• Gujarati News
  • National
  • 7 People Going To Disperse Were Crushed By A Car At Full Speed; Death Of 1, Serious Condition Of 2

ભોપાલમાં હિટ એન્ડ રનનો VIDEO:વિસર્જન કરવા જઈ રહેલા 7 લોકોને ફુલ સ્પીડમાં આવેલી કારે કચડ્યા; 1નું મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર

ભોપાલએક મહિનો પહેલા

ભોપાલમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર કાર ફરી વળી હતી. ઘટનાના પગલે દોડાદોડી થઈ હતી અને ડ્રાઈવર ઝડપથી કારને રિવર્સ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારની ટક્કર વાગતા એક યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. લોકો કાર ડ્રાઈવરને પકડવા પાછળ ભાગ્યા હતા. જોકે તે ભાગી ગયો હતો. ડ્રાઈવરના વર્તનથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો કર્યો હતો.

સ્થિતિ વણસતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે હાલ તણાવ છે. આ ઘટના શહેરના સ્ટેશન ક્ષેત્ર બજરિયામાં શનિવારના રાતના 11.15 કલાકની છે. પોલીસ હવે કાર ચાલકને શોધી રહી છે.

DIG ઈરશાદ વલીએ જણાવ્યું કે દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન જ્યારે ભોપાલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાંદબડ તરફથી ઝડપથી આવી રહેલી એક કારે લોકોને ટક્કર મારી હતી. પછીથી ડ્રાઈવરે ઝડપથી કારને રિવર્સ કરી અને કેટલાક લોકોને ટક્કર મારી.

અન્ય સમાચારો પણ છે...