મહારાષ્ટ્રમાં કારે શ્રદ્ધાળુઓને કચડ્યા:7નાં મોત, કેટલાય ઘાયલ, પીડિત પરિવારને CMએ 5-5 લાખ આપવાની જાહેરાત કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના સોલાપુરમાં સોમવારે સાંજે ફુલ સ્પીડ કારની ઝપેટમાં આવવાથી 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયાં છે, જ્યારે ઘણા લાકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રદ્ધાળુઓનો સમૂહ કારતક એકાદશીએ જઠરવાડીથી મંદિર નગર પંઢરપુર જઇ રહ્યો હતો, ત્યારે જ એક કારે સમૂહમાં સામેલ કેટલાય લોકોને કચડી નાખ્યા. SUV કાર 75 વર્ષની ઘરડી વ્યક્તિ ચલાવી રહી હતી. તેમનું કાર પરનું નિયંત્રણ ન રહ્યું, ત્યાર બાદ તેમણે કાર શ્રદ્ધાળુઓ પર ચઢાવી દીધી.

દુર્ઘટના પછી તે સ્થળે હાજર લોકો
દુર્ઘટના પછી તે સ્થળે હાજર લોકો
દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત કાર
દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત કાર

સમૂહમાં સામેલ હતા 32 શ્રદ્ધાળુઓ
પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સોમવાર સાંજે લગભગ 6.45 વાગે મુંબઇથી આશરે 390 કિમી. દૂર સંગોલા શહેરની પાસે ઘટી. 32 શ્રદ્ધાળુઓનો સમૂહ 3 દિવસ પહેલાં કોલ્હાપુરથી નીકળ્યો હતો. સંગોલાની પાસે ફુલ સ્પીડે આવતી SUVએ પાછળથી શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા.

દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ સ્થળ પર હાજર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...