તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 63 Hectares Of Forest Cleared In 24 Hours, Center Sends NDRF Personnel And Helicopters, Alert Issued

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડના 45 નવા જંગલોમાં પ્રસરી આગ:24 કલાકમાં 63 હેકટર જંગલ સળગીને ખાખ, કેન્દ્રએ NDRFના જવાન અને હેલિકોપ્ટર મોકલ્યા, એલર્ટ જાહેર

દહેરાદૂન5 દિવસ પહેલા
  • ભીષણ આગમાં 63 હેકટર જંગલ સળગીને ખાખ થયું

ઉત્તરાખંડના જંગલોમાં આગ બેકાબૂ બની રહી છે. આ છેલ્લા 24 કલાકમાં 45 નવા જંગલોમાં પ્રસરી ગઈ છે. આ આગની ઝપેટમાં આવીને 63 હેકટર જંગલ સળગીને ખાખ થઈ ચૂક્યા છે. તેના પર કાબૂ મેળવવા માટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કેન્દ્ર પાસેથી મદદ માંગી છે. આ બાબતે ગંભીરતા દાખવતાં કેન્દ્રએ બે હેલિકોપ્ટર અને NDRFના જવાનોને ઉત્તરાખંડ મોકલી દીધા છે.

ખરેખર, કોર્બેટ નેશનલ પાર્કના જંગલમાં પણ આગની જોખમ વધુ ગયું છે. શનિવારે રાત્રે સુધી રામ નાગર વન વિભાગના મોહાનની નજીકના જંગલમાં આગ લાગી હતી. આ આગથી તરાઈ પશ્ચિમ વન વિભાગના સાવલ્દે, હલ્દુઆ અને કાશીપુર રેન્જના જંગલમાં સળગી ગયા હતા. આ વિસ્તાર કોર્બેટ પાર્કથી અડીને આવેલા છે.

964 જગ્યાઓ પર લાગી છે આગ
ઉત્તરાખંડના મંત્રી હરક સિંહ રાવતે જણાવ્યુ હતું કે રાજ્યમાં 964 જગ્યાએ આગ લાગી છે. હવામાને પરિસ્થિતી વધુ પડકારરૂપ બનાવી દીધી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અને હું આ મામલે સમગ્ર નજર રાખી રહ્યા છીએ. અમે હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે 12,000થી વધુ વનકર્મી તૈનાત
જ્યારે મુખ્યમંત્રી રાવતે તાકીદની બેઠકમાં વન અધિકારીઓએ અને જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે જ્યાં સુધી સ્થિતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાના કર્મચારીઓને રજા આપશે નહીં. મુખ્યમંત્રી ઓફિસ મુજબ, ફાયર ફાઇટિંગ ઓપરેશન માટે 12,000યહી વધુ વન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વન વિભાગના આંકડા બતાવે છે કે 1 ઓકટોબર 2020 બાદથી 1,359 હેકટરમાં જંગલમા આગની 1,028 ઘટનાઓ બની છે. આ ઘટનાઓ નૈનીતાલ, અલ્મોડા, ટિહરી ગઢવાલ અને પૌડી ગઢવાલ જીલ્લામાં જોવા મળી છે.

હિમાચલ: 2 દિવસથી લાગી છે કરસોગના જંગલમાં આગ
પેટાવિભાગ કરસોગના પોખી બીટના દરોલ જંગલમાં છેલ્લા બે દિવસથી લાગેલી ભીષણ આગના કારણે લાખોની વન સંપત્તિ સહિત બગીચા પણ સળગીને ખાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 30 હેક્ટર જમીન પર દેવદાર, બાન, ચીડ અને અન્ય પ્રજાતિના વૃક્ષો આગની જ્વાળાઓમાં ખાખ થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો