7 કિશોરીઓનું તળાવમાં ડૂબતા મોત:કર્મા ડાલીના વિસર્જનમાં એકને ડૂબતા જોઈ અન્ય કિશોરીઓ બચાવવા ગયેલી, 3 સગી બહેનો સહિત 7 કિશોરીઓનાં મોત

એક મહિનો પહેલા
મૃતકોમાં 3 સગી બહેનો પણ સામેલ છે

ઝારખંડમાં બાલૂમાથ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરગડા પંચાયત અંતર્ગત મનનડીહ ગામમાં શનિવારે કર્મા ડાલીનું વિસર્જન કરવા જતા 7 કિશોરીઓનું તળાવમાં ડૂબવાને કારણે મોત થયું છે. મૃતકોમાં ત્રણ સગી બહેનો પણ સામેલ છે. દૂર્ઘટના એક બાળકીને બચાવ દરમિયાન બની અને દરેક કિશોરીઓ એક-એક કરીને તળાવમાં ડૂબી ગઈ. લોકોએ દરેકના મૃતદેહો તળાવથી બહાર કાઢ્યા.

મૃતકોમાં રેખા કુમારી (17), રીના કુમારી (12), લક્ષ્મી કુમારી (9), સુનિતા કુમારી (16), બસંતી કુમારી (10), સુષ્મા કુમારી (10), પિન્કી કુમારી (17)નો સમાવેશ થાય છે. તેમાં રેખા, રીના અને લક્ષ્મી સગી બહેનો હતી. વાસ્તવમાં મનન ડિહમાં કરમા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી હતી. શનિવારે કરમા પૂજા વિસર્જન કરવા માટે ડઝનબંધ છોકરીઓ તળાવના આકારના ખાડામાં ગઈ હતી.

અચાનક એક છોકરી ખાડામાં ડૂબવા લાગી. તેને બચાવવા માટે, સાત છોકરીઓ વારાફરતી ખાડાના ઊંડા પાણી સુધી પહોંચી અને ડૂબી ગઈ. આ ઘટના બાદ ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોએ ભારે મહેનત બાદ તમામ છોકરીઓને ખાડામાંથી બહાર કાઢી હતી. તેમાંથી ચાર મૃત્યુ પામી હતી. જ્યારે ત્રણ કિશોરીઓનો જીવ બચાવવા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કરી. ઓચિંતા જ ગામની દીકરીઓ ડૂબી જવાની આઘાતજનક ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.

મુખ્યમંત્રી હેમંત સોરેને દુખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે લાતેહાર જિલ્લાના શેરેગાડા ગામમાં આ ઘટના અંગે માહિતી સાંભળીને સ્તબ્ધ છું. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે.

અન્ય સમાચારો પણ છે...