કોરોનાથી દેશમાં કુલ 22 મોત:મુંબઈમાં 64 વર્ષની મહિલાનું મોત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 5 સંક્રમિત લોકોના મોત

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં શુક્રવારે કોરોના વાઈરસથી સંક્રમિત બે લોકોના મુંબઈ અને કર્ણાટકમાં મોત થયા
  • કર્ણાટકમાં મૃતક વ્યક્તિ ટ્રેનમાં દિલ્હી ગયો હતો અને બાદમાં તુમકુર પરત ફર્યો હતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 800 થઈ ગઈ છે. શુક્રવારે આ મહામારીથી દેશમાં બે વ્યક્તિના મોત થયા હતા. સવારે તુમકુરમાં સંક્રમણ પામેલા 65 વર્ષના એક વૃદ્ધનું અવસાન થયું હતું. આજે સાંજે મુંબઈથી પણ મૃત્યુના સમાચાર આવ્યા છે. અહીં 65 વર્ષના વૃદ્ધ મહિલાનું કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 22 થયો છે. એકલા મહારાષ્ટ્રમાં સૌથી વધારે 5 લોકોના મોત થયા છે. અહીં 85 વર્ષના સંદિગ્ધ ડોક્ટરના મોતની પણ જાણકારી મળી છે. એવું કહેવામાં આવે છે કે કોરોનાથી તેઓ સંક્રમિત હતા, પણ તેની પુષ્ટિ થઈ નથી.
ગુરુવારે દેશમાં અલગ-અલગ રાજ્યમાં 7 સંક્રમિતોના મોત થયા હતા. તેમાંથી બે રાજસ્થાનના ભીલવાડામાંથી થયુ હતું. દરમિયાન આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા રવ અગ્રવાલે શુક્રવારે કહ્યું કે વેન્ટીલેટરની અછતને દૂર કરવા માટે 10 હજાર નવા વેન્ટીલેટર ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સરકારી સાહસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ)થી 30 હજાર વેન્ટીલેટર તૈયાર કરવા માટે કહ્યું છે

કર્ણાટકમાં હવે ત્રણ મોત થયા
બીજી બાજુ કર્ણાટકમાં આજે ત્રીજુ મોત થયું. આ અગાઉ અહીં 11 અને 26 માર્ચના રોજ મૃત્યુ નોંધાયા હતા. શુક્રવારે જે વૃદ્ધને જીવ ગુમાવ્યો હતો તે 5 માર્ચના રોજ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના એસ6 કોચમાં પરિવારના 13 સભ્ય સાથે દિલ્હી ગયા હતા. અહીં તેઓ જામિયા મસ્જિદ પણ ગયા હતા અને બાદમાં 11 માર્ચના રોજ વૃદ્ધ કોંગુ એક્સપ્રેસના એસ9 કોચમાં બેસી તુમકુર પરત ફર્યા હતા. 18 માર્ચના રોજ કફ અને તાવની ફરિયાદ કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 માર્ચના રોજ તેમને જિલ્લા હોસ્પિટલમાંથી રજા લઈ પ્રાઈવેટ ઈલાજ કરાવ્યો. પણ બાદમાં ફરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ થયા હતા.

24 કલાકમાં કોરોનાના 75 નવા કેસ મળ્યા
છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 75 નવા કેસ સામે આવ્યા બાદ સરકારે કોરોનાના ચક્રને તોડવા માટે તમામ રાજ્યોને સાવધાન રહેવા કહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આજે તમામ રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો સાથે વિડિયો કોન્ફરન્સિગમાં કોરોના સામે લડવા અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું- આપણે આ લડાઈમાં સૌના સહયોગની જરૂર છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ બનાવી રાખો. સરકારે કોરોના સામે લડાઈ માટે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. તેનો સામનો કરવા માટે રાહત પકેજની જાહેરાત કરી છે.

ગુરુવારે દેશમાં સંક્રમણથી સાત લોકોના મોત
26 માર્ચના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય અને રાજસ્થાનના ભીલવાડમાં 63 તથા 70 વર્ષના બે દર્દીના તેમ જ કર્ણાટકમાં 75 વર્ષની મહિલાનું મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...