તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 72 year old Retired Employee And 50 year old Live in Partner Murdered, Grandson In Custody

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોપર્ટી વિવાદ:72 વર્ષીય રિટાયર્ડ કર્મચારી અને 50 વર્ષીય લિવ-ઇન-પાર્ટનરની હત્યા, પૌત્ર કસ્ટડીમાં

સાઢૌરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કસ્ટડીમાં પૌત્ર. - Divya Bhaskar
કસ્ટડીમાં પૌત્ર.
  • વૃદ્ધના નામે 3 એકર જમીન, પ્રોપર્ટી વિવાદ ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે

યમુનાનગરના ગામ બકાલામાં મંગળવાર બપોરે PWDના રિટાયર્ડ 72 વર્ષીય રોશનલાલ અને તેમની સાથે રહેતી 50 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાઈ હતી. રોશનલાલની લોહીથી લથપથ લાશ તેમની કરિયાણાની દુકાનની બહાર પડેલી મળી આવી હતી. મહિલાની લાશ ઘરની બહારની શેરીમાં પડી હતી. હત્યા કરવાની શંકા રોશનલાલના પૌત્ર પર છે.

પોલીસે મકાનમાં સંતાયેલા તેમના એક પૌત્રને કસ્ટડીમાં પણ લઈ લીધો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં હત્યાકાંડનું કારણ પ્રોપર્ટી વિવાદ માનવામાં આવી રહ્યું છે. જોકે રોશનલાલની પત્નીનું 6 વર્ષ પહેલાં મોત થઈ ગયું છે. રોશનલાલના નાના ભાઈ રામ સિંહના જણાવ્યા પ્રમાણે, આઠ મહિનાથી રોશનલાલ 50 વર્ષીય મહિલા પરમજિત સાથે રહેતા હતા.

રોશનલાલની તેમના દીકરા રામપાલ તથા ત્રણ પૌત્ર સાથે અણબનાવ રહેતો હતો. રોશનલાલ પરમજિત સાથે દીકરાથી અલગ મકાનમાં રહેતો હતો. તેમની કરિણાયાની દુકાન નાના દીકરાના મકાનની બહાર હતી. પિતા-પુત્રમાં અવારનવાર ઘર્ષણ થતું હતું. રોશનલાલ પાસે ત્રણ એકર જમીન છે અને રિટાયર્ડમેન્ટ પર તેમને લાખો રૂપિયા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો