• Gujarati News
  • National
  • 72 Hours Of Uproar In Lakhimpur Kheri No One Has Been Arrested So Far, Police Did The Recreation Of The Spot Late At Night

રાતના અંધારામાં લખીમપુર હિંસાનું રિક્રિએશન:દિવસે થયેલી ઘટનાનું રાતે રિક્રિએશન કરાતા સવાલ ઉભા થયા, ઘટનાના 70 કલાક પછી પણ કોઈની ધરપકડ નહીં

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે ઉત્તરપ્રદેશના લખીમપુરખીરીમાં થયેલી હિંસાને 70 કલાક જેટલો સમય થઈ ગયો છે. અત્યાર સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. મંગળવારે રાતે 11.30 વાગે તિકુનિયામાં અગ્રસેન ઈન્ટર કોલેજ સામે જે ઘટના થઈ હતી, ત્યાં પોલીસની ટીમે ઘટનાનું રિક્રેએશન કર્યું છે. આ દરમિયાન તપાસ ટીમે વીડિયો અને નિવેદનોના આધાર પર તે દિવસે શું થયું હતું તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે બપોરના સમયે થયેલી હિંસાની આ ઘટનાનું પોલીસે રાતના અંધારમાં રિક્રિએશન કેમ કર્યું? આ વાત કોઈ સમજી શકતું નથી. પોલીસ ટીમે આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. ખેડૂતો અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસ તપાસના નામા ખાતાપૂર્તિ કરી રહી છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તે આ વાત સ્પષ્ટ રીતે દર્શાવે છે. જોકે એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, મંગળવારે સાંજે 7.30 વાગે એડિશન એસપીના નેતૃત્વમાં હિંસાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમા તુરંત પછી જ ઘટના સ્થળ પર પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરીને જ ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું છે.

તપાસ પછી આરોપીઓની ધરપકડ
IG રેન્જ લક્ષ્મી સિંહે જણાવ્યું છે કે, તપાસ ટીમ બંને FIRની તપાસ કરશે. તપાસ પછી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. નોંધનીય છે કે, લખીમપુર હિંસામાં એક FIR હરી સિંહ નામના ખેડૂતે નોંધાવી છે. તેમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દિકરા આશિષ મિશ્રા સહિત 15-20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમની સામે હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજી FIR લખીમપુરના શિવપુરી વોર્ડના કલેક્ટર સુમિત મોદીએ અજાણ્યા લોકો સામે નોંધી છે.

અજય મિશ્રાએ ફરી કહ્યું છે કે, તેમનો દિકરો તે ગાડીમાં નહતો
અજય મિશ્રાએ ફરી કહ્યું છે કે, તેમનો દિકરો તે ગાડીમાં નહતો

મને દિલ્હી ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા: અજય મિશ્રા
લખીમુપુર હિંસા પછી પાર્ટીએ અજય મિશ્રાને દિલ્હી ટ્રાન્સફર કર્યા હોવાની અફવાનો તેમણે ઈનકાર કરી દીધો છે. અજય મિશ્રાએ કહ્યું છે કે, તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી. મારે અમુક કામ છે તેથીહું આજે રાતે અથવા કાલે દિલ્હી જવાનો છું. તેમણે ફરી એક વાર એ જ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમનો દિકરો કારમાં નહતો. કાર પર હુમલો કર્યા પછી ડ્રાઈવર ઘાયલ થયો હતો અને તેના કારણે તેણે સંતુલન ગુમાવી દીધું હતું. પરિણામે ત્યાં હાજર અમુક લોકો પર ગાડી ફરી ગઈ હતી.

દરેક વીડિયોને ભેગા કરી રહી છે પોલીસ
IG રેન્જે જણાવ્યું છે કે, હિંસા સાથે જોડાયેલા અત્યાર સુધી જેટલા પણ વીડિયો અને ફોટોગ્રાફ્સ આવ્યા છે તેને ભેગા કરવામાં આવી રહ્યા છે. તપાસ ટીમ દરેક વીડિયોને તપાસી રહી છે. એડિશનલ એસપી અરુણ કુમારની અધ્યક્ષતામાં તપાસ ટીમ બની ગઈ છે. તેમાં ડેપ્યુટી એસપી સંજયનાથ તિવારી, ડેપ્યુટી એસપી સંદીપ સિંહ અને ત્રણ ઈન્સપેક્ટર પણ સામેલ છે.

લખીમપુરમાં 3 ઓક્ટોબરે ભડકી હતી હિંસા
3 ઓક્ટોબરે રવિવારે ખેડૂતોના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મંત્રીના કાફલાની એક ગાડીએ ખેડૂતોને કચડી દીધા હતા. તેમાં 4 ખેડૂતોના મોત થયા હતા. ત્યારપછી શરૂ થયેલા રમખાણોમાં એક ડ્રાઈવર સહિત 4 લોકોના લિંચિંગથી મોત થયા હતા. આ હિંસમાં એક પત્રકારનું પણ મોત થયું હતું. આ મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દિકરા આશિષ મિશ્રા સહિત 15 લોકો વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ લગાવી ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...