• Home
  • National
  • 720 cases so far: Another infected was found in Andaman, Muslim Personal Law Board appeal pay only in Friday prayers homes

Corona update LIVE India / કુલ 878 કેસ:કર્ણાટકમાં દસ મહિનાના બાળકમાં કોરોના પોઝિટિવ,કેરળમાં 39 નવા કેસ સાથે સંક્રમણની સંખ્યા 176 થઈ

લખનઉના ચારબાગ સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરતા લોકો
લખનઉના ચારબાગ સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરતા લોકો
શ્રમજીવીઓનું શહેરોમાંથી તેમના વતનમાં સતત પલાયન થઈ રહ્યું છે
શ્રમજીવીઓનું શહેરોમાંથી તેમના વતનમાં સતત પલાયન થઈ રહ્યું છે
આર્મી ચીફ નરવણે (ફાઈલ ફોટો)
આર્મી ચીફ નરવણે (ફાઈલ ફોટો)
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
720 cases so far: Another infected was found in Andaman, Muslim Personal Law Board appeal - pay only in Friday prayers homes
X
લખનઉના ચારબાગ સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરતા લોકોલખનઉના ચારબાગ સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરતા લોકો
શ્રમજીવીઓનું શહેરોમાંથી તેમના વતનમાં સતત પલાયન થઈ રહ્યું છેશ્રમજીવીઓનું શહેરોમાંથી તેમના વતનમાં સતત પલાયન થઈ રહ્યું છે
આર્મી ચીફ નરવણે (ફાઈલ ફોટો)આર્મી ચીફ નરવણે (ફાઈલ ફોટો)
ફાઈલ ફોટોફાઈલ ફોટો
720 cases so far: Another infected was found in Andaman, Muslim Personal Law Board appeal - pay only in Friday prayers homes

  • છેલ્લા 24 કલાકમાં 75 પોઝિટિવ કેસ, 4 લોકોના મોતઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય
  • કર્ણાટકમાં 65 વર્ષના વ્યક્તિનું મોત દિલ્હીથી તે જે ટ્રેનથી આવ્યો તેના તમામ યાત્રિઓની ભાળ મેળવાઈ રહી છે
  • મહારાષ્ટ્રમાં 11 હજાર કેદીઓને પેરોલ પર છોડી મૂકવાનો આદેશ ;રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 45 સંક્રમિત
  • કોરોનાવાઈરસના સંક્રમણથી  દેશમાં 19 લોકોના મોત થયા છે, ગુરુવારે એક દિવસમાં  સૌથી વધુ 6 મોત થયા હતા
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશમાં 35 પ્રાઈવેટ લેબને કોરોનાવાઈરસનો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે

દિવ્ય ભાસ્કર

Mar 28, 2020, 02:45 AM IST

નવી દિલ્હીઃ  કર્ણાટકના દક્ષિણ કન્નડમાં દસ મહિનાના એક બાળકમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. બાળકને તાવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેનાથી 23 માર્ચના રોજ મેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકમાં તપાસના નમૂના મોકલવામાં આવ્યા હતા, જેમાં તેને કોરોના વાઈરસની પુષ્ટિ થઈ છે. અત્યારે આ બાળકની સ્થિતિ સ્થિર છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.  દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 878 થઈ ગઈ છે. આ આંકડો કોવિડ 19 ઈન્ડિયા ડોટ કોમ પ્રમાણે છે. જોકે, સરકારે અત્યાર સુધીમાં 743 કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. શુક્રવારે સૌથી વધારે 39 નવા કેસ કેરળમાંથી આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી 176 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના 66 દર્દીનું આરોગ્ય સારું થઈ ગયુ છે.
સંક્રમણથી દેશમાં 21મું મોત કર્ણાટકના તુમકુરમાં થયું છે. સંક્રમિત વ્યક્તિની ઉંમર 65 વર્ષ હતી. બીજી બાજુ 5 માર્ચના રોજ દિલ્હી ગઈ હતી અને 11 માર્ચના રોજ પરત ફરી હતી. તુમકુરના ડેપ્યુટી કમિશનર ડો.રાકેશ કુમારે કહ્યું કે તેમની સાથે પ્રવાસ કરનાર તમામ યાત્રીઓને શોધી લેવામાં આવ્યા છે. ગુરુવારે એક દિવસમાં સૌથી વધારે 6 લોકોના મોત થયા હતા. ભારતમાં 70 હજાર કોરોના ટેસ્ટિંગ કિટ બચી છે. 5 લાખ કિટ શુક્રવારે પહોંચી હતી. ભારતે વિદેશોમાંથી 34 લાખ કિટ મંગાવી છે.

