તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસામમાં ફરી હિંસા ભળકી:7 ટ્રકોમાં આગ લગાડવામાં આવી, 5 નિર્દોષ ડ્રાઈવરને જીવતા સળગાવી દેવાયા, પોલીસને આતંકવાદી જૂથ DNLAની સંડોવણીની આશંકા

ગુવાહાટી23 દિવસ પહેલા
આસામના દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરામાં ગઈરાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સાત ટ્રકને આગ લગાડાઈ હતી
  • પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં તપાસ અભિયાન હાથ ધર્યું છે
  • હુમલાખોરોએ હુમલા અગાઉ ફાયરિંગ પણ કર્યું હતું

આસામના દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરા નજીક શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સાત ટ્રકને સળગાવી દેવામાં આવી હતી, જેમાં પાંચ જેટલા નિર્દોષ ટ્રક-ડ્રાઈવર જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આગ લગાડવાની આ ઘટના પૂર્વે તેમણે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટના સાથે સંડોવાયેલા આતંકવાદીઓની વ્યાપક શોધખોળ હાથ ધરી છે.

શંકાસ્પદ ઉગ્રવાદીઓએ દિયુંગબરા નજીક ઉમરંગસો લંકા રોડ પર સાત ટ્રકને સળગાવી દીધી હતી. આ ઘટનામાં પાંચ જેટલા ડ્રાઈવરના મોત થયાં હતાં. આસામ પોલીસને આ ઘટનાને અંજામ આપવા પાછળ ઉગ્રવાદી સંગઠન દિમાસા નેશનલ લિબરેશન આર્મી (DNLA) નો હાથ હોઈ શકે છે.

પાંચ ડ્રાઇવરનાં થયાં ભડથું
દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરામાં ગઈરાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ સાત ટ્રકને સળગાવી દીધી હતી, જેમાં પાંચ ટ્રક-ડ્રાઈવર જીવતા જ બળીને ભડથું થઈ ગયા હતા. પોલીસને આ ઘટનામાં અત્યારસુધીમાં પાંચ ડ્રાઈવરના મૃતદેહ મળ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના દિમા હસાઓ જિલ્લાના ઉમરંગસો લંકા રોડ પર બની હતી.

સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું
આસામ પોલીસે કહ્યું હતું કે આ ભયાનક ઘટનાને અંજામ આપવાનું કામ DNLAના ઉગ્રવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યું હોઇ શકે છે. જિલ્લાના એસપીએ કહ્યું હતું કે આ ઘટના બાદ આસામ રાઇફલ્સના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે.

જિલ્લાના એસપીએ એમ પણ કહ્યું હતું કે અમે બદમાશોને પકડવા માટે આસામ રાઇફલ્સની મદદ લઇ રહ્યા છીએ અને આ સમગ્ર વિસ્તારમાં વ્યાપક શોધખોળ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને આશા છે કે બહુ જલદી આરોપીઓ પકડાઈ જશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આસામ અને મિઝોરમ વચ્ચે સીમા વિવાદ મુદ્દે હિંસા
કેટલાક દિવસ અગાઉ આસામ અને મિઝોરમ વચ્ચે સીમા વિવાદમાં 5 પોલીસ કર્મચારીઓ સહિત 6 લોકોના મોત થયા હતા. બન્ને રાજ્યોની પોલીસ તથા નાગરિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને બાજુથી પહેલા લાઠીચાર્જ થયો હતો, જ્યારે ઘટનાએ વેગ પક્યો તો પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. હિંસા બાદ તણાવની સ્થિતિમાં આસામ અને મિઝોરમ વચ્ચ વિવાદિત બોર્ડર પર CRPFને ગોઠવવી પડી હતી.

મે મહિનામાં સંયુક્ત અભિયાનમાં DNLAના 7 આતંકવાદીઓ માર્યા ગયા
આ અગાઉ મે મહિનામાં આસામ રાઈફલ્સ અને રાજ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી DNLAના 7 આતંકવાદીઓને મારી નાંખ્યા હતા. અથડામણ નાગાલેન્ડની સરહદ સાથે જોડાયેલી પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં થઈ. સુરક્ષાદળોને અહીં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં 7 જેટલા અસામાજીક તત્વો માર્યા ગયા હતા. આ સાથે તેમણે 2 સાથી અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીએ પાસેથી મોટા પ્રમાણમાં દારુગોળો અને 4 AK-47 મળી આવ્યા છે.

દીમા હસાઓ, પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વધારે એક્ટિવ છે DNLA
આ આતંકવાદી સંગઠનના વડાનું નામ નાઈસોદાઓ દિમાસા અને સિચવનું નામ ખારમિનદાઓ દિમાસા છે. આ આતંકવાદી સંગઠન આસામ કેદીમા હસાઓ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં એક્ટિવ છે. આ અગાઉ 19 મેના રોજ DNLAના આતંકવાદીઓએ ધનસિરી વિસ્તારમાં એક યુવકની હત્યા કરી હતી. આ ઘટના બાદથી સુરક્ષાદળોની ટીમે આ વિસ્તારમાં મોટાપાય તપાસ અભિયાન ચલાવ્યું હતું.