તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 71 Of 80 Ventilators Sent By Union Government Of India To Faridkot Medical College Faulty

કોરોનાનું બોગસ મેનેજમેન્ટ:PM કેર્સ ફંડમાંથી ફરીદકોટ મોકલવામાં આવેલા 80માંથી 72 વેન્ટિલેટર ખરાબ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખરાબ પટેલા વેન્ટિલેટર્સ - Divya Bhaskar
ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખરાબ પટેલા વેન્ટિલેટર્સ

દેશમાં કોરોના મહામારીના કારણે દરેક જગ્યાએ સ્થિતિ નાજૂક જોવા મળી રહી છે. હોસ્પિટલ ઓક્સિજન, બેડ અને જરૂરી દવાઓની અછત સામે ઝઝૂમી રહી છે. તાજેતરમાં જ પંજાબના ફરીદકોટથી એક ચોંકવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેડ હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવેલા 90 વેન્ટિલેટરમાંથી માત્ર 9 જ સારા છે. 71માં કોઈને કોઈ ટેક્નિકલ ખામી જોવા મળી છે. જોકે તેને ઠીક કરવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરીદકોટમાં આવેલા ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 310 કોરોનાના દર્દી દાખલ હતા. તે પહેલાં પણ અહીં 39 વેન્ટિલેટર હતા અને તેમાંથી 37 જ કામ કરતાં હતા. જરૂર પડતાં થોડા દિવસ પહેલાં 80 વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજ પ્રશાસને વેન્ટિલેટર ખરાબ હોવાની માહિતી રાજ્ય સરકારને આપી હતી. ત્યારપછી મુખ્ય સચિવની મંજૂરીથી બુધવારે અહીં એક ટીમ વેન્ટીલેટર્સ રિપેર કરવા પહોંચી હતી.

ડોક્ટર્સે કહ્યું- આ વેન્ટિલેટર વિશ્વાસપાત્ર નથી
AgVa હેલ્થકેરના બનાવેલા વેન્ટિલેટર વડાપ્રધાન રાહત ફંડમાંથી આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 71 વેન્ટિલેટર કામ નથી કરતાં. હોસ્પિટલના ડોક્ટર્સે કહ્યું છે કે, તેમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વેન્ટિલેટર પર વિશ્વાસ નથી. તે માંડ 1-2 કલાક જ કામ કરી શકે છે.

બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના ઉપકુલપતિ ડૉ. રાજ બહાદુરનું પણ કહેવું છે કે, પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવેલા વેન્ટિલેટરની ક્વોલિટી ખૂબ બોગસ છે. તેમનું કહેવું છે કે, તેઓ આ વેન્ટિલેટર્સ આપતી એજન્સી સાથે અન્યુઅલ મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ કરવા માંગે છે. જેથી તેમને આ વેન્ટિલેટર્સ રિપેર કરાવવામાં વધારે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...