું.

નદી કિનારે મૃતદેહ જોવા મળ્યા, શબની ઓળખ કરવામાં આવી હતી.
નદી કિનારે મૃતદેહ જોવા મળ્યા, શબની ઓળખ કરવામાં આવી હતી.

ગુમ થયેલા લોકો મળી જશે તેવી આશા સાથે પરિવારના લોકો આખી રાત બેઠા

મરકા ઘાટ પર ગામના લોકો આશાભરી નજરે યમુના નદીમાં જોતા હતા. પરંતુ હવે તેમના ધૈર્યએ જવાબ આપી દીધો છે.
મરકા ઘાટ પર ગામના લોકો આશાભરી નજરે યમુના નદીમાં જોતા હતા. પરંતુ હવે તેમના ધૈર્યએ જવાબ આપી દીધો છે.

યમુના નદીના કિનારે લાપતા લોકોના પરિવારના લોકો અને ગ્રામજનો આખી રાત બેઠા રહ્યાં. થોડાં થોડાં સમયે લોકોના રડવાનો અને બૂમો પડવાનો અવાજ આવતો હતો. ઘટના સ્થળે લોકો મરજીવાની સાથે, સ્ટીમર અને નાવિક પણ છે જે તેમને ગાઈડ કરશે.

સ્થાનિકે જણાવ્યું કે- દર વર્ષે રક્ષાબંધનના દિવસે યમુના નદીના કિનારે મેળો લાગે છે. આ મેળાને નવી મેળો કહેવામાં આવે છે. જેમાં ગામના લોકો સામેલ થાય છે. મહિલાઓ યમુના નદીમાં નૌનિયાં ગામની યાત્રા કરે છે, પરંતુ ગુરુવારે બપોરે હોડી ડૂબી જવાની ઘટનાને કારણે મેળો ન લાગ્યો.

પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, 10થી વધુ લોકો મોત નિપજ્યા છે. હોડીમાં 20 લોકોને બેસવાની જ ક્ષમતા હતી, જ્યારે તેમાં 35 લોકો ઉપરાંત કેટલીક મોટર સાયકલ પણ મૂકવામાં આવી હતી.

ડૂબવાનું સટીક લોકેશન ન મળવાને કારણે ઓપરેશનમાં મુશ્કેલી

નદીમાં હોડી ડૂબી જવાની ઘટનાનું યોગ્ય લોકેશન ન મળવાને કારણે ટીમ સમક્ષ પડકાર વધી ગયો હતો.
નદીમાં હોડી ડૂબી જવાની ઘટનાનું યોગ્ય લોકેશન ન મળવાને કારણે ટીમ સમક્ષ પડકાર વધી ગયો હતો.

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ શુક્રવારે ફતેહપુરના અસોથર રામનગર કૌહન્ન ઘાટ પહોંચ્યા હતા. તેમને કહ્યું, બાંદા પ્રશાસને ફતેહપુર પ્રશાસનનો તાત્કાલિક મદદ ન લીધી. તેમને રેસ્ક્યૂ માટે સ્ટીમર અને મોટી જાળને ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.

NDRF કમાન્ડેન્ટ નીરજ મિશ્રાએ જણાવ્યું, પાણીની ઊંડાઈ 40થી 50 ફુટ છે. હજુ સુધી કોઈનું યોગ્ય લોકેશન જાણી શકાયું નથી. કોઈ પણ પ્રત્યક્ષદર્શી સાચી વાત નથી જણાવી શકતો. કોઈ જણાવે છે કે હોડી નદીની વચ્ચોવચ ઊંધી વળી, તો કોઈ જણાવે છે કે કાંઠે આવતા સમયે ઊંધી વળી. પાણીમાં ચોખ્ખું ન હોવાને કારણે ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

પીડિતની વાત તેના જ મોઢે
બૃજકિશોર રાખડી બંધાવવા માટે પત્નીની સાથે કઠૌતા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ હોડી ઊંધી વળી ગઈ. તેમને કોઈપણ રીતે પોતાનો જીવ બચાવી લીધો. પત્નીની ભાળ હજુ સુધી નથી મળી. ઘટનાસ્થળ પર પહોંચેલી મમતા પોતાના પુત્રને યાદ કરીને પોક મૂકીને રડવા લાગી. તેમને કહ્યું, મારો પુત્ર રાખડી બંધાવવા માટે આવ્યો હતો. પરત ફરવા સમયે ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું.

ફુલકની રહેવાસી મમતાએ જણાવ્યું, મારી દેરાણી અને પુત્રી રાખડી બાંધવા માટે જઈ રહ્યાં હતા. પુત્રીનું ડૂબી જવાથી મોત નિપજ્યું. દેરાણી તરીને બહાર આવી ગઈ. નદીના કાંઠે બેઠેલી જવેત્રીએ કહ્યું- મારા પતિ ઝલ્લૂ રક્ષાબંધનની ઉજવણી માટે બે દિવસ પહેલા જ ગુજરાત આવ્યા હતા. તેઓ લાપતા છે.

રેસ્ક્યૂમાં 8 હોડીની સાથે જોતરાઈ ટીમ

  • NDRFની 30 સભ્યની ટીમ 4 હોડી સાથે.
  • SDRFની 35 સભ્યની ટીમ 3 હોડી સાથે.
  • 13 સભ્યની PACની પણ 1 બોટ સાથે.

નદીની વચ્ચે પહોંચ્યા બાદ હોડી પલટી

આ તસવીર હોડી પલટી મારી તે પહેલાંની છે. પાણીના વહેણમાં અચાનક ડૂબવા લાગી હતી.
આ તસવીર હોડી પલટી મારી તે પહેલાંની છે. પાણીના વહેણમાં અચાનક ડૂબવા લાગી હતી.

રક્ષાબંધનના દિવસે સમગરા ગામથી મહિલાઓ અને અન્ય લોકો મરકા ઘાટ પહોંચ્યા હતા. યમુના નદી પાર કરીને ફતેહપુર જિલ્લાના અસોધર ઘાટ જવા માટે હોડીમાં 35 લોકો સવાર હતા. યમુના નદીમાં વચ્ચોવચ પહોંચતા જ હોડીનું બેલેન્સ બગડ્યું અને તે ઊંધી વળી ગઈ.

અન્ય સમાચારો પણ છે...