તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 62,632 New Cases Arrived In The Last 24 Hours, The Highest Number Recorded In The Last 164 Days; For The First Time This Year, More Than 300 People Lost Their Lives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:24 કલાકમાં 62,632 નવા કેસ નોંધાયા, ભોપાલ-ઈન્દોર સહિત MPના 12 શહેરોમાં આજે સન્ડે લોકડાઉન

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર સહિત મધ્યપ્રદેશના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન
  • ગુજરાતમાં પણ દરરોજ સામે આવતા નવા કેસ વધ્યા

દેશમાં કોરોનાની બીજી લહેર ચિંતાનું કારણ બની રહી છે. દરરોજ આવતા કેસોની સંખ્યા હવે 60 હજારને પાર પહોંચી ગઈ છે. ગત દિવસે દેશમાં 62,632 નવા કેસ નોંધાયા હતા. આ છેલ્લા 164 દિવસમાં સૌથી વધુ છે. આ અગાઉ ગયા વર્ષે 15 ઓક્ટોબરે 63,441 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 28,728 લોકો સાજા થયા અને આ વર્ષે પ્રથમ વખત 311 લોકો મૃત્યુ પામ્યા.

જ્યારે, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મધ્યપ્રદેશના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન છે. જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર ઉપરાંત બેતુલ, છિંદવાડા, રતલામ અને ખારગોન સામેલ છે. જ્યારે, વિદિશા, ઉજ્જૈન, છીંદવાડા જિલ્લાના સોસર, નરસિંહપુર સાથે ગ્વાલિયરમાં પણ લોકડાઉન છે. શનિવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 32 કલાકનું લોકડાઉન રહેશે.

અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
દેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1,61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4.83 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

હોળી, ઇદ અને ઇસ્ટર પહેલા ગોવામાં કલમ 144 લાગુ
તહેવારો પહેલા ગોવા સરકારે રાજ્યમાં કલમ 144 લગાવી દીધી છે. આ નિર્ણય હોળી, શબ-એ-બારાત, ઇસ્ટર અને ઇદને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉત્તર ગોવાના જિલ્લા મેજિસ્ટ્રેટ અજિત રોયે જણાવ્યું હતું કે આવતા તહેવારોની ઉજવણી માટેના સમારોહ કે મેળાવડાના આયોજન બંધ રહેશે.

કોરોના અપડેટ્સ

  • મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે રવિવારની રાત્રે 10 કે 11 વાગ્યાથી મુંબઇમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન હોટેલ અને પબ બંધ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે. 5 અથવા તેથી વધુ કેસો મળતાં સોસાયટીને સીલ કરવામાં આવશે.
  • પંજાબમાં સરકારી કર્મચારીઓ કે જેમણે કોરોનાની વેક્સિન લીધી નથી, તેઓણે એવા કામોથી દૂર કરવામાં આવશે જ્યાં તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવ વિની મહાજને તેની સૂચના આપી છે. આ નિર્ણય એટલા માટે છે કે અત્યાર સુધીમાં ફક્ત 60% હેલ્થકેર કામદારો અને 85% ફ્રન્ટલાઈન કામદારોએ જ વેક્સિન લગાવી છે.
  • કર્ણાટક સરકારે 1 એપ્રિલથી બેંગલુરુ આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકરે જણાવ્યું હતું કે શહેરમાં અન્ય રાજ્યોથી આવતા લોકોએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.

7 મુખ્ય શહેરોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર: સતત ત્રીજા દિવસે 35 હજારથી વધુ કેસ
શનિવારે અહીં 35,726 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 14,523સાજા થયા, જ્યારે 166 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 26.73 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 23.14 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 53,073 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં 3.03 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ: એક્ટિવ કેસનો આંક 23 હજારને પાર
શનિવારે અહીં 2,805 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,141 સાજા થયા, જ્યારે 45 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.28 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 1.98 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,621 લોકોના મૃત્યુ થયા છે હાલ 23 હજાર 271 લોકો સારવાર હેઠળ છે.

3. ગુજરાત: 2200થી વધુ કેસ નોંધાયા
શનિવારે અહીં 2,276 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. 1,534 દર્દીઓ સાજા થયા, જ્યારે 5 લોકોનાં મૃત્યુ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.98 લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 2.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,484 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 10,871 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ અહીં 407 કેસ હતા, ત્યારથી દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

4. મધ્યપ્રદેશ: એક્ટિવ કેસ 13 હજારની નજીક
શનિવારે અહીં 2,142 નવા દર્દીઓ મળી આવ્યા છે. 1175 લોકો સાજા થયા, જ્યારે 10 લોકોનાં મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.86 લાખ લોકોને સંકરમાંથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.69 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,947 મૃત્યુ પામ્યા છે. હાલમાં, 12,995 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી: આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ દર્દી સામે આવ્યા
શનિવારે અહીં 1,558 નવા કેસ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 27 માર્ચે 1,534 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 974 દર્દીઓ સ્વસ્થ થયા અને 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધીમાં 6.55 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.38 લાખ ઉપચાર અને 10,997 લોકોએ જીવ ગુમાવ્યો છે. 6,625 હાલ સારવાર હેઠળ છે.

6. હરિયાણા: સતત બીજા દિવસે 1300થી વધુ નવા કેસ સામે આવ્યા.
શનિવારે, 1383 નવા દર્દીઓ મળી આવ્યા, 761 લોકો સાજા થયા અને 7 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.86 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે. તેમાંથી 2.74 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3,132 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલમાં 8,410 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

7. રાજસ્થાન: નવા કેસો 800 પાર થયા
શનિવારે 852 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 227 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.29 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.20 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,811 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 6358 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો