ખેતરમાં લાગેલી આગની ઝપેટમાં આવી સ્કૂલ-બસ:પંજાબના બટાલામાં 7 વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યા; કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા

અમૃતસર15 દિવસ પહેલા

પંજાબના બટાલામાં બુધવારે એક સ્કૂલ બસ ખેતરમાં લાગેલી આગની ઝપેટમાં આવી ગયા. બસમાં સવાર સ્કૂલના 7 છાત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. બસના કાચ તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. ગંભીર સ્થિતિમાં દાઝી ગયેલાં બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાંથી તેમને હાયર સેન્ટર રેફર કરી દેવાયાં.

સ્કૂલ-બસમાં આગ લાગી.
સ્કૂલ-બસમાં આગ લાગી.

સરકાર અને વિભિન્ન સંસ્થાઓની અપીલ છતાં ખેડૂતો ખેતરમાં પાકમાંથી વધેલો કચરો આગને હવાલે કરી રહ્યા હતા. બુધવારે બપોરે પંજાબના બટાલા નજીક ગામમાં બીજલીવાલની પાસે રજા બાદ એક સ્કૂલ-બસ બાળકોને ઘર છોડીને જઈ રહી હતા. બસમાં 42 વિદ્યાર્થી સવાર હતા.

બસ જ્યારે બીજલીવાલ ગામ પહોંચી તો અહીં કોઈએ ખેતરમાં ઘઉંના પાકમાંથી વધેલા કચરામાં આગ લગાડી હતી. સ્થિતિ એવી હતી કે રસ્તાની બંને બાજુએ ઘઉંના પાકના કચરામાં આગ લગાડી હતી. બસનો ડ્રાઈવર ધુમાડાને કારણે તેને કંઈ ન દેખાતાં બસ આગ લાગેલા ખેતરમાં પલટી મારી ગઈ. એ બાદ થોડી જ વારમાં આગ બસને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી.

બસમાંથી બહાર કાઢ્યા બાદ રડતું બાળક.
બસમાંથી બહાર કાઢ્યા બાદ રડતું બાળક.

બાળકોની બૂમો સાંભળીને એકઠા થયા લોકો
બસમાં આગ લાગ્યા બાદ બાળકોએ બુમાબુમ કરી હતી. માસૂમની બૂમ સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકઠા થઈ ગયા. લોકોએ બસનો કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા. એટલામાં જ 7 બાળકો આગને કારણે દાઝી ગયા. લોકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા.

આગ વધુ ફેલાતાં બાળકોને બસમાંથી કાઢવા પડી હતી મુશ્કેલી
ઘટનાસ્થળે લોકોએ કહ્યું હતું કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે માસૂમની બૂમો પણ સંભળાતી ન હતી. આગ એટલી ભયાનક હતી કે બાળકોને કાઢવામાં મુશ્કેલી પડી હતી.

સંપૂર્ણપણે સળગી ગઈ હતી બસ.
સંપૂર્ણપણે સળગી ગઈ હતી બસ.
અન્ય સમાચારો પણ છે...