• Gujarati News
  • National
  • 47 Deaths In Uttarakhand, 27 Deaths In Kerala; The Situation Is Critical In Nepal Following Heavy Rains

પૂર-લેન્ડસ્લાઇડે વિનાશ નોતર્યો:ઉત્તરાખંડમાં 47નાં અને કેરળમાં 27નાં મૃત્યુ; નેપાળમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • અલ્મોડામાં લેન્ડસ્લાઇડથી મકાન પડવાને કારણે 3 બાળકનાં મૃત્યુ થયાં છે
  • ઉત્તરાખંડ અને નેપાળમાં થઈ રહેલા ભારે વરસાદની અસર હવે ઉત્તરપ્રદેશમાં દેખાવા લાગી છે

દેશનાં ઘણાં રાજ્યોમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે ખૂબ જ વિનાશ નોતર્યો છે. ઉત્તરાખંડમાં મંગળવારે પૂર અને ભારે વરસાદને કારણે બનેલી વિવિધ ઘટનાઓમાં 42 લોકોનાં મૃત્યુ થયાં છે. મોટા ભાગનાં મૃત્યુ વાદળ ફાટવા અને લેન્ડસ્લાઈડને કારણે થયાં છે. ઘણા લોકો હાલ પણ કાટમાળ હેઠળ દબાયેલા છે. વરસાદથી અત્યારસુધીમાં રાજ્યમાં 47 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. હવામાનમાં સુધારો થતાં પહેલાં પોતાની યાત્રા ફરીથી શરૂ ન કરે.

અલ્મોડામાં મકાન પડવાથી 3 બાળકનાં મૃત્યુ
અલ્મોડામાં લેન્ડસ્લાઈડથી મકાન પડવાને કારણે 3 બાળકનાં મૃત્યુ થયાં છે. એક મહિલાનું ઘાયલ થવા અને એક વ્યક્તિના ગુમ થવાના સમાચાર છે. જિલ્લાના ઘણા વિસ્તારોનો બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. કાટમાળને કારણે જિલ્લાના ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

NDRFના જવાનોએ ઉત્તરાખંડના ઉધમ સિંહનગરમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા.
NDRFના જવાનોએ ઉત્તરાખંડના ઉધમ સિંહનગરમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા.

રેસ્ક્યૂ-ઓપરેશન માટે વાયુસેનાએ ધ્રુવ હેલિકોપ્ટર ઉતાર્યું
ભારતીય વાયુસેનાના જવાન પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે. વાયુસેનાએ પૂરગ્રસ્ત પંતનગરમાં રેસ્ક્યૂ-ઓપરેશન માટે 3x ધ્રુવ હેલિકોપ્ટરની મદદ લીધી. સુંદરખાલ ગામની પાસે 3 જગ્યા પર 25 લોકો ફસાયા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.

આ ફોટો ઉત્તરાખંડના રુદ્રપુરનો છે. NDRFના કર્મચારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
આ ફોટો ઉત્તરાખંડના રુદ્રપુરનો છે. NDRFના કર્મચારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.

ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં પણ ભારે વરસાદ થયો છે.
ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં પણ ભારે વરસાદ થયો છે.

કેરળમાં પૂર અને લેન્ડસ્લાઈડથી 27 લોકોનાં મૃત્યુ
કેરળમાં ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થયો છે, જેને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પૂર અને લેન્ડસ્લાઈડની ઘટનાઓમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે. કેટલાક લોકો ગુમ થઈ જવાના સમાચાર છે. ભારતીય મોસમ વિભાગે જણાવ્યું હતું કે આ દક્ષિણી રાજ્યમાં 1થી 19 ઓક્ટોબરની વચ્ચે 135 ટકા વધુ વરસાદ થયો છે. સામાન્ય રીતે આ સમયમાં 192.7 મિમી વરસાદ થાય છે, જોકે આ વર્ષે 453.5 મિમી વરસાદ નોંધાયો છે.

આ તસવીર કેરળના કોટ્ટાયમની છે. અહીં ભારે વરસાદને પગલે આવેલા પૂરે વિનાશ નોતર્યો છે.
આ તસવીર કેરળના કોટ્ટાયમની છે. અહીં ભારે વરસાદને પગલે આવેલા પૂરે વિનાશ નોતર્યો છે.

કેરળના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
IMDનું અનુમાન છે કે કેરળના ઘણા હિસ્સાઓમાં 20 ઓક્ટોબરથી શરૂ થનારો વરસાદ ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે. મોસમ વિભાગે તિરુવનંતપુરમ, પઠાનમથિટ્ટા, કોટાયમ, અર્નાકુલમ, ઈડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નૂર સહિત રાજ્યના 11 જિલ્લામાં આજે ઓરેન્જ અલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. કાસરગોડ, અલાપ્પુજા અને કોલ્લમમાં યલો એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. વિભાગ તરફથી 21 ઓક્ટોબરે કન્નુર અને કાસરગોડને છોડીને તમામ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.

બનબસા ડેમમાંથી પાણી છોડવાથી UPના વિસ્તારમાં પૂરનું જોખમ
ઉત્તરાખંડ અને નેપાળમાં થઈ રહેલા ભારે વરસાદની અસર હવે ઉત્તરપ્રદેશમાં દેખાવા લાગી છે. UPમાં ઘણી નદીઓના જળસ્તર ઝડપથી વધી રહ્યા છે. લખીમપુર ખીરી, સીતાપુર અને બારબંકીમાં પૂરનું એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. નદીઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના બનબસા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. એને પગલે રામપુર વિસ્તારમાં કોસી નદી કહેર વર્તાવા લાગી છે. નદીની નજીક વસેલા ગામમાં પૂરનું જોખમ છે. પ્રશાસને રાહત અને બચાવકાર્ય શરૂ કરી દીધું છે.

નેપાળમાં પણ વરસાદથી 21 લોકોનાં મૃત્યુ
નેપાળમાં ભારે વરસાદથી આવેલા પૂરને કારણે ભારે વિનાશ થયો છે. અહીં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને 24 લોકો ગુમ છે. નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે દેશના 19 જિલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દેશમાં પહેલા જ વરસાદની ઋતુ પૂરી થઈ ગઈ હતી. જોકે જળવાયુમાં અચાનક જ બદલાવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પૂરને પગલે યાત્રા, વીજળી સપ્લાય અને પાકની કાપણીને ઘણી અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...