કામકાજ સુધારવાની પહેલ:પ્રધાનમંત્રીએ 77 પ્રધાનોના 8 ગ્રુપ બનાવ્યાં, સરકારી યોજનાઓ સામાન્ય નાગરીક સુધી પહોંચાડવાનો ટાસ્ક

14 દિવસ પહેલા

કેન્દ્ર સરકારના કામકાજમાં સુધારો લાવવા માટે 77 પ્રધાનોને 9 ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે આ નિર્ણય કેબિનેટ બેઠક બાદ લેવામાં આવ્યો, જેને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું હતુ. બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. આવા કુલ 5 સત્ર આયોજીત કરવામાં આવ્યા હતા. છેલ્લી બેઠકમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ એમ વૈકેંયા નાયડૂ પણ સામેલ થયા હતા.

વ્યક્તિગત કાર્યક્ષમતાથી લઈને સંસદીય કામકાજને લઈને સત્ર
પાંચ સત્રોમાંથી પહેલું સત્ર- વ્યક્તિગત કાર્યક્ષમતા , બીજુ- કેન્દ્રીય અમલીકરણ, ત્રીજુ મંત્રાલયના કામકાજ અને હિત ધારકો સાથે મળીને કામ કરવું, ચોથુ- પાર્ટી સાથે તાલમેલ અને પ્રભાવી સંવાદ અને પાંચમિ સત્ર- સંસદીય કામકાજને લઈને હતુ.

ડિલીવરી સિસ્ટમને મજબૂત કરવા પર ફોકસ
આ દરેક બેઠકોનું ફોક કેન્દ્ર સરકારની કુશળતામાં સુધારો કરવો અને ડિલીવરી સિસ્ટમને મજબૂત કરવા પર હતો. મંત્રીઓના 8 અલગ ગ્રુપ બનાવવા આજ દિશામાં મોટુ પગલું છે.

કેન્દ્રીય મંત્રીને ગ્રુપ કો-ઓર્ડિનેટર બનાવ્યા

 • દરેક ગ્રુપમાં 9 થી 10 મંત્રીઓ છે. એક કેન્દ્રીય મંત્રીને ગ્રુપ સંયોજક બનાવવામાં આવ્યા છે.
 • સ્મૃતિ ઈરાનીનું ગ્રુપ તમામ મંત્રાલયોની માહિતી આપશે.
 • મનસુખ માંડવિયાનું ગ્રુપ ઓફિસ મોનિટરિંગ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 • હરદીપ પુરી લર્નિંગ ગ્રુપનું નેતૃત્વ કરશે.
 • અનુરાગ ઠાકુરનું ગ્રુપ અન્યના કામની સમીક્ષા કરશે.
 • પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીના નેતૃત્વમાં અન્ય ગ્રુપોની રચના કરવામાં આવી છે.

ગ્રુપને ટાસ્ક આપવામાં આવ્યા

 • દરેક મંત્રીના કાર્યાલયમાં એક પોર્ટલ વિકસિત કરવું જે કેન્દ્રની પ્રમુખ યોજનાઓ અને નીતિઓના પ્રદર્શન પર અપડેટ આપશે.
 • સંબંધિત મંત્રીઓના લેવાયેલા નિર્ણયોની દેખરેખ માટે એક ડેશબોર્ડ હશે.
 • બેઠકો નિર્ધારિત કરવા અને પત્રાચારનું પ્રબંધન કરવા માટે એક પ્રણાલી રહેશે.
 • મંત્રીઓને દરેક જિલ્લા, રાજ્યો અને મંત્રાલયોની પ્રોફાઈલ બનાવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે.
 • એક ગ્રુપ પાસે ઓછામાં ઓછા ત્રણ યંગ પ્રોફેશલ્સની એક ટીમ બનાવા માટે મેકેનિઝ્મ સ્થાપિત કરવાની જવાબદારી.
 • આ યંગ પ્રોફેશનલ્સનું રિસર્ચ, કોમ્યુનિકેશન અને અન્ય પ્રમુખ ક્ષેત્રો પર કમાન્ડ હોવુ જોઈએ.
અન્ય સમાચારો પણ છે...