મસ્કનો ટ્વિટરના કર્મચારીઓને આદેશ:'ઓફિસ આવતા હો તો ઘરે પાછા જતો રહો' કહ્યું-તમને મેલ આવી જશે!

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • ભારતના બહુ ઓછા ભાગોમાં ટ્વિટર ડાઉન થવાથી અસર થઈ છે

જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું છે ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કંપનીમાં ટૂંક સમયમાં મોટી છટણી થઈ શકે છે. હવે આ અટકળો સાચી સાબિત થઈ રહી છે. કંપનીએ તેના તમામ કર્મચારીઓને એક ઇ-મેલ મોકલીને જણાવ્યું છે કે તેમની નોકરી રહેશે કે નહીં એની જાણકારી તેમને ઇ-મેલ દ્વારા કરવામાં આવશે. આ સાથે શુક્રવારે કર્મચારીઓને ઓફિસમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ટ્વિટરે ઈ-મેલ દ્વારા પોતાના કર્મચારીઓને કહ્યું, 'તમે ઓફિસ આવતા હોવ તો ઘરે પાછા જતો રહો'.

કર્મચારીઓને ઇ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે
આ મામલે માહિતી આપતાં એએફપી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ટ્વિટરે કંપનીના કર્મચારીઓને શુક્રવારે ઓફિસ આવવાની ના પાડી હતી. આ સાથે તેમને જણાવવામાં આવ્યું છે કે તેમને નોકરી પર રાખવામાં આવશે કે નહીં એની માહિતી માત્ર મેલ દ્વારા જ જણાવવામાં આવશે. જો ટ્વિટરના કર્મચારીની નોકરી સુરક્ષિત છે, તો તેને કંપનીના ઇ-મેલ પર મેસેજ મળશે. જ્યારે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમના અંગત ઇ-મેલ આઈડી દ્વારા તેમને એક સંદેશ મોકલવામાં આવશે. આ મેલ મળ્યા બાદ કંપનીના કર્મચારીઓમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હટાવ્યા હતા
અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ઈલોન મસ્ક તેની નવી નીતિઓ હેઠળ સોશિયલ મીડિયા કંપનીના હાલના કાર્યને બદલવાની તૈયારી કરી રહી છે. ઈલોન મસ્કે સૌપ્રથમ કંપનીના તમામ ડિરેક્ટરોને બરતરફ કર્યા હતા. તે પહેલા ઈલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને કંપનીના લીગલ પોલીસી, ટ્રસ્ટ અને સલામતી વિભાગના વડા વિજયા ગડ્ડેને બરતરફ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબર 2022ના રોજ ટ્વિટરની કમાન સંભાળ્યા બાદથી ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. બોર્ડના તમામ ડિરેક્ટર્સની રજા પછી ઈલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર રહ્યા છે. જે ડિરેક્ટરોને હટાવવામાં આવ્યા છે તેમાં માર્થા લેન ફોક્સ, ઓમિદ કોર્ડેસ્ટાની, ડેવિડ રોઝેનબ્લૈટ, પેટ્રિક પિચેટ, એગોન ડર્બન, ફી-ફી લી અને મીમી અલેમાયેહોનો સમાવેશ થાય છે

વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટર થયું ડાઉન, મસ્કે ટ્વિટર ખરીદ્યાના 7 દિવસ બાદ સર્વિસ ડાઉન, યુઝર્સને લૉગ-ઇન કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર ડાઉન હોવાના અહેવાલ છે. સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ યુઝર્સ લોગ-ઇન કરી શકતા નથી. ડાઉન ડિટેક્ટર અનુસાર, ટ્વિટર લોગ-ઇન સમસ્યા શુક્રવારે સવારે 7.30 વાગ્યે શરૂ થઈ. અત્યારસુધી ટ્વિટરે ડાઉનને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. 27 ઓક્ટોબર ટેસ્લાના સ્થાપક મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું હતું.

ટ્વિટર વેબસાઇટ ઓપન કરતાં સમથિંગ વેન્ટ રોંગની એરર દેખાઈ રહી છે.
ટ્વિટર વેબસાઇટ ઓપન કરતાં સમથિંગ વેન્ટ રોંગની એરર દેખાઈ રહી છે.

વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટર ડાઉન થયું
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર વિશ્વના ઘણા ભાગોમાં ડાઉન થઈ ગયું છે, કેટલાક યુઝર્સને એનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આજે સવારથી ઘણા યુઝર્સ તેમના ટ્વિટર એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને Twitter પર તેમની ફીડને ઍક્સેસ કરી શકતા નથી. ફીડ પેજ પર, યુઝર્સને એક સંદેશ જોઈ રહ્યા છે જેમાં લખ્યું છે Something went wrong, but don’t fret — let’s give it another shot. જોકે માત્ર વેબ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એપ્લિકેશન યુઝર્સ માટે બધું બરાબર છે. જોકે કેટલાક યુઝર્સ માટે બરાબર કામ કરી રહ્યું છે, જ્યારે કેટલાક યુઝર્સને લોગ-ઇન કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ભારતમાં બહુ અસર થઈ નથી
DownDetector અનુસાર, ટ્વિટર આઉટેજ લગભગ 3 વાગ્યાની આસપાસ શરૂ થયું અને સવારે 7 વાગ્યાની આસપાસ એમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ડાઉન ડિટેક્ટર નકશો એ વિસ્તારો દર્શાવે છે, જ્યાં ચોક્કસ સાઇટ ડાઉન હોય છે. DownDetector મુજબ, ભારતના બહુ ઓછા ભાગોમાં ટ્વિટર ડાઉન થવાથી અસર થઈ હતી.

થોડા દિવસ પહેલાં બે કલાક સુધી વ્હોટ્સએપ ડાઉન રહ્યું હતું
આ સિવાય તાજેતરમાં જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની સેવાઓ પણ અટકી ગઈ હતી. એ સમયે લગભગ બે કલાક સુધી વ્હોટ્સએપ ડાઉન રહ્યું હતું, જેના કારણે યુઝર્સને ચેટ્સ અને ગ્રુપ ચેટમાં મેસેજ મોકલવાથી લઈને સ્ટેટસ અપલોડ કરવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

થોડા દિવસો પહેલાં જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની સેવાઓ પણ અટકી ગઈ હતી.
થોડા દિવસો પહેલાં જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની સેવાઓ પણ અટકી ગઈ હતી.

ટિ્વટરના ત્રણ હજારથી વધુ કર્મચારી પર છટણીનું સંકટ
ટિ્વટરના નવા બોસ ઈલોન મસ્કે આવતાંની સાથે જ કેટલાક આંચકા આપવાનું શરૂ કરી દીધું છે. પહેલા CEO પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ પોલિસી, ટ્રસ્ટ અને સેફ્ટીના વડા વિજ્યા ગડ્ડેની હકાલપટ્ટી બાદ ટિ્વટર તેના અડધા કર્મચારીઓની છટણી કરી શકે છે. મસ્કે ખર્ચ ઘટાડવા ટિ્વટર ઇન્કમાં લગભગ 3,700 કર્મચારી ઘટાડવાની યોજના તૈયાર કરી છે. મસ્કે આ માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...