તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી પર ભારે પડતો કોરોના:લોકડાઉનના કારણે એપ્રિલમાં 75 લાખ લોકોની નોકરી ગઈ, 4 મહીનાના ઉચ્ચ સ્તરે 7.97% પર પહોંચ્યો બેરોજગારી દર

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CMIEના એમડીએ કહ્યું- રોજગાર બાબતે આગળ પણ સ્થિતિ પડકારજનક રહેશે
  • સ્થાનિક સ્તર પર લગાવવામાં આવી રહેલા લોકડાઉનથી ગતિવિધિઓ પ્રભાવિત

દેશમાં કોરોનાની અસરના કારણે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. તેની અસર રોજગાર પર ખરાબ પડી રહી છે. સ્થાનિક લોકડાઉનના કારણે એપ્રિલમાં 75 લાખ લોકોની નોકરી છુટી ગઈ છે. જ્યારે બેરોજગારી દર પણ ચાર મહીનના ઉચ્ચસ્તરને પાર કરતા 8 ટકાની નજીક પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ(CMIE)એ આ વાત કહી છે.

રોજગારના મોરચે આગળ પણ પડકારો રહેશે
CMIEના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસનું કહેવું છે કે રોજગારના મોરચે સ્થિતિ આગળ પણ પડકારજનક રહે તેવી શકયતા છે. તેમણે કહ્યું કે માર્ચની સરખામણીમાં એપ્રિલમાં 75 લાખ લોકોની નોકરીઓ ગઈ છે. તેના કારણે બેરોજગારી દરમાં વધારો થયો છે. સેન્ટરના પ્રારંભિક ડેટા મુજબ એપ્રિલમાં રાષ્ટ્રીય બેરોજગારી દર 7.97 ટકા રહ્યો છે. શહેરના ક્ષેત્રમાં બેરોજગારી દર 9.78 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 7.13 ટકા રહ્યો છે. માર્ચમાં રાષ્ટ્રીય બેરોજગારી દર 6.50 ટકા રહ્યો હતો. શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં પણ બેરોજગારી દર નીચા હતા.

સ્થાનિક લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓ ધીમી પડી
વ્યાસનું કહેવું છે કે કોવિડની બીજી લહેરના કારણે સ્થાનિક સ્તરે નાના-નાના લોકડાઉન લગાવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન માત્ર આવશ્યક ગતિવિધિઓના સંચાલનની મંજૂરી છે. તેના કારણે મોટા સ્તરે આર્થિક ગતિવિધિઓ ધીમી પડી રહી છે. તેની અસર નોકરીઓ પર પડી રહી છે. વ્યાસે કહ્યું હું નથી જાણતો કે કોવિડની બીજી લહેરનો પીક ક્યારે આવશે, જોકે તેના કારણે રોજગાર પર સર્જાનારો તણાવ હું જોઈ શકુ છું.

હાલ પહેલા લોકડાઉન જેવી સ્થિતિ નથીઃ વ્યાસ
બેરોજગારી દર વધુ રહેવા પર વ્યાસે કહ્યું કે તેનાથી લેબરની ભાગીદારીમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે ખરાબ સ્થિતિમાં લેબર ભાગીદારી અને નોકરીઓ બંને પર અસર પડશે. જોકે વ્યાસે કહ્યું કે હાલ સ્થિતિ પહેલા લોકડાઉન જેવી ખરાબ થઈ નથી. ગત વર્ષે લગાવવામાં આવેલા લોકડાઉનમાં બેરોજગારી દર 24 ટકા સુધી પહોંચી ગયો હતો.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 3.55 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 3,436
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.18 લાખ
  • અત્યાર સુધી કુલ સંક્રમિત થઈ ચૂક્યાઃ 2.02 કરોડ
  • અત્યાર સુધીમાં સાજા થયાઃ 1.66 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 2.22 લાખ
  • હાલ સારવાર કરી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 34.43 લાખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો