તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્ય પ્રદેશના સીધીમાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં લોકોને બચાવાવ માટે સૌથી પહેલા સરદા ગામની શિવારાણી લોનિયા અને આશા બંસલ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમણે કહ્યું કે પોતાના જીવનની ચિંતા કર્યાં વગર બાણસાગર નહેરમાં તે કુદી પડી હતી અને બસના પાછળના દરવાજામાંથી તરીને વહી રહેલા સાત લોકોને બચાવી લીધા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થતો હતો. બસનો ડ્રાઈવર તરીને બહાર નિકળી ગયો હતો.
વધુ લોકો પાણીમાં વહી ગયા હશેઃ શિવારાણી
શિવારાણીની ઉંમર આશરે 18 વર્ષ છે. તે કહે છે કે ' સવારે 7-7.30 વાગ્યા આસપાસનો આ સમય હશે. હું ઘરની બહાર બેઠી હતી. બસ નહેરના કિનારે જઈ રહી હતી. ઓચિંતા જ બસ નહેરમાં પડી ગઈ હતી અને વહેવા લાગી હતી. જોર જોરથી બૂમો પાડી ભાઈ સાથે ઘટના સ્થળ પર દોડી ગયા. બસના પાછળના દરવાજાથી કેટલાક લોકો બહાર નિકળતા જોયા. તેઓ બહાર નિકળી આવ્યા, પણ પાણી સાથે વહેવા લાગ્યા. મે ક્ષણનો પણ વિલંબ કર્યાં વગર પાણીમાં છલાંગ લગાવી દીધી અને લોકોને ટેકો આપીને કિનારા સુધી લઈ ગઈ. બસ એક બાળકને હું નહીં બચાવી શકી તેનો મને અફસોસ છે. તે મારી આંખની સામે વહી ગયો.
ડ્રાઈવરે બસને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળીઃ આશા
આશા કહે છે એવું લાગતું હતું કે ડ્રાઈવરે બ્રેક લગાવી બસને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઢાળ વધારે હોવાથી તેને સફળતા મળી નહીં. મે બૂમો પાડી, થોડી વારમાં જ સમગ્ર ગામના લોકો ભેગા થઈ ગયા. ફોન કર્યો તો પોલીસ અને સ્થાનિક વહિવટીતંત્રના લોકો પણ અડધો કલાકમાં પહોંચી ગયા. ત્યારે ડુબી ગયેલા લોકોને શોધવાની શરૂઆત કરી.
મૃત્યુના મુખમાંથી પરત ફરેલી વિદ્યાર્થીનીનું દુઃખઃ નાના ભાઈને સાથે લઈને આવી હતી, હું બચી ગઈ, તે વહી ગયો
આ બસ દુર્ઘટનામાં સીધી જિલ્લાના ગામ પોસ્ટ ચૌપાલની રહેવાસી 22 વર્ષિય વીરા પ્રજાપતિએ તેનો ભાગ ગુમાવી દીધો. તે કહે છે કે બસમાં બે સીટ પર ત્રણ લોકો બેઠા હતા.ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. ડ્રાઈવરે નહેરના પુલ અગાઉ જ ગાડીને વળાંક લીધો હતો અને નવા માર્ગથી જવા લાગ્યો હતો. ઝડપ પણ હતી. કેટલાક લોકો ડ્રાઈવરને બસ ધીમે ચલાવવાનું કહી રહ્યા હતા, પણ તેણે બસની ઝડપ ધીમી પાડી નહીં. થોડી વારમાં જ અચાનક મોટો ઝાટકો લાગ્યો. બસમાં પાણી ભરાવા લાગ્યું. મે મારા ભાઈનો હાથ પકડી લીધો. હું કેવી રીતે બહાર નિકળી તે મને ખબર નથી. મારો ભાઈ પાણીમાં વહી ગયો. મને ખબર નથી કે તે ક્યાં જતો રહ્યો છે.
સૌની પાછળની સીટ પર બેઠા હતા, વહેવા લાગ્યા તો દોરડું નાંખી બચાવ્યા
સરઈની નર્સિંગ વિદ્યાર્થીની અર્ચના જયસ્વાલ પણ એક્ઝામ આપી સરઈથી સતના જઈ રહી હતી. તે કહે છે કે હું સૌથી છેલ્લી સીટ પર ગેટની પાસે બેઠી હતી. આ ઘટના કેવી રીતે સર્જાઈ એ તો મને ખબર નથી. પણ હું અચાનક જ પાણીમાં વહીને જવા લાગી. ખૂબ દૂર સુધી જતી રહી હતી. ત્યારબાદ કોઈએ દોરડાની મદદથી મને બહાર કાઢી.
22 ફૂટની ઉંડી નહેરમાં બસ પડી
આ દુર્ઘટના સીધી જિલ્લાના સરદા ગામમાં મંગળવારે સવારે બની હતી. 54 યાત્રીઓ સાથે સતના જઈ રહેલી બસ 22 ફૂટ ઉંડી બાણસાગર નહેરમાં પડી હતી. સાંજ સુધીમાં 51 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.