તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 8 Bodies Cremated On A Cheetah, Wood Missing In Cemeteries, Corona Creates Horrible Condition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રનો ડરામણો વીડિયો:એક ચિતા પર 8 મૃતદેહને અગ્નિદાહ, સ્મશાનોમાં લાકડાં ખુટ્યાં, કોરોનાએ ભયાનક સ્થિતિ સર્જી

6 દિવસ પહેલા

કોરોનાના કહેર વચ્ચે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી શરમજનક વીડિયો સામે આવ્યો છે. અહીં એક સાથે આઠ કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંબાજોગાઈના પઠાણ માંડવા ગામે એક ચિતા પર આઠેય મૃતદેહને રાખીને એક સાથે અગ્નિદાહ આપવાની ફરજ પડી હતી. સ્થાનિક તંત્રનું કહેવું છે કે, સ્મશાન ઘર નાનું હોવાથી મોટી ચિતા બનાવી તેના પર એક સાથે આઠેય મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, અંબાજોગાઈ કોરોનાનું હૉટસ્પૉટ છે, છેલ્લા ચાર દિવસમાં અહીં 500 જેટલા કેસ નોંધાયા છે.

અંતિમ સંસ્કાર માટે પણ અધિકારીઓને સ્થળ શોધવું પડ્યું
આ શરમજનક કહી શકાય તેવી ઘટના બીડ જિલ્લાના અંબાજોગાઈ નગરપાલિકાના પઠાણ માંડવા ગામની છે. જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે અલગ સ્થળ નક્કી કર્યું છે. અંબાજોગાઈ નગરપાલિકાના પ્રમુખ અશોક સાબલેએ જણાવ્યું હતું કે અહીં લોકોએ જ જાહેર સ્મશાનમાં કોરોનાગ્રસ્તોના મૃતદેહોના અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો હતો. જેના કારણે અધિકારીઓએ પણ લાચાર થઈને અન્ય સ્થળ પસંદ કરીને ત્યાં અંતિમ સંસ્કાર કર્યા હતા. આ નવા સ્થળે પણ જગ્યા નાની પડતી હોવાથી દરેકના અંતિમ સંસ્કાર એકસાથે કરી નાખ્યા હોવાની વાત તેમણે કહી હતી.

સામાન્ય કરતાં મોટી ચિતા બનાવીને અંતિમ સંસ્કાર કર્યા
અશોક સાબલેએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરથી 2 કિલોમીટર દૂર માંડવા રોડ પર અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, જગ્યાના અભાવના કારણે મોટી ચિતા બનાવીને તેના ઉપર 8 લાશો રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દર્દીઓની લાશ એકબીજાથી ચોક્કસ અંતરે રાખીને તેમને અગ્નિદાહ આપ્યો હતો. તેમનો એક તર્ક એ પણ હતો જ કે સ્થાનિકોએ સંક્રમણના પગલે મૃત્યુને ભેટેલા લોકોના અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરતાં તેમણે લાચાર બનીને અન્યત્ર 8 લાશોના અંતિમ સંસ્કાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો