તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 7 New Ministers Of Karnataka To Be Sworn In Today, Babal In BJP Before Cabinet Expansion

મંત્રીમંડળનું વિસ્તરણ:કર્ણાટકના 7 નવા મંત્રી આજે શપથ લેશે, કેબિનેટ વિસ્તરણ પહેલા BJPમાં બબાલ

બેંગલુરુ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તરફથી રાજભવનને સાત નામ મોકલવામાં આવ્યા છે. જેમને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે. મંત્રી બનનારાઓમાં મુર્ગેશ નિરાની, ઉમેશ કટ્ટી, અંગારા, યોગેશ્વર, અરવિંદ લિમ્બાવલી, એમટીબી નાગારાજ અને શંકર સામેલ છે. કેન્દ્રીય નેતૃત્વએ આ નામો પર મુહર લગાવી છે.

હાઈકમાન્ડે લગાવી મુહર
તમને જણાવી દઈએ કે મંત્રીમંડળના વિસ્તરણ માટે થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડ્ અને ઈન્ચાર્જ અરુણ સિંહ પણ ઉપસ્થિત હતા. આ મુલાકાત પછી મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે આ બેઠક અંતિમ છે.

બીજેપીમાં અંદર-અંદર બબાલ
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા લાંબા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ કરવા માંગતા હતા. તેમણે પાર્ટી હાઈકમાન્ડને મંત્રીઓનું લિસ્ટ સોપ્યું હતું. હાઈકમાન્ડે ઘણા દિવસો સુધી ચર્ચા વિચારણા કર્યા પછી મંત્રીઓના નામ પર મુહર લગાવી. હવે મંત્રીઓના નામને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. કર્ણાટક બીજેપીના ઘણા નેતાઓ મંત્રીઓના નામથી નારાજ છે.

બીજેપી એમએલસી વિશ્વનાથે કહ્યું કે યોગેશ્વર દગાબાજ છે, તેમની વિરુદ્ધ ઘણા ક્રિમિનલ કેસ નોંધાયા છે. તેમણે રિયલ એસ્ટેટમાં ઘણાને દગો કર્યો છે અને આજે તે મંત્રી બની રહ્યાં છે. જ્યારે અમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે તેઓ અમારી બેગ લઈ જઈ રહ્યા હતા. હાલ તેઓ મંત્રી છે. કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરણ પહેલા બબાલ શરૂ થઈ ગઈ છે. સતીશ રેડ્ડીએ કહ્યું કે તેઓ પાર્ટી હાઈકમાન્ડને ફરીયાદ કરશે કે યેદિયુરપ્પા માત્ર પોતાના નજીકનાઓને મંત્રી બનાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...