હરિયાણા અને દિલ્હી માટે 48 લાખ લિટર દૂધનું ગુજરાતથી લોડિંગ કરાયું
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે હરિયાણા અને દિલ્હીમાં દૂધનો સપ્લાય ચાલુ રહે તે માટે અમદાવાદ ડિવિઝન દ્વારા પાલનપુર સ્ટેશનથી હરિયાણાના પલવલ સ્ટેશન માટે 6.90 લાખ લિટર દૂધ સાથેની 16 ટેન્ક વેગનમાં લોડિંગ કરી ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યું છે. 
ડીઆરએમ દીપક ઝાએ જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આવશ્યક વસ્તુઓની સપ્લાય ચાલુ રહે તે માટે ડિવિઝન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 15 માર્ચથી અત્યાર સુધી ડિવિઝન દ્વારા 48 લાખ લિટરથી વધુ દૂધનું લોડિંગ કરવામાં આવ્યું છે.

કોરોના સામે સેનાનું ઓપરેશન નમસ્તે

કોરોના વાઈરસ સંક્રમણ સામે દરેક સ્તર પર લડાઈ ચાલી રહી છે. ભારતીય સેના પણ તેનું યોગદાન આપી રહી છે. આર્મીએ આ અભિયાનને 'ઓપેશન નમસ્તે' નામ આપ્યુ છે. સેનાના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે ગત અભિયાનમાં અમે સફળ રહ્યા છીએ અને આગામી 'ઓપેશન નમસ્તે' માં પણ સફળ રહેશું.

શિરડીના સાઈબાબા ટ્રસ્ટે રૂપિયા 51 કરોડનું દાન આપ્યુ

ભૂતપુર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25-25 લાખનું દાન કર્યું છે. આ અગાઉ સૌરવ ગાંગુલીએ ગરીબી રેખાએ પણ ગરીબી રેખા નીચે જીવન વિતાવતા લોકો માટે 50 લાખના ચોખાનું  કર્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગુજરાતે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખનું દાન કર્યું છે. શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 કરોડનું દાન આપ્યુ છે.

રાજ્યોની સ્થિતિ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું  કે, છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 75 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે અને 4 લોકોના આ વાઈરસના કારણે મોત થયા છે. BHEL આગામી 2-3 મહિનાની અંદર 30 હજાર વેન્ટિલેટર્સ સપ્લાઈ કરશે.આ ઉપરાંત  દેશના 17 રાજ્યો કોરોના સામે લડવા માટે સ્પેશ્યલ વિશેષ હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે. 

મધ્યપ્રદેશમાં લોકડાઉનના ત્રીજા દિવસે શુક્રવારે સવારે વરસાદને કારણે ચિંતા વધી છે. શુક્રાવરે મસ્જિદોમાં જુમ્માની નમાઝ પણ અદા કરાઈ ન હતી. બાલાઘાટની મદીના મસ્જિદમાં તાળું લગાવી દેવાયું છે. આ જ સ્થિતિ ભોપાલમાં પણ રહી છે. શહેર કાજિયોએ લોકડાઉન અંગે નિયમોનું પાલન અને સોશ્યલ ડિસ્ટેસિંગ જાળવી રાખવાની અપીલ કરી છ. સવારે હવામાન ખરાબ હોવાના કારણે દૂધના સપ્લાઈમાં મોડું થયું હતું. જિલ્લામાં તંત્ર દ્વારા હોમ ડિલેવરીની સુવિધા આજથી શરૂ થવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર કડકાઈથી લોકડાઉનનું પાલન કરી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ભોપાલ, ગ્વાલિયર અને શિવપુરીમાં કોરોના સંક્રમિત 26 કેસ સામે આવ્યા હતા.

