કોરોના આટલી હદે ભયજનક બન્યા બાદ પણ લોકો સુધરી નથી રહ્યા. આ બીમારીથી બચવાનો સૌથી અકસીર ઈલાજ છે માસ્ક અને એ પણ લોકો યોગ્ય રીતે નહીં પહેરતાં હોવાનું સામે આવ્યું છે.
યોગ્ય રીતે માસ્ક ન પહેરવાનાં દૃશ્યો કોઈ એક શહેરમાં નહીં, પરંતુ દેશભરમાં જોવા મળે છે. આવા લોકો પર સ્ટડી માટે અમે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના રેલવે સ્ટેશનની પસંદગી કરી, જ્યાં લગાડવામાં આવેલા મશીનના 22 કલાક સુધી ડેટા સ્કેન કર્યા, જેનાથી ખ્યાલ આવ્યો કે 67% લોકોએ ખોટી રીતે માસ્ક પહેર્યા હતા.
ભોપાલના પ્લેટફોર્મ નંબર-1 અને 6ના એન્ટ્રી પોઈન્ટ પર દરરોજ લગભગ 36 હજાર યાત્રિકો પસાર થાય છે, જેમાંથી લગભગ 24 હજાર (અંદાજે 67%) યાત્રિકો એવા પસાર થયા, જેમણે ખોટી રીતે માસ્ક પહેરી રાખ્યાં હતાં. તેમનાં માસ્ક કાં તો ગળામાં ભરાવેલા હતાં કાં તો નાક નીચે હતાં. આ જાણકારી રેલવે તરફથી સ્ટેશન પર લગાડવામાં આવેલા થર્મલ ઈમેજિંગ સ્કેનર મશીનની મદદથી સામે આવી છે.
સ્ટેશન પર આવતા યાત્રિકો માટે માસ્ક અનિવાર્ય છે, એવામાં રેલવેએ જુલાઈ 2020માં આ મશીન પ્લેટફોર્મ નંબર-1 અને પ્લેટફોર્મ નંબર-6ની એન્ટ્રી પોઈન્ટ્સ પર લગાવ્યાં હતાં. ઓન ડ્યૂટી આરપીએફ સ્ટાફે વાતચીતમાં જણાવ્યું કે યોગ્ય રીતે માસ્ક નહીં પહેરનારા યાત્રિકોને ટોકવા પર તેઓ ખોટી દલીલ કરવા લાગે છે. કેટલાક તો સમજાવવાથી માની જાય છે, પરંતુ કેટલાક લોકો પોતાની ભૂલ માનવાને બદલે ખોટી દલીલ કરવા લાગે છે.
જો કોઈનું બોડી ટેમ્પરેચર નક્કી કરેલા લેવલથી વધુ હોય છે કે કોઈ વ્યક્તિ માસ્ક વગર કે યોગ્ય રીતે માાસ્ક ન પહેર્યું હોય અને તે આ કેમેરા સામેથી પસાર થાય છે કે તાત્કાલિક એક અલાર્મ વાગે છે. એ બાદ આરપીએફના જવાન સંબંધિત યાત્રિકને રોકીને તેને ડોકટર્સ પાસે તપાસ કરાવવા મોકલી દે છે. જો તે વ્યક્તિએ યોગ્ય રીતે માસ્ક ન પહેર્યું હોય તો તેને સમજાવીને, માસ્ક યોગ્ય રીતે પહેરવાની રવાના કરી દેવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.