તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્લેશિયર નામ સાંભળતાં જ કેદારનાથમાં થયેલી દુર્ઘટના યાદ આવે છે. તાજેતરમાં જ ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી દુર્ઘટનાએ કેદરનાથની દુર્ઘટનાની યાદ અપાવી છે. આ જ પ્રકારની દુર્ઘટના હિમાચલ પ્રદેશમાં પણ આવી શકે છે.
આ દાવો ઉજ્જૈનના ડો.અંકુર પંડિતે કર્યો છે. તેમણે IIT બોમ્બેમાંથી આ ગ્લેશિયર પર વર્ષો સુધી રિસર્ચ કર્યું છે. સતત બની રહેલાં આ ગ્લેશિયરની પહોંળાઈ સહિત અન્ય માહિતી એકત્રિત કરવા માટે તેમણે ગ્લેશિયર(હિમાચલ)માં જઈને જીપીઆર સર્વે પણ કર્યો છે.
મનાલીથી 40 કિમી દૂર છે સિસ્સુ ગામ આવેલું છે. આ ગામની પર પહાડોમાં એક સરોવર છે, જેની આસપાસ ગ્લેશિયર જમા થયાં છે. જો આ ગ્લેશિયર પીગળે છે તો સરોવરમાં ઝડપથી પાણી આવશે અને નીચેની તરફ પડશે. એનાથી સિસ્સુના 20 હજાર લોકોને નુકસાન થઈ શકે છે.
સરોવરની સતત વોચની જરૂરિયાત
ડો.અંકુરે જણાવ્યું હતું કે આપણે 2013માં કેદારનાથમાં થયેલી દુર્ઘટનામાંથી પાઠ લઈને હિમાલય ક્ષેત્રમાં બની રહેલા સરોવરોની નિરંતર વોચ રાખવાની જરૂરિયાત છે. શોધમાં જણાવવામાં આવેલી માહિતી ભવિષ્યમાં સરોવર ફાટવા જેવી ઘટનાઓને ઓછી કરવામાં મદદ કરશે. નીતિ-નિર્માતાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનિક અધિકીઓને એનાથી મદદ મળશે. સરોવરની દેખરેખ માટે સેટેલાઈટ ઈમેજીસનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે. સેટેલાઈટ ફોટોઝ ઉપલબ્ધ કરાવવામાં ઈસરો અને ઘણી વિદેશી સંસ્થાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
સરોવરમાં ઘણું પાણી હશે
ડો.અંકુરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ સરોવરનું સ્ટોરેજ વોલ્યુમ લગભગ 1.08 ક્યુબિક કિમીનું હશે. એમાંથી સૌથી મોટું સરોવર ગપાંગ ગાથ ગ્લેશિયર પર બનશે, જેનો આકાર 2.06 વર્ગ કિમીનો હશે. ગપાંગ ગાથ ગ્લેશિયર પર હાલનું સરોવર લગભગ 0.8 વર્ગ કિમીનું છે. ગપાંગ ગાથ ગ્લેશિયર પર ભવિષ્યમાં બનનારા સરોવરનો આકાર ખૂબ મોટો છે અને સતત જળવાયુ પરિવર્તનને કારણે જ્યારે સરોવર ફાટશે તો એમાં આવેલા પૂરથી ગામને અસર થઈ શકે છે.
ચમોલી દુર્ઘટનામાંથી સબક લેવાની જરૂરિયાતઃ સીએમ જયરામ
હિમાચલના સીએમ જયરામ ઠાકુરે કહ્યું હતું કે રાજ્યએ પનબીજલી પરિયોજનાઓની યોજનાના સંબંધમાં ચમોલીની ઘટનામાંથી પાઠ શીખવા અને હાઈડલ પરિયોજનાઓ માટે સ્થળોની ઓળખ કરવાની જરૂરિયાત છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.