• Gujarati News
  • National
  • 67% Of Wrong Surgeries Are Done By Experienced Doctors, Due To Overconfidence, 5 Lakh Deaths Per Year Due To Wrong Surgeries In The Country

ભાસ્કર રિસર્ચ:67% ખોટી સર્જરી અનુભવી ડૉક્ટર કરે છે, કારણ- વધુ પડતો આત્મવિશ્વાસ, દેશમાં ખોટી સર્જરીથી વર્ષે 5 લાખ મોત થાય છે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NPDBના ડેટાનો રિપોર્ટ; અનુભવી ડૉક્ટર્સને એવું છે કે તેમનાથી ભૂલ થાય જ નહીં

ભારતમાં ખોટી સર્જરીથી દર વર્ષે અંદાજે 5 લાખ મોત થાય છે, જે આંકડો હાર્વર્ડ યુનિ.ના સ્ટડીનો છે. નેશનલ પ્રેક્ટિશનર ડેટા બેન્કના જણાવ્યાનુસાર 67% ખોટી સર્જરી 40 વર્ષથી વધુ વયના ડૉક્ટર્સના હાથે થઇ જ્યારે 40 વર્ષથી ઓછી વયના ડૉક્ટર્સના આવા કેસ માત્ર 25% છે. આમ થવા પાછળનું સૌથી મોટું કારણ છે અનુભવી ડૉક્ટર્સનો વધુ પડતો આત્મવિશ્વાસ. તેમને એવું જ લાગે છે કે તેમનાથી ભૂલ થાય જ નહીં, જેના કારણે તેઓ થોડા બેદરકાર થઇ જાય છે. રિપોર્ટ મુજબ ડૉક્ટરની ઉંમર વધતી જાય તેમ તેમ તેમના દર્દીઓનો મૃત્યુદર વધી જાય છે.

ખોટી સારવારથી મોત બદલ જેલ-દંડ થાય

  • સારવારમાં ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થાય તો તેના સ્વજનો આઇપીસી કલમ 304-એ હેઠળ કેસ કરી શકે. 2 વર્ષની કેદ અને દંડની જોગવાઇ.
  • સુપ્રીમકોર્ટે કુણાલ સાહા કેસમાં કોલકાતાની હોસ્પિ.ના ડૉક્ટર્સને સારવારમાં બેદરકારી બદલ દોષિત ઠેરવી 6 કરોડ રૂ. દંડ ફટકાર્યો હતો.
  • મેડિકલ ક્લિનિક કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ વળતર માટે કન્ઝ્યુમર કોર્ટમાં જઇ શકે છે પણ ડૉક્ટર સામે તેના જેટલી જ લાયકાતવાળા અન્ય ડૉક્ટરનો ફરિયાદની પુષ્ટિ કરતો પત્ર જરૂરી છે.

જ્યાં લાઇન લાગે એવા ડૉક્ટરો પસંદ કરો

  • હાર્વર્ડ મેડિકલ સ્કૂલનો સ્ટડી કહે છે કે સારા ડૉક્ટર નક્કી કરવાની સૌથી સારી રીત એ છે કે જ્યાં દર્દીઓની લાંબી લાઇન હોય તે ડૉક્ટરને ત્યાં જવું.
  • જે અનુભવી ડૉક્ટર વધુમાં વધુ દર્દીઓને તપાસતા હોય છે તેમની કામગીરી પ્રમાણમાં ઘણી સારી હોય છે.

નાની-નાની ભૂલો ટાળે તો મોત 50% ઘટી જશે

  • વિશ્વમાં દર વર્ષે સારવારમાં બેદરકારીના 13.4 કરોડ કેસ આવે છે અને 26 લાખ મોત થાય છે.
  • ઓપરેશનમાં થતી નાની-નાની ભૂલો પણ રોકી લેવાય તો વાર્ષિક 50% મોત ઘટાડી શકાય.
  • ખોટા ટેસ્ટ રિપોર્ટ, ખોટી દવાના વધારે કેસ.
અન્ય સમાચારો પણ છે...