મહારાષ્ટ્રના સાંઘલીમાં વધુ 12 પોઝિટિવ લોકોનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ રાજ્યમાં 147 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

બિહારઃ  કોરોનાની સૌથી વધારે અસર મજૂર વર્ગને પડી છે. હજારોની સંખ્યમાં આ મજૂરો દેશના અન્ય ભાગોમાંથી બિહારમાં પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા. નવાદામાં પોલીસે પ્રવાસી મજૂરોના મોટા સમૂહોને પકડ્યા છે. પાંચ ટ્રકમાં સવાર થઈને 600 મજૂરો કોલકાતાથી તેમના ગૃહ જિલ્લા છપરા આવી રહ્યા હતા.

રાજ્યમાં વધું બે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા. જેમાંથછી એક સિવાનનો રહેવાસી છે, જે તાજેતરમાં જ દુબઈથી આવ્યો હતો. બીજો નાલંદાનો છે એ પણ વિદેશથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9 થઈ ગઈ છે.
તેલંગાણાઃ કોરોના વાઈરસની મહામારીને કારણે હૈદરાબાદની મક્કા મસ્જિદને બંધ કરાઈ છે. અને તમામ મુસ્લિમ લોકોને ઘરેથી નમાઝ પઢવા માટે કહેવામાં આવ્યું છે. 

કોરોના વાઈરસના સંક્રમણ વિરુદ્ધ દરેક સ્તરે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતીય સેના પણ આમા પોતાનું યોગદાન આપી રહી છે. આર્મીએ આ અભિયાનને ‘ઓપરેશન નમસ્તે’ નામ આપ્યું છે. સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે, આપણે પહેલા પણ ઓપરેશનમાં સફળ રહ્યા છીઅને આગળ ‘ઓપરેશન નમસ્તે’માં પણ સફળ રહીશું. 

છત્તીસગઢઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનનો શુક્રવારે ત્રીજો દિવસ છે. છત્તીસગઢની મસ્જિદોમાં જુમ્માની નમાઝ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. લાડઉસ્પીકરથી અજાન પણ રોકી દેવાઈ છે. મસ્જિદોમાં પાંચ કરતા વધારે લોકો નમાઝ નહીં પઢી શકે. સંક્રમણ ફેલાવાથી અટકાવવા માટે કચરા કલેક્શનની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે રાયપુરની ખાનગી મેડિકલ કોલેજ રિમ્સે તેમના અંડરમાં લીધું છે. અહીંયા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં રાખતા રાજ્યની જેલમાં સાત વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરની સજા કાપી રહેલા 11000 કેદીઓને પેરોલ પર છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. જેમાં 11000 કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રાજ્યમાં વધું પાંચ સંક્રમિતો મળી આવ્યા છે. જેમાંથી 4 નાગપુરમાં, 1 ગોદિયામાં મળી આવ્યો છે. આ સાથે જ નાગપુરના ફાર્માસિસ્ટનું કહેવું છે કે , 13-14 રૂપિયામાં માસ્ક ખરીદીને 10 રૂપિયામાં વેચવું શક્ય નથી. બજારમાં માસ્કની અછત છે. જેનું કાળુંબજાર ચાલી રહ્યું છે. સરકારે કોઈ કાયદો બનાવવો જોઈ, જેથી સામાન્ય માણસોને માસ્ક તથા અન્ય જરૂરી ચીજ વસ્તુ મળી શકે. જો કે, સેનેટાઈઝર ઉપલબ્ધ છે. આ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી કિંમત પર વેચવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જલગામમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે લોકડાઉન વખતે બાઈક ચલાવતા ચલાવતા પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો. રાજ્યના શિવસેના સાંસદોએ તેમના એક મહિનાનું વેતન વડાપ્રધાન રાહત ભંડોળમાં દાન આપવાની જાહેરાત કરી છે. 

