શ્રીરામ જન્મભૂમિમાં રામમંદિરનું 70% નિર્માણ પૂરું થઇ ચૂક્યું છે. ગર્ભગૃહના પિલર 14 ફૂટ સુધી બનીને તૈયાર થઇ ચૂક્યા છે. દીવાલવાળાં મંદિરોને ઝડપથી બનાવવામાં આવી રહ્યાં છે. મંદિર નિર્માણ ત્રણ તબક્કામાં પૂરું થશે. પહેલો તબક્કો ઓગસ્ટ 2023 સુધી પૂરો થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024 જ્યારે 2025 સુધી મંદિર આકાર પામી ચૂક્યું હશે.
જોકે જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજન શરૂ થઇ શકશે. મંદિર નિર્માણમાં આશરે 800 કરોડ રૂપિયા ખર્ચ થઇ ચૂક્યાં છે. કુલ ખર્ચનું અનુમાન આશરે 1800 કરોડ રૂપિયા લગાવામાં આવે છે.
નવા વર્ષે શ્રીરામ મંદિરની પહેલી તસવીરો જુઓ...
હવે તમને જણાવીએ કે ચંપત રાય મંદિર નિર્માણ વિશે શું કહી રહ્યા છે....
ગર્ભગૃહ સિવાય બીજા 5 મંડપ તૈયાર થઇ રહ્યા છે
મંદિરના ગર્ભગૃહની દીવાલ બનીને તૈયાર છે. અહીં પરિક્રમા માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચંપત રાયે કહ્યું કે, ગર્ભગૃહની સિવાય 5 મંડપ બનાવવામાં આવી રહ્યા છે. ગર્ભગૃહમાં રામના બાળસ્વરૂપનું પૂજન મુહૂર્ત જોઇને શરૂ કરાવવામાં આવશે. રામલલ્લાની મૂર્તિ પથ્થરની તૈયાર થઇ રહી છે.
પ્રભુ શ્રીરામના જીવનના 100 પ્રસંગ પણ મંદિરમાં દર્શાવવામાં આવશે. તેમાં દેશના પ્રસિદ્ધ સાહિત્યકાર યતીન મિશ્રા પણ સહયોગ આપી રહ્યા છે.
એન્જિનિયરે કહ્યું- પ્રવેશદ્વાર સિંહ જેવો હશે
રામમંદિર નિર્માણ સાથે જોડાયેલા એન્જિનિયર જણાવે છે કે, મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ શરૂ થઇ ચૂક્યું છે. કારીગરો લાગેલા છે. ગર્ભગૃહ અને મંડપની દીવાલોનું કામ ચાલી રહ્યું છે. મંદિરની ફરતે દીવાલોની ટોટલ લંબાઇ 762 મીટર છે. મંદિરની ફરતે દીવાલના ચારે ખૂણામાં 4 મંદિર રહેશે. પ્રવેશદ્વાર સિંહ જેવું હશે.
હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહનું કામ ચાલી રહ્યું છે
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની યોજના છે કે, જાન્યુઆરી 2024થી મંદિરને ભક્તો માટે ખોલી દેવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સદસ્ય ડો. અનિલ મિશ્રએ બતાવ્યું કે મંદિર નિર્માણ માટે પર્યાપ્ત નાણાં ટ્રસ્ટ પાસે છે. હજી સુધી આશરે આઠસો કરોડ ખર્ચ થઇ ચૂક્યા છે. મંદિરનો નિર્માણ ખર્ચ 1800 કરોડ લગાવવામાં આવ્યો છે. અત્યારે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર નિર્માણના ક્રમમાં ગર્ભગૃહનું કામ ચાલી રહ્યું છે.
ગર્ભગૃહમાં નિર્મિત કરાનારા છ પિલરોનું નિર્માણ પણ ચાલુ છે. આ મકરાનાના માર્બલથી બનાવવામાં આવી રહ્યા છે. માર્બલના પિલરો પીસમાં એકબીજાને જોડીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ થાંભલાઓ 19.3 ફૂટ ઊંચા હશે. તે ઉપરાંત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં જમીન, કમાન, રેલિંગ, દરવાજાની ફ્રેમ સફેદ મકરાનાના આરસપહાણથી તૈયાર કરવામાં આવશે, તેની ખરીદી અને ઘડતર ચાલુ છે.
રામમંદિરને લઇને ભાસ્કરનું કવરેજ વાંચો
અયોધ્યામાં સોનાના સિંહાસન પર બિરાજશે રામલલ્લાઃ ડિસેમ્બરમાં બની જશે રામમંદિરનું ગર્ભગૃહ, અહીં 3 ફૂટ ઊંચી બાળસ્વરૂપ મૂર્તિ પણ સ્થાપિત હશે
અયોધ્યા... મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની અયોધ્યા. અત્યારે અહીં રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે. મંદિરનું કામ 3 તબક્કામાં થનારું છે. પહેલા તબક્કાનું કામ ડિસેમ્બર 2023માં પૂર્ણ થઇ જશે. તેમાં ગર્ભગૃહ પણ સામેલ છે. જાન્યુઆરી 2024ના મકરસંક્રાંતિના દિવસે આ ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.