ઉત્તરપ્રદેશઃ ગાઝિયાબાદમં અન્ય રાજ્યોના મજૂરો હિઝરત કરી રહ્યા છે. રાજસ્થાનના દૌસમાંથી પણ આવા ઘણા લોકો તેમના ઘરે જવા માટે પગપાળા નીકળી ગયા છે. જેમાંથી એક રામલાલનું કહેવું છે કે ‘અમે મજૂરી કરીએ છીએ. અહીંયા જમવાની કોઈ વ્યવસ્થા નથી. અમે અહીંયા એક બગીચામાં રહેતા હતા. અમને દૌસા પહોચતા ત્રણ દિવસ લાગી જશે’

દિલ્હીઃ સેનેટાઈઝેશનના કામમાં લાગેલા દિલ્હી નગર નિગમના કર્મચારીઓનું કહેવું છે કે સામાન્ય દિવસોની જેમ જ પોતાની ડ્યૂટી કરી રહ્યા છે. અમને નગર નિગમ તરફથી માસ્ક અને ગ્લવ્સ આપવામાં આવ્યા છે. 

આંધ્રપ્રદેશઃ કૃષ્ણા જિલ્લાના મ્યલાવરમે ક્વોરેન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરનારા બે NRI વિરુદ્ધ કેસ કર્યો છે. બન્ને 14 માર્ચે અમેરિકાથી પાછા આવ્યા હતા. શુક્રવારે તે ઘરે નહોતા. 

કેરળઃ કોલ્લમના સબ-ક્લેક્ટરે ક્વોરેન્ટાઈન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તે 19 માર્ચે વિદેશથી પાછા આવ્યા હતા, પરંતુ ક્વોરન્ટાઈન કરાયા પછી તે કાનપુર ચાલ્યા ગયા હતા. ક્લેક્ટરનું કહેવું છે કે આ સંબંધમાં રાજ્ય સરકારને ચિઠ્ઠી લખવામાં આવી છે. 

તેલંગાણાઃ રાજ્યમાં વધુ એક કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. સંક્રમિત મળેલો વ્યક્તિ તાજેતરમાં જ દિલ્હીથી પાછો આવ્યો હતો. તેની સ્થિતિ ગંભીર છે અને તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. 27 માર્ચ સવારે 8 વાગ્યા સુધી રાજ્યમા સંક્રમિતોની સંખ્યા 45 થઈ ગઈ છે.

અમૃતસરમાં એક અને પિંપરી ચિંચવડમાં બે દર્દી સ્વસ્થ થયા 
અમૃતસરના ડેપ્યુટી કમિશનર શિવદુલાર સિંહ ઢિલ્લનનું કહેવું છે કે અહીંયા કોરોના વાઈરસ સંક્રમણ પહેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે શુક્રવારે ડિસ્ચાર્જ કરી દેવાશે.તેમને ગુરુનાનક દેવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. તે તાજેતરમાં જ ઈટલીથી પાછા આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પૂણે જિલ્લાના પિંપરી ચિંચવડમાં પણ બે દર્દી સ્વસ્થ થયા છે. તેમને પણ આજે રજા અપાશે. પિંપરી ચિંચવાડના નગર નિગમ કમિશનર શ્રવણ હાર્ડીકરે કહ્યું કે, હવે પૂણે જિલ્લામાં માત્ર 32 પોઝિટિવ છે. 5 સ્વસ્થ થઈ ચુક્યા છે. 

નાસિકથી કાનપુર પહોંચી વિશેષ ટ્રેન

મહારાષ્ટ્રના નાસિકથી 200 લોકોને લઈને વિશેષ ટ્રેન કાનપુર પહોંચી છે. અહીં તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને તેમને 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે.

વડાપ્રધાને મંત્રીઓને સ્થિતનો તાગ મેળવવા જણાવ્યું

વડાપ્રધાન મોદીએ મંત્રીઓને કહ્યું છે કે કોરોના સંક્રમણ દેશમાં ફોલાતું રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોનો કમાન તમારા હાથમાં છે. ન્યુઝ એજન્સીએ વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. તે મુજબ PMOએ બહાર પાડેલા લેટરમાં મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે ગરીબ-નિરાશ્રિત લોકોના ભોજન-પાણી-આશ્રયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. રેશનની દુકાનોમાં જરૂરી સામાનની અછત ન હોય તેનું ધ્યાન રાખવામાં આવે. દુકાનદારો લોકો પાસેથી વધુ કિંમત ન વસુલે તેની તકેદારી રાખવાની પણ ટકોર કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી